કોરોના મહામારી વચ્ચે આજે NEET ની પરીક્ષા, ગાઈડલાઈન જાણી લો
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વચ્ચે આજે આખા દેશમાં મેડિકલ અભ્યાસક્રમમાં પ્રેશ માટે રાષટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા એટલે કે NEET નું આયોજન કરવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખી કોરોના વાયરસ પ્રતિબંધો સાથે પરિવહનમાં પણ ઢીલ આપવામાં આવી છે, જણાવી દઈએ કે આ વખતે નીટ એક્ઝામ માટે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, નીટ 2020 એન્ટ્રાન્સની પરીક્ષા 2 શિફ્ટમાં લેવાશે, પહેલી શિફ્ટની પરીક્ષા સવારે 11 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી જ્યારે બીજી શિફ્ટની પરીક્ષા બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે.
પરીક્ષા હપેલા શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે ટ્વીટ કરી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી છે, તેમણે મહામારીને ધ્યાનમાં રાખી સુરક્ષા પ્રોટોકોલના આયોજન માટે રાજ્યોનો પણ આભાર માન્યો છે, તેમણે ટ્વીટ કર્યું કે તમામ રાજ્ય સરકારો દ્વારા ભારત સરકાર દ્વારા જાહેર સ્વાસ્થ્ય દિશા નિર્દેશોનું અનુપાલન કરતા સમુચિત ઈંતેજામ સાથે ઠોસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, આના માટે તમામ રાજ્યોનો આભાર વ્યક્ત કરું છું. NEET પરીક્ષાના તમામ અભ્યાર્થીઓને ફરીથી મારા અગ્રિમ શુભકામના.
આ ગાઈડલાઈન છે
- પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રમાં જવા માટે માસ્ક અને ગ્લવ્ઝ પહેરવાં ફરજીયાત છે.
- પરીક્ષા કેન્દ્રમાં જ્યોમેટ્રી અથવા પેન્સિલ બોક્સ, હેન્ડબેગ, પર્સ, કોઈપણ પ્રકારનું પેપર, સ્ટેશની પ્રિન્ટેડ અથવા હાથેથી લખેલું મટીરિયલની મંજૂરી નથી.
- લૂઝ અથવા પેક્ડ ખાવાની ચીજો, મોબાઈલ ફોન, માઈક્રોફોન, પેજર, કેલ્ક્યુલેટર, ડૉક્ટૂપેન, સ્લાઈડ રૂલ્સ, લૉગ ટેબલ્સની મંજૂરી નથી.
- કેમેરા, ટેપ રેકોર્ડર, ઈલેક્ટ્રોનિક્સ વૉચ, કેલક્યૂલેટર, મેટૈલિક સામાન અથવા ઈલેક્ટ્રોનિક ગેજેટની મંજૂરી નથી.
- પરીક્ષાર્થીઓને પારંપરિક કપડાં પહેરી સેન્ટર પર જવાની મંજૂરી હશે.
- ઘડિયાળ, બ્રેસલેટ, સન ગ્લાસિસ, અંગૂઠી, નેકલેસની મંજૂરી નથી.
- વાળોની ક્લિપ અને રબર બેંડની મંજૂરી નથી.
- મોટાં બટન વાળાં કપડાં, બૈજ અને ટી શર્ટની મંજૂરી નથી.
- સાડીની અનુમતિ નથી.
- માસ્ક અને છ ફીટના સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને નીટ પરીક્ષા માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે.
- યૂનિવર્સિટી અને પરીક્ષા સંચાલન એકમોએ એક્ઝામ સેન્ટર પર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને માસ્ક અને સેનેટાઈઝર આપવું જરૂરી છે.
Coronavirus: અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે દાખલ કરાયા