For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉ હર્ષવર્ધને 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી, 14 કરોડથી વધુ ડોઝની સપ્લાઈ થઈ

હર્ષવર્ધને 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી, 14 કરોડથી વધુ ડોઝની સપ્લાઈ થઈ

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે કેટલાય રાજ્યોમાંથી વેક્સીનની કમીનો મામલો સામે આવ્યો હતો. આ રાજ્યોની સરકારોએ કેન્દ્ર પાસે વેક્સીનની માંગ પણ કરી હતી, જે બાદ કેન્દ્ર સરકારે શનિવારે વેક્સીનની 14 કરોડ 15 લાખ ડોઝની સપ્લાઈ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને આ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે દેશમાં વેક્સીનની કમી નથી થઈ. આ જાણકારી આપતા પહેલાં હર્ષવર્ધને 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા વાત કરી હતી.

dr harshvardhan

વેક્સીનની કમી નથીઃ ડૉ હર્ષવર્ધન

ડૉક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે હાલ રાજ્યો પાસે 1 કરોડ 58 લાખ ડોઝ છે અને સપ્લાઈ અંદર વેક્સીનની 1,16,84,000 ડોઝ છે તો એવામાં વેક્સીનની કમી દેશમાં નથી. ડૉક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે રાજ્યોમાં વેસ્ટેજને મિલાવી બધા રાજ્યોએ લગભગ 12,57,18,000 વેક્સીનના ડોઝનો ઉપયોગ કર્યો છે.

12 કરોડથી વધુ લોકોએ વેક્સીન લીધી

સ્વાસ્થ્ય મંત્રીએ આ દરમ્યાન જણાવ્યું કેૈ 16 એપ્રિલ સુધી દેશમાં 12 કરોડ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 91 લાખ એવા સ્વાસ્થ્ય કર્મચારીઓ છે જેમણે પહેલો ડોઝ લીધો હતો. આ ઉપરાંત 1 કરોડ 6 લાખ ફ્રંટલાઈન વર્કરને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

કોરોના મહામારીની ભયાનક સ્થિતિને જોતા પ્રિંયકા ગાંધીએ જનતાને કરી અપીલ, કહ્યુ - આ જંગ જીતવાની જ છેકોરોના મહામારીની ભયાનક સ્થિતિને જોતા પ્રિંયકા ગાંધીએ જનતાને કરી અપીલ, કહ્યુ - આ જંગ જીતવાની જ છે

દેશમાં આટલા વિશાળ પાયે રસીકરણ થવા છતાં પણ કોરોનાના નવા કેસના આંકડાઓએ સરકારની ચિંતા વધારી છે. પાછલા 24 કલાકમાં કોરોનાના નવા આંકડા 2 લાખ 34 હજાર હતા અને 1341 દર્દીનાં મોત થયાં છે.

English summary
14 crore doses of corona vaccine supplied to states says Dr. Harshvardhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X