For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય દિવસ, 16 ડિસેમ્બરઃ ભારત-પાક વચ્ચે થયુ યુદ્ધ, આ રીતે બન્યુ બાંગ્લાદેશ

ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ વિશ્વના ઈતિહાસમાં બાંગ્લાદેશ બનવાની કહાની પણ રસપ્રદ છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ વિશ્વના ઈતિહાસમાં બાંગ્લાદેશ બનવાની કહાની પણ રસપ્રદ છે. ભાગલા બાદ પૂર્વી પાકિસ્તાન અને પશ્ચિમી પાકિસ્તાનનુ નિર્માણ થયુ. એક જ દેશના બે ભાગો વચ્ચે અંતર, ભાષાકીય અંતર સહિત ઘણા બીજા એવા મોટા કારણ રહ્યા જેમણે પૂર્વી પાકિસ્તાનમાં નારાજગીનો માહોલ બનાવવો શરૂ કરી દીધો. પૂર્વી પાકિસ્તાનમાં આંદોલન અને વિરોધ પ્રદર્શન દિવસેને દિવસે વધતા ગયા અને 1971માં એક નવા દેશ બાંગ્લાદેશનો જન્મ થયો.

પાકિસ્તાની સેના અને મુક્તિવાહિની વચ્ચે સંઘર્ષ

પાકિસ્તાની સેના અને મુક્તિવાહિની વચ્ચે સંઘર્ષ

પૂર્વી પાકિસ્તાનાં વિરોધ પ્રદર્શન અને તેમની સાથેના અયોગ્ય વ્યવહારની વાતો ઘણા દિવસથી થઈ રહી હતી પરંતુ બંને ભાગોમાં સૌથી મોટુ અંતર 1970માં પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણી બાદ આવવુ શરૂ થયુ. ચૂંટણીમાં પૂર્વી પાકિસ્તાનની મોટી પાર્ટી આવામી લીગ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી. પાર્ટીએ 160 સીટો જીતી. બીજી તરફ પશ્ચિમી પાકિસ્તાનમાંથી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પાર્ટી પીપીપીએ માત્ર 81 સીટો મેળવી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહયા ખાન અને પીપીપી નહોતા ઈચ્છતા કે પૂર્વી પાકિસ્તાનમાંથી કોઈ પાર્ટીની સરકાર બને.

ત્યારબાદ પૂર્વી પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધની સ્થિતિ શરૂ થઈ ગઈ અને તેણે બાંગ્લાદેશની આઝાદીના રસ્તા ખોલી દીધા. જોતજોતામાં આઝાદીના સંