For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામપુરમાં દરરોજ 150 કુતરાઓની યોજાઇ છે મિટિંગ !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, (નવીન નિગમ): શું તમને ખબર છે, રામપુરમાં એક જગ્યા એવી છે જ્યાં દરરોજ સવારે 150 કુતરાઓ મળે છે અને મીટિંગ યોજે છે. તમે જરૂરથી ચોંકી ઉઠ્યા હશો. પરંતુ તમે ઉત્તર પ્રદેશ સરકારનું માનો તો આ સાચી વાત છે કારણ કે આ વાતની પુષ્ટિ કોઇ સામાન્ય માણસે નહી પરંતુ રાજ્યના સંસદીય કાર્ય મંત્રી આજમ ખાંએ કહી છે.

વિધાનસભામાં આજમ ખાંએ આમ કહીને બધાને ચોંકાવી દિધા હતા કે રામપુરની ગ્રામ નગલિયા નજીક લગભગ 150 એક જગ્યાએ ભેગા થાય છે અને તે રીતસર મીટિંગ યોજી આસપાસના વિસ્તારમાં ફેલાઇ જાય છે તથા લોકોને પોતાનો નિશાનો બનાવે છે.

dog

જો કે પ્રશ્નકાળ દરમિયાન આ વાત બાલ યૌન શોષણ તથા દુરાચારને લઇને ચાલી રહી હતી. આ દરમિયાન બસપા સદસ્ય નીરજ મોર્યએ આ અપરાધો તથા અન્ય પ્રકરણોમાં પીડિતને આર્થિક મદદ કરવા સંબંધમાં આજમ ખાં એ સવાલ કર્યો હતો. આજમ ખાંને મુદ્દાને કુતરાઓ તરફ ધ્યાન ખેંચી લીધું. આ મુદ્દે સંસદીય કાર્ય મંત્રીએ એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે નગલિયા ગામમાં એક જગ્યાએ લગભગ 150 કુતરાઓની મિટિંગ યોજાઇ છે. થોડા દિવસો પહેલાં સ્કૂલ જઇ રહેલા નવ વર્ષની એક છોકરીને કુતરાઓને ઝપેટમાં લીધી અને તેને એટલી ચુંથી નાખી કે તેનું મોત નિપજ્યું.

તેમને કહ્યું હતું કે આ મુદ્દે સરકારે પીડિત પરિવારને આર્થિક મદદ પુરી પાડી. બીજી તરફ રખડતાં કુતરાઓ અવાર નવાર લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. તેમને કટાક્ષમાં કહ્યું હતું કે હવે જો કુતરાઓને પકડવામાં આવે તો મેનકા ગાંધી નારાજ થઇ જશે, પરંતુ સરકાર આ દિશામાં કામ કરી રહી છે.

English summary
Do you know everyday around 150 dogs meets in Rampur. This statement has given by Uttar Pradesh minister Azam Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X