For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા સુરક્ષા માટે મહિલા પોલીસ વધારાશે: ગૃહમંત્રી

|
Google Oneindia Gujarati News

sushil kumar shinde
નવી દિલ્હી, 4 જાન્યુઆરી: મહિલાઓની સામે વધી રહેલા ક્રાઇમના પગલે સરકાર કેટલાક નક્કર પગલા ભરવા જઇ રહી છે. દિલ્હીમાં હવે પહેલા કરતા વધારે મહિલા પોલીસકર્મીઓ હશે. મહિલાઓની સાથે થતા અપરાધોની તપાસ જડપથી કરવામાં આવશે. આ મહત્વના પગલાઓની જાણકારી ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ શુક્રવારે એક પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. શિંદેએ જણાવ્યું કે નવા કાયદાઓને ઝલદીથી બનાવાશે અને તેને અમલમાં લવાશે.

ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ મહિલા સુરક્ષાના મુદ્દે બધા જ રાજ્યોના ડીજીપીની સાથે બેઠક કરી. આ બેઠકમાં એ વાત પર ચર્ચા કરવામાં આવી કે કઇ રીતે મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. ગૃહમંત્રીએ જણાવ્યું કે આના માટે કઠોર અને ઠોસ પગલા લેવાનું પ્રાવધાન કરવામાં આવે. શિંદેએ જણાવ્યું કે મહિલાઓની સાથે થનારા અપરાધોના મામલામાં હવેથી જડપથી તપાસ થશે.

આ ઉપરાંત દિલ્હીના દરેક પોલીસસ્ટેશનમાં બે મહિલા સબ ઇન્સ્પેક્ટરની નિમણૂંક કરવામાં આવશે. શિંદેએ જણાવ્યું કે મહિલા કોન્સ્ટેબલની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલની સંખ્યા 10 કરવામાં આવશે. શિંદેએ જણાવ્યું કે પોલીસમાં 2508 મહિલા પોલિસ કર્મિયોની નવી ભર્તી કરવામાં આવી શકે છે.

સાથે સાથે ગૃહમંત્રીએ એવી પણ જાહેરાત કરી કે અપરાધોમાં સગીરાની ઉંમર મર્યાદા ઘટાડવા પર પણ વિચાર કરવામાં આવશે. જો જરૂરીયાત લાગી તો આ મર્યાદાને 18થી ઘટાડીને 16 પણ કરવામાં આવી શકે છે. શિંદેએ લોકોને કાનૂન બનાવવા મદદની અપીલ કરી અને તેમના સુજાવો પણ માંગ્યા.

English summary
Each police station in Delhi will have 10 women constables and two women sub-inspectors, Home minister Sushilkumar Shinde said on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X