• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્લીઃ 12 વર્ષની બાળકી સાથે મસ્જિદમાં રેપ, આરોપી મૌલવીની થઈ ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં 12 વર્ષની બાળકી સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે. પોલિસે બળાત્કારના આરોપમાં એક મૌલવીની ધરપકડ કરી છે. માહિતી મુજબ આ ઘટના રવિવારની જણાવાઈ રહી છે જ્યાં ઉત્તર-પૂર્વ દિલ્લીના હર્ષ વિહાર વિસ્તારમાં 48 વર્ષના મૌલવીએ મસ્જિદની અંદર એક 12 વર્ષની બાળકી સાથે કથિત રીતે રેપ કર્યો.

ગાઝિયાબાદથી પકડાયો આરોપી

પોલિસે આરોપીને ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તારમાંથી પકડી લીધો છે. પોલિસે જણાવ્યુ કે આરોપી રાજસ્થાનના ભરતપુર જિલ્લાને રહેવાસી છે. વળી, તે પરિણીત છે અને તેના ચાર બાળકો છે. પોલિસે મૌલવી સામે ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 376(બળાત્કાર) અને પૉક્સો એક્ટ હેઠળ કેસ નોંધી લીધો છે. પીટીઆઈના જણાવ્યા મુજબ પોલિસે મૌલવીને અદાલતમાં હાજર કર્યો જ્યાં તેને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો.

શું છે આખી ઘટના?

પોલિસના જણાવ્યા મુજબ ઘટના રવિવાર સાંજની છે જ્યાં 12 વર્ષની બાળકી મસ્જિદમાં પાણી લેવા ગઈ હતી. ઘરે પાછી આવ્યા બાદ છોકરીએ પોતાના માતાપિતાને આપવીતી સંભળાવી. રવિવારે રાતે છોકરીના માતાપિતાએ પોલિસમાં ફરિયાદ નોંધાવી તો કેસ નોંધવામાં આવ્યો. તેમણે મૌલવી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. છોકરીના માતાપિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે તેમની દીકરી પાણી લેવા મસ્જિદમાં ગઈ હતી ત્યારે મૌલવીએ તેની સાથે કથિત રીતે બળાત્કાર કર્યો.

English summary
12 yrs minor girl raped inside mosque in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X