ગેંગરેપ વખતે કિશોરીનુ મોત થઈ ગયુ તો પણ રેપ કરતા રહ્યા 5 સગીર, કોરોના સંક્રમિત હતી બાળકી
સાહિબગંજઃ ઝારખંડના સાહિબગંજ જિલ્લાના રાંગા પોલિસ સ્ટેશન વિસ્તારના લખીપુર ગામમાં 14 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની પુષ્ટિ પોલિસે કરી છે. આ કેસમાં પકડાયેલા ગામના ચાર સગીરોએ પોલિસ સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર દુષ્કર્મ બાદ બાળકીનુ ગળુ દબાવાથી મોત થયુ છે. તે કોરોના સંક્રમિત પણ હતી.

આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યુ
સાથે જ પૂછપરછમાં જણાવ્યુ કે ગેંગરેપ બાદ આરોપીઓએ શબને લઈ જઈને તેના જ ઘરના છજ્જા પાસે રાખી દીધુ હતુ. એસપી અનુરંજને કિસ્પોટ્ટાએ બુધવારે સાહિબગંજમાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે ઘટના અંગે પોલિસે હત્યાનો કેસ પહેલા જ નોંધી લીધો હતો. વળી, હવે આમાં દુષ્કર્મની કલમ પણ ઉમેરવામાં આવશે.

5 સગીરોએ બાળકી પર કર્યો ગેંગરેપ
પૂછપરછ બાદ પોલિસે ચારેને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ હાજર કર્યા જ્યાં તેમણે દુમકા સ્થિત રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવ્યા. ચાર સગીરોને પોલિસે ઘટનાના બે દિવસ બાદ સોમવારની રાતે જ પકડી લીધા હતા. બુધવારે મોડી સાંજે ઘટનામાં શામેલ પાંચમો આરોપી પણ પોલિસે પકડી લીધો છે.

બહેનપણી સાથે ઘરે જઈ રહી હતી બાળકી
એસપીએ જણાવ્યુ કે લખીપુર ગામની બે બાળકીઓ સાત ઓક્ટોબરે બહેનપણીઓ સાથે ફરવા ગઈ હતી. નવ ઓક્ટોબરે બંને બાળકીઓ ઘરે પાછી આવી રહી હતી. એ વખતે તેમના જ ગામના ચાર-પાંચ કિશોરોએ તેમની ઘેરી લીધી અને બળજબરી કરવા લાગ્યા. એક બાળકી ભાગવામાં સફળ રહી જ્યારે બીજી બાળકી સાથે આરોપીઓએ ગેંગરેપ કર્યો.

કોરોના સંક્રમિત નીકળી મૃતક
પીડિતાના મોત બાદ આરોપીઓએ શબને લઈ જઈને તેના ઘરના છજા પાસે મૂકી દીધુ. પીડિતાના પરિવારજનોએ રીતિ-રિવાજ મુજબ શબને દફનાવી દીધુ. બાદમાં શબને કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે પીએમસીએચ ધનબાદ મોકલવામાં આવ્યુ. પીડિતાના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે.
હરિયાણાઃ દોઢ વર્ષ સુધી પતિએ પત્નીને શૌચાલયમાં રાખી કેદ