For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની યાત્રા પર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જશે ત્રણ દિવસની યાત્રા પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જશે ત્રણ દિવસની યાત્રા પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે શરૂ કરશે તેમનો ત્રણ દેશોનો પ્રવાસ. જે અંતર્ગત તે પહેલા ચીન ત્યારબાદ મંગોલિયા અને દક્ષિણ કોરિયા જશે. ચીનમાં મોદી તેમની બે દિવસની યાત્રામાં શિયાન, બેજિંગ અને શાંધાઇ જશે. ત્યારબાદ 17મી એ મંગોલિયા જઇ ત્યાંની સાંસદને સંબોધશે. અને છેલ્લે પ્રધાનમંત્રી 18 અને 19 મેએ દક્ષિણ કોરિયાનો પ્રવાસ કરશે. નોંધનીય છે કે મોદી મંગોલિયા જનાર ભારતના પહેલા વડાપ્રધાન છે.

મોદીએ કહ્યું "21મી સદી એશિયાની છે"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતથી ચીન જવા નીકળશે. તે પહેલા ચીની મીડિયા સાથે તેમણે આજે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તે લાંબા સમયથી ચીનની યાત્રાની રાહ જોતા હતા. વધુમાં તેમણે કહ્યું કે 21મી સદી એશિયાની છે. એશિયા બુદ્ધની ભૂમિ છે અને "આ સદીને યુદ્ધ મુક્ત રાખવી તે આપણી જવાબદારી છે"

નારાયણ સાઇ કેસના મુખ્ય ગવાહને ગોળી મારી

નારાયણ સાઇ કેસના મુખ્ય ગવાહને ગોળી મારી

પાણીપતમાં આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઇના ગવાહ મહેન્દ્ર ચાવલાને બુધવારે ગોળી મારવામાં આવી. ઇજાગ્રસ્ત મહેન્દ્રને હાલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે જ્યાં તેનો ઉપચાર ચાલી રહ્યો છે. વધુમાં પોલિસે આ અંગે તપાસ શરૂ કરી છે.

ઇડીએ શાહરૂખ ખાન માટે જાહેર કર્યો સમન

ઇડીએ શાહરૂખ ખાન માટે જાહેર કર્યો સમન

વાનખેડે સ્ટેડિયમમાં બેન જાહેર કર્યા બાદ શાહરૂખ ખાનની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. શાહરૂખ ખાનને તેની આઇપીએલ ટીમ કોલકત્તાના નાઇટ રાઇડર્સના શેયર વેચવા મામલે ઇડીએ સમન જાહેર કર્યો છે. જે અંતર્ગત ઇડી શાહરૂખ ખાનને તેના શેર 6 થી 8 ટકા ઓછી કિંમતે વેચવા માટે પૂછપરછ કરશે.

સરકારી જાહેરાત પર હવે આમનાં જ ફોટો દેખાશે

સરકારી જાહેરાત પર હવે આમનાં જ ફોટો દેખાશે

સુપ્રિમ કોર્ટ જનતાનો પૈસાનો દુરઉપયોગ રોકવા રજૂ કરેલી યાચિકા પર આજે સુપ્રિમ કોર્યે ચુકાદા આપતા જાહેર કર્યું છે કે હવે સરકારી જાહેરાતો પર ખાલી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશના ફોટો જ લાગશે. અન્ય કોઇ નેતા કે કેન્દ્રીય પ્રધાનોના ફોટો નહીં લાગી શકે.

બારામુલ્લામાં લશ્કરે તોઇબાના હથિયારનો જથ્થો મળ્યો

બારામુલ્લામાં લશ્કરે તોઇબાના હથિયારનો જથ્થો મળ્યો

મંગળવારે, બારામુલ્લાના સાગીપોરા વન ક્ષેત્રમાં ભારતીય સેનાને મોટી સંખ્યામાં લશ્કરે તોઇબાના છૂપાવેલા હથિયારો અને રોકડ રકમ મળી.

