બે વર્ષમાં 30 નરાધમોએ રેપ કર્યો, છતાં 12 વર્ષની બાળકીએ દરવાજા પર લખ્યું- સૉરી અમ્મા
કેરળઃ આર્થિક તંગીને દૂર કરવા માટે લોકો કેટલી હદ સુધી પહોંચી જાય છે. ક્યારેક કંઈક સારું પગલું ભરે છે તો ક્યારેક ખોટી રીતે પૈસા કમાવવાનો રસ્તો શોધે છે. એક આવી જ ઘટના કેરળમાં સામે આવી જે તમારા રૂવાંટાં ઉભાં કરી દેશે. કેરળના મલપ્પુરમમાં 12 વર્ષની બાળકી પર છેલ્લા બે વર્ષમાં ત્રીસથી વધુ લોકોએ દુષ્કર્મ આચર્યું. પીડિત બાળકીના માતા-પિતાની જાણ છતાં આ જઘન્ય અપરાધ થઈ રહ્યો હતો. દીકરીનું યૌન શોષણ કરનારા બાળકીના પિતાના ઓળખીતા જ હતા. આરોપ છે કે પૈસા માટે મા-બાપ આ બધું જોતા રહ્યા.

બાળકીએ માની માફી માંગી
આટલા વર્ષોથી તેની સાથે થઈ રહેલ હેવાનિયત બાદ પણ બાળકી ચુપચાપ બધું સહતી રહી કેમ કે પીડિત બાળકીને પોતાની સાથે થયેલ આ અન્યાયથી વધુ પોતાના ઘરની ખરાબ આર્થિક હાલાતની ચિંતા હતી. ગત શનિવારે જ્યારે આ નાબાલિક પીડિતાને અધિકારી શેલ્ટર હોમ લઈ જઈ રહ્યા હતા તે સમયે જતાં-જતાં બાળકીએ દરવાજા પર સૉરી અમ્મા લખી મા પાસે માફી માંગી.

પાડોસીએ જાણકારી આપી
બાળકી સાથે થઈ રહેલ દરિંદગી એ સમયે સામે આવી જ્યારે બાળકીના ખરાબ સ્વાસ્થ્યને જોતાં તેના પાડોસીએ બાળકીની સ્કૂલને જાણકારી આપી. આ મામલે પોલીસે પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, પરંતુ બાળકી હજુ પણ નથી ઈચ્છતી કે તેના ઘરવાળાઓ સાથે કંઈ ખરાબ થાય. તેનું માનવું છે કે જો તેના પિતાને જેલ થઈ તો હાલાત વધુ બગડી જશે.

બાળકીને ઘરના હાલાતની ચિંતા
પાડોસી દ્વારા ફરિયાદ કર્યા બાદ મામલો સામે આવ્યો તો પીડિત બાળકીનું કાઉંસલિંગ કરાવવામાં આવ્યું. કેરળ પબ્લિક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે કામ કરનાર કાઉંસલરે જણાવ્યું કે બાળકીને પરિવારની ખરાબ આર્થિક સ્થિતિ, ઘરનું ભાડું અને બીમાર દાદાની ચિંતા છે, પરંતુ પોતાની સાથે થયેલ યૌન શોષણનો અહેસાસ નથી.
જ્યારે કાઉંસલરે બાળકીને પૂછ્યું કે તેના ઘરે શું ચાલી રહ્યું છે તો તે રોવા લાગી. તેણે કાઉંસલરને જણાવ્યું કે ઘરના હાલાત બહુ ખરાબ છે, મકાનનું ભાડું પણ નથી આપી શકતા. એવામાં જો પિતાની ધરપકડ કરી તો પરિવાર સંકટમાં ફસાય જશે.

બેરોજગાર છે પિતા
કાઉંસલરે જણાવ્યું કે બાળકીના પિતા બેરોજગાર છે. આશશંકા જતાવવામાં આવી રહી છે કે પહેલા તેણે પત્નીને દેહ વ્યાપાર કરવા માટે મજબૂર કરી હશે અને પછી માસૂમ બાળકીને પણ આ આગમાં ધકેલી દીધી હશે. બાળકીએ કાઉંસલરને જણાવ્યું કે સૌથી પહેલા તેના પિતાના મિત્રએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે તેના પરિવારને પૈસા આપતો રહેતો હતો. બાદમાં અન્ય લોકો પણ તેનું યૌન શોષણ કરતા રહ્યા. બાળકીએ કહ્યું કે તે ત્રીજા શખ્સને નથી મળી જે લોકો પાસેથી પૈસા વસૂલતો હતો.

આરોપીઓની તલાશ શરૂ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મેજિસ્ટ્રેટ સામે પીડિતાનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે. અને મેડિકલ રિપોર્ટમાં પણ દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. આ મામલે પીડિતાના પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિત બાળકીના પિતા પર જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત મામલો નોંધાયો છે, જ્યારે અન્ય બે લોકો પર પૉક્સો એક્ટ અને આઈપીસીની કલમ 354 અને કલમ 376 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસ સબ ઈન્સપેક્ટરે જણાવ્યું કે અન્ય આરોપીઓની તલાશ ચાલુ છે.
પરિવારના 11 લોકોએ એકબીજા સાથે 23 વાર લગ્ન કર્યાં, પછીં તલાક લઈ લીધા, જાણો કારણ