અલ કાયદા અને ISISની મદદથી હમલાનું ષડયંત્ર કરી રહેલ 16 લોકોની અટકાયત
ચેન્નઈઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ શુક્રવારે 16 લોકોની ધરપકડ કરી છે. આ લોકોને અંસારુલ્લા નામના આતંકી સંગઠન બનાવવાના આરોપમાં પકડવામાં આવ્યા છે. આ લોકો પર દેશના વિવિધ સ્થળોએ આતંકી હુમલા કરવા માટે ફંડ એકઠું કરી રહ્યા હોવાનો આરોપ છે. એનઆઈએ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર પાસે આ લોકોની 10 દિવસ સુધીની કસ્ટડીમાં લેવાની માંગ કરી હતી. એએનઆઈએ કહ્યું હતું કે આરોપીઓને સબૂતની તપાસ માટે અલગ-અલગ જગ્યાએ લઈ જવાના છે.
આતંકી સંગઠનને આપ્યાં વિવિધ નામ
એએનઆઈએ જજ પી ચિંતૂરપાંદી સમક્ષ દાખલ અરજીમાં કહ્યું હતું કે આરોપીઓની પૂછપરછની જરૂરત છે જેથી માલુમ લગાવી શકાય કે તેમને ક્યાંથી પૈસા મળી રહ્યા છે, ફંડનો ઉપયોગ કેવી રીતે થશે અને આ ફંડને બીજી જગ્યાએ કઈ રીતે મોકલવામાં આવશે. આરોપીઓના વકીલે એએનઆઈની અરજીનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે માત્ર બે લોકોને હસન અલી યૂનુસ મારાઈકાર અને હરીશ મોહમ્મદ, છોડી તમામ આરોપીઓ બીજા દેશમાં કામ કરે છે. તેમને અચાનક જ ભારત પ્રત્યર્પિત કરી દેવામાં આવ્યા અને બાદમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી. આરોપીઓના વકીલ મુજબ તપાસ અધિકારીએ આ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે તેમણે આરોપીને શા માટે કસ્ટડીમાં લીધા. એસપીપીએ કહ્યું કે 16માંથી 7 આરોપીઓ યૂએઈની જેલમાં બંધ હતા અને તેમને 12 જુલાઈએ ભારત મોકલવામાં આવ્યા. જે બાદ બીજા જ દિસે તેમની ધરપકડ કરી લેવામાં આવી.
કોર્ટે જણાવ્યું એક ગંભીર સમસ્યા
એસપીપીએ આગળ કહ્યું કે આ અતિ ગંભીર મામલો છે જેમાં દેશની રક્ષા અને સુરક્ષાનો મામલો સામેલ છે. સાથે જ આ એક એવો કેસ છે જેની તપાસ પહેલા પણ પોલીસ તરફથી કરવામાં આવી ચૂકી છે. જજે કહ્યું કે આોપીઓએ એક સંગઠન તૈયાર કરી લીધું હતું જેને વિવિધ નામ જેવા કે વહાદત-એ-ઈસ્લામી, જરનામ વાહાદત-ઉલ-ઈસ્લામ-અલ-જિહાદિયા, દિહાદી ઈસ્લામિક યૂનિટ અને અંસારુલ્લા આપવામાં આવ્યા હતા. જેમનો ઉદ્દેશ્ય ભારતમાં હિંસા ફેલાવી ઈસ્લામિક કાનૂનની સ્થાપના કરવાની હતી. અભિયોજક પક્ષનું કહેવું હતું કે આ તમામ લોકોને અલ-કાયદા અને આઈએસઆઈએસનું સમર્થન હાંસલ હતું.
BSFમાંથી સસ્પેન્ડ થયેલા જવાન તેજ બહાદૂરની ચૂંટણી અરજી પર પીએમ મોદીને HCની નોટિસ