વારાણસીની ઓળખમાં છૂપાયેલા છે મોદીના 15 મોટા પડકારો

Google Oneindia Gujarati News

(અન્નુ મિશ્રા): ગંગાના દક્ષિણ છેડે સ્થિત વારાણસી એક ઐતિહાસિક શહેર છે. હાલના દિવસોમાં અહી ચૂંટણીની લહેર છે અને આ લહેરની વચ્ચે ચોકમાં, ચાની દુકાનો પર અને ઘરોની અંદર પણ એક જ ચર્ચા થઇ રહી છે, ‘ભાઇ આ વખતે નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યાં છે આપણા વારાણસીમાંથી...'. વારાણસીની મૂળભૂત સમસ્યાઓ અને તેની ઐતિહાસિક વિશેષતાઓ પર એક નજર ફેરવીએ તો નરેન્દ્ર મોદી સામે મોટા પડકારો જોવા મળી રહ્યાં છે. પડકારો એટલા માટે કે વારાણસીના લોકો પ્રેમ કરવામાં ક્યારેય પીછેહઠ નથી કરતા, પરંતુ જો મૂડ ખરાબ હોય તો તે ગાળો ભાંડવાનું પણ નથી ચૂકતા.

વારાણસીને લઇને મોદીની સામે આવનારા પડકારો પર નજર નાંખતા પહેલા એક નજર નાખીએ વારાણસી પર. ભારતની શાન, યુપીની આન અને હિન્દુ ધર્મની જાન વારાણસી ભારતનું સૌથી પ્રાચીન શહેર છે. દેવોની નગરી, સંતોની વાણી અને ગંગાનું પાણી વારાણસીની ઓળખ છે. ઔપચારિક રીતે બનારસ કે પછી કાશીને વારાણસી તરીકે ઓળખવામાં આવે છે. વારાણસી યુપીના પૂર્વીય ભાગમાં સ્થિત છે.

વારાણસી હિન્દુ ધર્મની પવિત્ર નગરી છે. આ શહેરનું અસ્તિત્વ પૌરાણિક કાળથી છે. વારાણસી હિન્દુ નગરી તો છે જ, પરંતુ હાલના દિવસોમાં રાજકારણનું મહત્વપૂર્ણ ગઢ પણ બની ગયું છે. સ્વયં દેશની ધડકન નરેન્દ્ર મોદી અહીથી ચૂંટણી લડી રહ્યાં છે. કંઇક તો વાત છેકે આજે આધુનિક ભારતમાં પણ પ્રાચીન વારાણસી નગરીનો રુતબો જેમનો તેમ બનેલો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ મોદી સામે રહેલા 15 પડકારોને.

પહેલો પડકાર

પહેલો પડકાર

વારાણસી ગંગા તટ પર સ્થિત છે, અહીં 72 ઘાટ છે અને બધાનું અલગ અલગ મહત્વ છે. આ ઘાટોમાં દષાષ્વમેઘ, મણિકર્ણિકા, સિંઘિયા, માનમંદિર, લલિતા તથા અસી ઘાટ સૌથી પ્રસિદ્ધ ઘાટ છે.

પડકારઃ- ગંગા નદીનું પાણી પ્રદૃષિત થઇ રહ્યું છે અને ઘાટ પર બનેલી સીડીઓ જર્જરિત અવસ્થામાં છે, ક્યારેય પણ દુર્ઘટના થઇ શકે છે, તેથી આ ઘાટોનું સૌંદર્યીકરણ કરવું ઘણું જરૂરી છે.
બીજો પડકાર

બીજો પડકાર

બીજી વિશેષતા આ શહેરનું નામ છે, માનવામાં આવે છે કે આ શહેરનું નામ વારાણસી બે પવિત્ર નદી વરુણા અને અસી નદીના નામ પરથી પડ્યું છે.

પડકારઃ- વરુણા નદીની હાલત ઘણી જ ખરાબ છે.

