ફર્રુખાબાદઃ બાળકોને બંદી બનાવનાર બદમાશ ઠાર મરાયો
ફર્રુખાબાદઃ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદના મોહમ્મદાબાદ વિસ્તારમાં ગુરુવારે હડકંપ મચી ગયો જ્યારે એક અપરાધીએ 20 બાળકો અને મહિલાઓને પોતાના ઘરમાં બંધક બનાવી લીધા હતા. ઘટનાની જાણકારી મળતા જ ઘટના સ્થળે પોલીસ અને સુરક્ષાબળની ટીમ પહોંચી અને આરોપીના ચંગુલથી બાળકોને આઝાદ કરાવવાનું ઓપરેશન શરૂ કર્યું. ઘણીવાર સુધી ચાલેલ આ ઓપરેશનમાં આખરે સુરક્ષાબળોને સફળતા મળી અને બંધક બનાવનાર શખ્સને ઠાર માર્યો.
ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ સચિવ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું કે બાળકોને બંધક બનાવી રાખનાર વ્યક્તિને એક ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યો છે અને તમામ બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આ્યા છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યૂપી પોલીસ અને તેની ટીમ માટે 10 લાખ રૂપિયાનું પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે જેમણે આ અભિયાનને સફળતાપૂર્વક અંજામ આપ્યો. ઓપરેશનમાં ભાગ લેનાર તમામ કર્મીઓને પ્રશંસા પત્ર આપવામાં આવશે.
જણાવી દઈએ કે બદમાશે પોલીસ પર ફાયરિંગ કર્યું અને હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત 4 લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફર્રુખાબાદ ઘટનાની જાણકારી થયા બાદ તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ચીફ સેકી, પ્રિન્સિપલ સેકી (હોમ), ડીજીપી, એડીજીપી લૉ એન્ડ ઓર્ડર હાજર હતા.
ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ સચિવ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું કે બાળકોને બંધક બનાવી રાખનાર વ્યક્તિને ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યો છે અને તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
Coronavirus: કેરળમાં સામે આવ્યો કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ, વુહાનથી પાછો આવ્યો છે છાત્ર