For Quick Alerts
For Daily Alerts
ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 16 હજાર નવા મામલા મળ્યા, 113 લોકોનાં મોત
ભારતમાં પાછલા 24 કલાકની અંદર કોરોનાવાયરસના 16,752 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 11,718 લોકો આ સંક્રમણથી સાજા થયા છે. જ્યારે આ સંક્રમણને કારણે ગત 24 કલાકમાં 113 લોકોનાં મોત થયાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે.
મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડાઓ મુજબ દેશમાં કોરોનાવાયરસના કુલ કેસની સખ્યા વધીને 1 કરોડ 10 લાખ 96 હજાર, 731 થઈ ગઈ છે. જ્યારે દેશમાં અત્યાર સુધી આ સંક્રમણથી મૃતકોની સંખ્યા 1 લાખ 57 હજાર, 51 સુધી પહોંચી ગઈ છે. જ્યારે ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 64 હજાર 511 છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધી 1 કરોડ, 43 લાખ, 1 હજાર 266 સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રંટલાઈન વર્કર્સનું રસિકરણ થઈ ચૂક્યું છે.
અક્ષય કુમારની મુસીબતો વધી, કોર્ટે નોટિસ જાહેર કરી- જાણો મામલો