ત્રીજો પડકાર

ત્રીજો પડકાર

આ શહેર માત્ર હિન્દુ ધર્મ માટે જ નહીં પરંતુ જૈન ધર્મ માટે પણ ઘણું જ મહત્વનું છે. મહાત્મા બુદ્ધે પોતાનું પહેલું પ્રવચન નજીકમાં આવેલા સારનાથમાં આપ્યું હતું.

પડકારઃ- બૌદ્ધ મંદિરોની જાળવણી સારી નથી, જ્યારે બિહારના બૌદ્ધ સ્થળ પ્રમુખ પ્રવાસન સ્થળના રૂપમાં વિકસિત થઇ ચૂક્યા છે.

ચોથો પડકાર

ચોથો પડકાર

આ શહેરનો ઉલ્લેખ ઉપનિશદોમાં પણ મળે છે. સ્કન્દ પુરાણ, રામાયણ, મહાભારત વિગેરે ધાર્મિક ગ્રંથોમાં આ શહેરનો ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે બનારસ અથવા કાશી નગરીની સ્થાપના સ્વયં શિવજીએ કરી હતી.

પડકારઃ- કાશી વિશ્વનાથ મંદિરની આસપાસના વિસ્તારો વિકસિત નથી અને ત્યાં ગંદકી પણ ઘણી રહે છે.

પાંચમો પડકાર

પાંચમો પડકાર

આ શહેરમાં મહર્ષિ અગસ્ત્ય, ઘનવંતરિ, ગૌતમ બુદ્ધ, સંત કબીર, લક્ષ્મીબાઇ, પાણિની, પતાંજલિ, સંત રૈદાસ, સ્વામી રામાનંદાચાર્ય, શંકરાચાર્ય, ગોસ્વામી તુલસીદાસ, મહર્ષિ વેદવ્યાસ અને વલ્લભાચાર્ય જેવી વિભૂતિઓનો જન્મ અને વાસ થતો રહ્યો.

પડકારઃ- તેમના નામ પર બનેલા પાર્કની હાલત ઘણી જ ખરાબ છે.

છઠ્ઠો પડકાર

છઠ્ઠો પડકાર

ભારતીય શાસ્ત્રી સંગિતનો અને વરાણસીના ઘરાણાનો આરંભ અહીથી જ થયો. આ શહેરે પંડિત હરિ પ્રસાદ ચૌરસિયા અને ઉસ્તાદ બિસમિલ્લાહ ખાં જેવા રત્નો ભારતને આપ્યા.

પડકારઃ- સંકટ મોચન સંગીત સમારોહમાં લોકોની ભાગીદારી ઓછી રહે છે. તેને વધારવી જરૂરી છે, ત્યારે જ સંગીત રત્નનો જન્મ થશે.

સાતમો પડકાર

સાતમો પડકાર

અતિ પ્રાચીન યુગમાં ચાંદીનો વ્યાપાર અહીથી શરૂ થયો . અહી ચંદ્રવંશનો ઉદય થયો. પ્રાચીન કાળથી મહાજનપદ યુગ સુથી કાશીની ભૂમિકા મહત્વની રહી. 17મી સદીમાં તેને સ્વતંત્ર રાજ્યના રૂપમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું.

પડકારઃ- વ્યાપારના મામલે આ શહેર નિરંતર પાછળ જઇ રહ્યું છે.

આઠમો પડકાર

આઠમો પડકાર

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ, સેન્ટર સ્કૂલ ઓફ હાયર ટિબેટિયન સ્ટડીઝ અને સંપૂર્ણાનદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અહીના પ્રમુખ ઉચ્ચ શિક્ષા કેન્દ્રો છે.

પડકારઃ- બીએચયુ સિવાય બાકી સંસ્થાનોમાં સારા પાઠ્યક્રમો નહીં હોવાના કારણે પરફોર્મન્સ નીચે જઇ રહ્યું છે. શિક્ષકોની અછત છે અને પ્રોફેશનલ કોર્સ પણ નથી.

