• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંધની ઇચ્છા રામ ભક્ત જ બને દેશના વડાપ્રધાન

|

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાનની ખુરશી પર બેસાડવા માટે હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ કમર કસી લીધી છે. સંઘના વરિષ્ઠ નેતા અશોક સિંઘલે નરેન્દ્ર મોદીની ઉમેદવારી પ્રત્યે પોતાના સમર્થનનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું કે આ પદ માટે સૌથી મજબૂત ઉમેદવાર છે. સંઘે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા માટે ચૂંટણી પ્રચારનું બીડું ઝડપ્યું છે. લોકસભાની ચૂંટણી દરમિયાન સમર્થન મેળવવા માટે 15,000 સંત આખા દેશમાં યાત્રા કરશે.

સિંઘલનું માનીએ તો નરેન્દ્ર મોદી એકમાત્ર એકમાત્ર એવા નેતા છે જે આતંકવાદ સામે લડી શકે છે. તેમને કહ્યું હતું કે તે જ દેશની રક્ષા કરી શકે છે. તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે 15,000થી વધુ સંતોએ સહમતિથી રાષ્ટ્રહિતમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાને લઇને સમર્થન કર્યું છે.

તેમને કહ્યું હતું કે સંધનું કોઇ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી. પરંતુ સંઘ ઇચ્છે છે કે રામ-ભક્ત સંસદ પહોંચે. તેમને કોંગ્રેસ પર મુસ્લિમ કટ્ટરપંથીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો.

સંઘ ચૂંટણીની રણનિતી પર મંથન કરશે

સંઘ ચૂંટણીની રણનિતી પર મંથન કરશે

લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપની જીત પાકી કરવા માટે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે આરએસએસ પ્રથમ ખુલીને સામે આવ્યું છે. સંધ પ્રમુખ મોહન ભાગવત ગુરૂવારે પદાધિકારી અને પ્રચારકોની હાજરીમાં ચૂંટણીની રણનિતી પર મંથન કરશે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની 40 સીટો પર સંઘ કાર્યકર્તાઓની જમાવટને લઇને જીતની ગેરન્ટીવાળા ઉમેદવારોને લઇને વિચાર-વિમર્શ કરશે.

પાંચ દિવસની ભોપાલ યાત્રા મુખ્ય એજન્ડા

પાંચ દિવસની ભોપાલ યાત્રા મુખ્ય એજન્ડા

દેશના ચૂંટણી ઇતિહાસમાં આ અવસર છે જ્યારે આરએસએસે ખુલીને ભાજપની ચૂંટણીની તૈયારીઓ અને વ્યવસ્થાઓમાં દરમિયાનગિરી કરી પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. ચૂંટણીની ગતિવિધીઓ વચ્ચે બુધવારે મોડી રાત્રે ભોપાલ પહોંચેલા સંઘ પ્રમુખ ભાગવતની પાંચ દિવસની ભોપાલ યાત્રાને મુખ્ય એજન્ડા માનવામાં આવે છે.

સંઘ તથા ભાજપના નેતાઓની બેઠક

સંઘ તથા ભાજપના નેતાઓની બેઠક

ગુરૂવારે સવારે આઠ વાગે એલએનસીટી એન્જિનિયરીંગ કોલેજ પરિસરમાં સંઘ તથા ભાજપના નેતાઓની સમન્વય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક દિવસભર ચાલશે.

શિવરાજ સિંહ સાથે મોહન ભાગવત મુલાકાત કરશે

શિવરાજ સિંહ સાથે મોહન ભાગવત મુલાકાત કરશે

આ ખાસ બેઠકમાં મધ્ય પ્રદેશ-છત્તીસગઢના ચારેય પ્રાંત માલવા, મધ્યભારત, મહાકૌશલ અને છત્તીસગઢના પ્રાંત તથા સહ પ્રચારક, સ્થાનિક પ્રચારક, સહ ક્ષેત્ર પ્રચારક, પ્રદેશ ભાજપ અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર, સંગઠન મહામંત્રી અરવિંદ મેનન અને પાર્ટીના મુખ્ય પદાધિકારીઓ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ માટે પણ અલગ સમય નક્કી કર્યો છે.

સંઘ-ભાજપના દિગ્ગજો આવશે

સંઘ-ભાજપના દિગ્ગજો આવશે

મોહન ભાગવતની સાથે આ મહત્વપૂર્ણ બેઠકમાં સર કાર્યવાહ ભૈયાજી જોશી, સહ સર કાર્યવાહ સુરેશ સોની, સહ સંપર્ક પ્રમુખ રામ માધવ ઉપરાંત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા, રાજસ્થાનના પ્રભારી કેપ્ટન સિંહ, સાંસદ અનિલ દવે તથા રાકેશ સિંહ સહિત અનેક પ્રચારક હાજર રહેશે. સમન્વય બેઠકમાં ચૂંટણીને ધ્યાનમાં રાખતાં સંગઠન દ્વાર કરાવવામાં આવેલા ચૂંટણીના સર્વે અને સંઘના પોતાના ફિટબેક પર ચર્ચા કરવામાં આવશે. ચારેય પ્રાંતોમાં સક્રિય સંઘના વિભિન્ન આનુષાંગિક સંગઠનોના પ્રમુખ પદાધિકારીઓ પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે.

સંચલન સાથે શક્તિ સંવાદ

સંચલન સાથે શક્તિ સંવાદ

શરૂઆતના ત્રણ દિવસ 20 થી 22 ફેબ્રુઆરી સુધી સંઘ પ્રમુખ સાથે વિભિન્ન મુદ્દાઓ પર સતત બેઠકોનું આયોજન કરી રહ્યાં છે. 23 ફેબ્રુઆરીના રોજ સંઘ કાર્યકર્તાઓની ગુણવત્તા પથ સંચલનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સંચલન છ નવેમ્બર શિવાજીનગરથી લિંક રોડ નંબર એકથી થઇને ટીટી નગર સ્થિર દશેર મેદાન પહોંચશે. સર સંઘ ચાલક ભાગવત આ પથ સંચલનનું શિવાજી સ્ટેચ્યૂ ચોકથી નિરીક્ષણ કરશે. ત્યારબાદ દશેરા મેદાનમાં સંઘ કાર્યકર્તાઓને બૌદ્ધિક આપશે. તે દિવસે જ સાંજે સમાજના વિભિન્ન વિસ્તારોમાં કાર્યરત મહિલાઓની સાથે ભાગવતની બેઠક રાખવામાં આવી છે. આ કાર્યક્રમને સંઘે શક્તિ સંવાદ નામ આપ્યું છે જેમાં પસંદગીની મહિલા સમાજસેવીઓને આમંત્રિત કરી છે.

ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

અરવિંદ મેનન, ભાજપ સંગઠન મહામંત્રી મધ્ય પ્રદેશે કહ્યું હતું કે ભોપાલમાં સર સંઘ ચાલક મોહન ભાગવતની હાજરીમાં યોજાઇ રહેલી સમન્વય સહિત અન્ય બેઠકોમાં મધ્ય પ્રદેશ-છત્તીસગઢથી ચારેય પ્રાંતના 300થી વધુ મુખ્ય અધિકારીઓ ભાગે લેશે. આ દરમિયાન ચૂંટણી સહિત વિભિન્ન રાષ્ટ્રીય તથા પ્રાદેશિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે.

English summary
Senior Vishwa Hindu Parishad leader Ashok Singhal reiterated his support to Narendra Modi as the Prime Minister, saying 15,000 saints will participate in a campaign to marshal public support for Modi throughout the country during the general election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more