For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીલમ તોફાનઃ 15 ખલાસીઓને બચાવાયા, છ લાપતા

|
Google Oneindia Gujarati News

nilam
ચેન્નાઇ, 1 નવેંબરઃદક્ષિણ ભારતમાં 'નીલમ' તોફાનના ચક્રવાતમાં એક ઓઇલ જાહજ ખલાસીઓ સાથે ફસાયું હતું. જેમા 15 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય છ ખલાસીઓ લાપતા છે અને તેમની શોધખોળ ચલાવવામાં આવી રહી હોવાનું ચેન્નાઇ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે.

પીટીઆઇને આપેલી માહિતી અનુસાર નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા ખોવાયેલા છ લોકોની શોધખોળ ચલાવાય રહી છે. દક્ષિણ ચેન્નાઇમાં એલ્લિઓટ બીચ પાસે 'પ્રતિભા કાવેરી' નામનું જહાજ 37 ક્રુ મેમ્બર સાથે હતું ત્યારે તે 'નીલમ' ચક્રવાતમાં ફસાયું હતું.

લાઇફ બોટ તેમને લઇ જઇ રહી હતી ત્યારે એક વ્યક્તિ પાણીમાં પડી ગયો હતો જ્યારે અન્ય 15ને નેવી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ મુંબઇની પ્રતિભા શિપિંગ કંપનીનું છે. તમિલનાડુમાં નિલમે બે લોકોનો ભોગ લીધો હોવાના અહેવાલ છે.

English summary
Fifteen sailors were on Thursday, Nov 1 rescued and a search was on for six other missing crew who were on board an oil tanker that drifted and ran aground off the city coast in high velocity winds before the landfall of cyclone 'Nilam'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X