સેલેરી માંગવા પર 15 વર્ષની છોકરીની હત્યા, લાશના કર્યા 12 ટુકડા
દેશની રાજધાની દિલ્હીમા છેલ્લા ત્રણ વર્ષથી નહીં મળેલી સેલેરી માટે માંગ કરતા 15 વર્ષની યુવતીની હત્યા કરી દેવામાં આવી છે.
દેશની રાજધાની દિલ્હીમા છેલ્લા ત્રણ વર્ષથી નહીં મળેલી સેલેરી માટે માંગ કરતા 15 વર્ષની યુવતીની હત્યા કરી દેવામાં આવી છે. એક બિઝનેસમેનના ઘરે કામ કરી રહેલી આ યુવતીની લાશ 2 અઠવાડિયા પહેલા એક ગટરમાં પડેલી મળી. લાશના ટુકડા કરીને તેને એક પ્લાસ્ટિકની બેગમાં ભરીને ગટરમાં ફેંકી દેવામાં આવી હતી. પોલીસે આ મામલે નાગલોઈ માં મંજીત કાલરા નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે સારી નોકરી આપવાની લાલચ આપીને યુવતીને ઝારખંડ થી દિલ્હી લઈને આવ્યો હતો.

બિઝનેસમેન બધો જ પગાર આપતો હતો, પરંતુ...
Photo Credit: ઇન્ડિયન એક્સપ્રેસ
દિલ્હી પોલીસે 15 વર્ષની યુવતીની હત્યાનો મામલો ઉકેલી નાખ્યો છે. પોલીસને 2 અઠવાડિયા પહેલા એક ગટરમાં યુવતીનું શવ મળ્યું હતું જેના 12 ટુકડા કરવામાં આવ્યા હતા. યુવતીની ઓળખ ઝારખંડ ની સોની કુમારી તરીકે કરવામાં આવી છે, જે બિઝનેસમેનના ઘરે કામ કરતી હતી. છોકરીની સેલેરી 6500 રૂપિયા હતી પરંતુ તેને એક રૂપિયો પણ આપવામાં આવ્યો ના હતો. બિઝનેસમેન તેને સમયસર પગાર આપતો હતો પરંતુ તેનો બધો જ પગાર તેને દિલ્હી લઈને આવનાર લોકો હડપી લેતા હતા.

સારી નોકરી અપાવવાના બહાને તેને દિલ્હી લઇ આવ્યા
છોકરીએ જયારે ત્રણ વર્ષ પછી પૈસાની માંગ કરી ત્યારે તેને હત્યા કરી દેવામાં આવી. પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ પણ કરી છે જેમાં એક મહિલા પણ શામિલ છે. પોલીસે જણાવ્યું કે આ લોકો છોકરીઓને સારી નોકરી નું કહીને દિલ્હી લાવે છે અને પછી તેમને નોકરાણી નું કામ આપે છે.

12 ટુકડાઓમાં લાશ કાપી
પોલીસે જણાવ્યું કે છોકરીના આરોપી પાસે 2 લાખ કરતા પણ વધારે પૈસા નીકળતા હતા. જયારે તેને પોતાના પૈસા માંગ્યા અને કહ્યું કે તેને ઘરે જવું છે ત્યારે આરોપીઓ ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે છોકરી પોલીસ પાસે પણ જઈ શકે છે. 3 મેં દરમિયાન આરોપીઓ તેને ઘરે મોકલવાના બહાને લઈને આવ્યા. ત્યારપછી તેના માથા અને ગળા પર હુમલો કર્યો. તેની લાશના ટુકડા કરીને તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને ગટરમાં ફેંકી આવ્યા.

2500 ઘરો શોધ્યા પછી આરોપીની ધરપકડ થયી
પોલીસે લગભગ 2500 ઘરો શોધ્યા ત્યારે આ આરોપીઓ તેમના હાથે લાગ્યા. પોલીસે આરોપીઓને પકડવા માટે એક ટીમ ઝારખંડ પણ મોકલી જ્યાંથી કાકેટની ધરપકડ કરવામાં આવી.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
