ઉત્તરાંખંડની ભાગીરથી નદીમાં બસ ખાબકી; 13 રશિયન પર્યટકો મોતના મોત

દહેરાદૂન, 10 જૂન : આજે ઉત્તરાખંડમાં આવેલા ગંગોત્રીમાં રશિયન પર્યટકોને ફેરવી રહેલી એક બસ હર્ષિલથી બે કિલોમીટર દૂર વહેતી ભાગીરથી નદીમાં ખાબકી હતી. જેના પરિણામે 13 રશિયન પર્યટકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ દુર્ઘટના ગઇ કાલે હિમાચલ પ્રદેશમાં લારજી હાઇડ્રોપાવર પ્લાન્ટના વહીવટકર્તાઓની બેદરકારીને કારણે ડૂબી ગયેલા 24 વિદ્યાર્થીઓની ઘટનાના બીજા જ દિવસે બનતા વધારે આધાતકારક છે.

uttarakhand

આ ઘટના આજે બપોરના સમયે ઘટી હતી. ઘટનાની જાણ થતા જ બચાવદળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અંગે વધુ વિગતો મળી શકી નથી.

ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મના પુરાણ ગ્રંથોમાં ગંગાને પવિત્ર નદી માનવામાં આને છે. તેના બે ફાંટા પૈકી એકને ભાગીરથી કહેવામાં આવે છે. ગયા વર્ષે જૂનમાં ભારે વરસાદને પગલે કેદારનાથ વિસ્તારમાંથી વહેતી ભાગીરથી નદીમાં પૂર આવ્યા હતા. આ દુર્ઘટનામાં 10,000થી વધારે લોકો માર્યા ગયા હતા. હજારો ઘવાયા હતા અને લાખો રૂપિયાની સંપત્તિ અને પશુધનને નુકસાન પહોંચ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X