For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગવત કથામાં કંસ વધ બતાવવા માટે અસલી ગોળી ચાલી, એકનું મૌત

ઉત્તરપ્રદેશના ઇટામાં એક ધાર્મિક કાર્યક્રમમાં અસલી ગોળી ચાલી ગઈ, જેને કારણે એક યુવકની મૌત પણ થઇ

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના ઇટામાં એક ધાર્મિક કાર્યક્રમમાં અસલી ગોળી ચાલી ગઈ, જેને કારણે એક યુવકની મૌત પણ થઇ. ઇટામાં રવિવારે ભાગવત કથામાં કંસ વધ બતાવવામાં આવી રહ્યો હતો. આ નાટકમાં કંસની મૌતનો સીન બતાવવા માટે અસલી ગોળી ચલાવવામાં આવી. તેમાંથી એક ગોળી ત્યાં બેઠલા 14 વર્ષના યુવકની છાતીમાં વાગી. યુવકને તરત નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસના આદેશ આપી દીધા છે.

gun shot

ઇટાના ભદુયા મઠ ગામમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન કંસ વધનો સીન બતાવવામાં આવી રહ્યો હતો, જ્યાં ત્યાં અસલી ગોળીઓ ચાલી ગઈ. મંદિર નજીક જ્યાં કથાનું આયોજન થઇ રહ્યું હતું. ત્યાં ઝાડ પર કંસનું પૂતળું લગાવવામાં આવ્યું હતું. કંસના પૂતળાને મારવા માટે લોકોએ ગોળીઓ ચલાવી, જેમાંથી એક ગોળી 14 વર્ષમાં યુવકને વાગી. આ યુવક ત્યાં કથા જોવા માટે આવ્યો હતો.

આ પણ વાંચો: યુપી: પિતાએ પોતાની ત્રણે દીકરીઓની નિર્દયતાપૂર્વક હત્યા કરી

યુવકને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આ મામલે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે. ઉત્તરપ્રદેશ સમારોહમાં અસલી ફાયરિંગને કારણે મૌત થવાનો આ પહેલી કેસ નથી. દર વર્ષે રાજ્યમાં આ પ્રકારે ગોળી ચાલવાને કારણે ઘણા માસૂમ જીવ ગુમાવી ચુક્યા છે.

આ પણ વાંચો: અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ પર યોગી સરકાર બેન લગાવી શકે છે

English summary
14-Year-Old Boy Died After Accidentally Being Shot During A Religious Ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X