સંજય રાઉત કહ્યું "શૂટ બૂટ પહેરવો કોઇ ગુનો છે?"

રાહુલ ગાંધીની શૂટ બૂટની ટિપ્પણી પર શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આજે એનડીએ સરકારને બચાવમાં કહ્યું કે "હા છીએ શૂટ બૂટની સરકાર શું શૂટ બૂટ પહેરવા ગુનો છે?" વધુમાં કાળું નાણું પરત લાવવા બદલ તેમણે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે કાળા નાણાં પરત લાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જે વાયદા કરવામાં આવ્યા હતા તેને પૂરીપૂર્ણ કરવામાં આવી રહ્યા છે.

ભૂકંપના લીધે ભારતમાં 50 લોકોની મોત

ભૂકંપના લીધે ભારતમાં 50 લોકોની મોત

ભૂકંપના લીધે ભારતના બિહાર અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ભારે નુક્શાન થયું છે.જેમાં બિહારના 42, ઉત્તરપ્રદેશના 7 અને પશ્ચિમ બંગાળમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ધાયલ છે. ઉત્તર પ્રદેશમાં તો ભૂંકપના કારણે શાળામાં પહેલી ઉનાળાની રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.

દિલ્હીના હર્ષ ભવનમાં આગ બાદ બચાવ

દિલ્હીના હર્ષ ભવનમાં આગ બાદ બચાવ

મંગળવારે, દિલ્હીના હર્ષ ભવનમાં લાગેલી આગ બાદ ફાયર ફાઇટર્સે ગ્રીલ તોડીને ફસાયેલા લોકોને બચાવી રહ્યા છે.

કોલકત્તામાં નર્સોએ કર્યું વિરોધ પ્રદર્શન

કોલકત્તામાં નર્સોએ કર્યું વિરોધ પ્રદર્શન

કોલકત્તામાં પોતાની વિવિધ માંગણીઓ સાથે નર્સોએ કર્યું વિરોધ પ્રદર્શન.

સીલીગુરીમાં ભૂંકપના લીધે 14 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

સીલીગુરીમાં ભૂંકપના લીધે 14 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

મંગળવારે, પશ્ચિમ બંગાળના સીલીગુરી ભૂકંપ બાદ શાળાની દિવાલ પડતા 14 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે.

રાંચીમાં વાવાઝોડાએ કર્યું ભારે નુક્શાન

રાંચીમાં વાવાઝોડાએ કર્યું ભારે નુક્શાન

રાંચીમાં મંગળવારે આવેલ વાવાઝાડાએ શહેરમાં ભારે તબાહી મચાવી. ત્યારે ઝાડ પડી જતા એક વાનનો કચૂંબર બની ગયો હતો.

રાષ્ટ્રપતિએ નર્સિંગ કર્મચારીઓને કર્યા સન્માનિત

રાષ્ટ્રપતિએ નર્સિંગ કર્મચારીઓને કર્યા સન્માનિત

મંગળવારે, દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નર્સીંગ કર્મચારીઓને નેશનલ ફ્લોરેંસ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા.

હૈદરાબાદમાં ત્રણ સિંહના બચ્ચા આકર્ષણનું કેન્દ્ર

હૈદરાબાદમાં ત્રણ સિંહના બચ્ચા આકર્ષણનું કેન્દ્ર

હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજિકલ પાર્કમાં સિંહ દંપતિના ત્રણ બચ્ચાઓએ લોકોમાં જગાડ્યું ભારે આકર્ષણ.

કોઇમ્બતૂરમાં પકડાયો 15 ફૂટ લાંબો કિંગ કોબ્રા

કોઇમ્બતૂરમાં વન વિભાગના અધિકારીઓએ બચાવ્યો એક 15 ફૂટ લાંબા કિંગ ક્રોબાને. જેને ત્યારબાદ આંતરિયાળ જંગલમાં છોડી મૂકવામાં આવ્યો.

English summary
13 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X