Corona cases in India: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,510 નવા કેસ અને 106 મોત, જાણો આંકડા
નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 15,510 નવા કેસ સામે આવ્યા છે અને 106 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવાર (એક માર્ચ) સવારે આઠ વાગ્યુ સુધીના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 15,510 નવા કેસ આવ્યા બાદ કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,10,96,731 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 106 મોત બાદ કુલ મોતની સંખ્યા 1,57,157 થઈ ગઈ છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 1,68,627 છે અને ડિસ્ચાર્જ થયેલ કેસોની સંખ્યા 1.07,86,457 છે. વળી, રવિવારે કોરોનાના 16,752 નવા કેસ સામે આવ્યા હતા જે છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ હતા. આ પહેલા 29 જાન્યુઆરીએ કોરોના સંક્રમણના 18,855 નવા કેસ સામે આવ્યા હતા.

સંક્રમણથી મુક્ત થવાનો દર 97.10 ટકા
આંકડાઓ મુજબ કોરોનાનો ઈલાજ કરાવી રહેલ દર્દીઓની સંખ્યા વધીને 1,68,627 થઈ ગઈ છે જે કુલ કેસોના 1.58 ટકા છે. વળી, દેશમાં અત્યાર સુધી કુલ 1,07,86,457 દર્દી કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે. લોકોના સંક્રમણથી મુક્ત થવાનો દર 97.10 ટકા છે. કોરોના વાયરસથી દેશમાં મૃત્યુ દર 1.42 ટકા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી જે લોકોના મોત થયા તેમાંથી 70 ટકાથ વધુ દર્દીઓને અન્ય બિમારીઓ પણ હતી.

વેક્સીનેશન રાઉન્ડ-2ની શરૂઆત આજથી
દેશભરમાં આજથી કોરોના વાયરસ વેક્સીનેશન રાઉન્ડ-2ની શરૂઆત થઈ છે. કોરોના રસીકરણ અભિયાનના બીજા તબક્કાના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્લી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ)માં કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો. પીએમ નરેન્દ્ર મોદીને પુડુચેરીના રહેવાસી સિસ્ટર પી નિવેદાએ ભારત બાયોટેકની કોવેક્સીન રસીનો પહેલો ડોઝ મૂક્યો છે. પીએમ મોદીએ ટવિટ કરીને આની માહિતી આપી છે.

પીએમ મોદીએ આજે મૂકાવી કોરોના વેક્સીન
પીએમ મોદીએ કોરોના વેક્સીન મૂકાવ્યા બાદ ટ્વિટ કરીને કહ્યુ કે, 'એઈમ્સમાં કોવિડ-19 વેક્સનીનો પહેલો ડોઝ મે લઈ લીધો છે. કોરોના વાયરસ સામે વૈશ્વિક લડાઈને મજબૂતી આપવામાં જે તેજીથી આપણા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ કામ કર્યુ છે તે ઉલ્લેખનીય છે. હું એ બધા લોકોને વેક્સીન લગાવવાની અપીલ કરુ છુ જે વેક્સીન લેવા માટે યોગ્ય છે. આવો, સાથે મળીને ભારતે કોવિડ-19થી મુક્ત બનાવીએ.'