નવમો પડકાર

નવમો પડકાર

પ્રવાસનની દ્રષ્ટિએ વારાણસી ભારતનું મહત્વપૂર્ણ સ્થળ છે. એક તીર્થ સ્થળના રૂપમાં અહી પ્રવાસન ઉદ્યોગ વિસ્તરી રહ્યો છે.

પડકારઃ- પ્રવાસનને વધારો આપવા માટે સરકાર ઉદાસિન છે.

દસમો પડકાર

દસમો પડકાર

કાશી વિશ્વનાથ મંદિર, અન્નપૂર્ણા મંદિર, દુઢિરાજ ગણેશ, કાલભૈરવ મંદિર, દુર્ગાજી મંદિર, સંકટમોચન, નવું વિશ્વનાથ મંદિર, ભારતમાતા મંદિર, સંકટદેવી મંદિર વારાણસીના પ્રમુખ મંદિર છે, આ ઉપરાંત અનેક નાના મોટા મંદિર છે.

પડકારઃ- આ શહેરમાં એકથી એક ચઢિયાતા મહત્વપૂર્ણ મંદિર છે, પરંતુ ત્યાં સુધી પહોંચવું કઠીણ છે, કારણ કે રસ્તાઓની હાલત ખરાબ છે. જર્જરિત માર્ગ હોવાના કારણે પ્રવાસી એકાદ મંદિરની જ મુલાકાત લઇ રહ્યાં છે.

અગ્યારમો પડકાર

અગ્યારમો પડકાર

બનારસી સાડી અને બનારસી પાન અંગે તો આપણે સાંભળ્યું જ છે. આજ તેનું પ્રચલન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે.

પડકારઃ- મોદી ગુજરાતના સુરતની સાડીઓને બઢાવો આપશે કે બનારસી સાડીને?

બારમો પડકાર

બારમો પડકાર

આજે પણ વારાણસીના સાંકડા રસ્તાઓ અને મકાનોની રૂપરેખા તેની પ્રાચીનતાનો અનુભવ કરાવે છે.

પડકારઃ- રસ્તાઓની હાલત એવી છેકે વરસાદના દિવસોમાં ચાલવું મુશ્કેલ બની જાય છે. જામ થવામાં થોડીક પણ વાર નથી લાગતી.

તેરમો પડકાર

તેરમો પડકાર

વારાણસીના રામનગરની રામલીલા આખા દેશમાં પ્રચલિત છે. દૂરદૂર સુધી લોકો ખાસ તેને જોવા માટે આવે છે.

પડકારઃ- રામલીલા આયોજિત કરનારાઓને આર્થિક સહયોગ નથી મળતો, જેના કારણે શંકા રહે છેકે આગળ જતા તે ચાલું રહેશે કે નહીં. તેમાં સરકારના સહયોગની જરૂર છે.

14મો પડકાર

14મો પડકાર

અહીના મુખ્ય ઉદ્યોગ બનારસી રેશમ સાડી કપડાં ઉદ્યોગ અને કાલીન ઉદ્યોગ છે. આ ઉપરાંત બનારસી પાનનો ઉદ્યોગ પણ વ્યાપક છે.

પડકારઃ- કાલીનનું સારું માર્કેટિંગ નહીં હોવાના કારણે વણકરોને જોઇએ તેવા ભાવ મળતા નથી.

15મો પડકાર

15મો પડકાર

વારાણસી ઉત્તર પ્રદેશનું સૌથી મોટુ એજ્યુકેશનલ હબ છે.

પડકારઃ- સૌથી મોટો પડકાર છે શહેરને કોર્પોરેટ હબ બનાવવાનો. કારણ કે જ્યાં સુધી શહેરનો વિકાસ નહીં થાય, ત્યાં સુધી કોઇ કંપની અહી રોકાણ નહીં કરે, પછી મોદી સાંસદ હોય કે પછી અન્ય કોઇ.

English summary
Here are the 15 challenges for BJP's PM candidate and contestant from Kashi Narendra Modi which are directly related to sole of Varanasi in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X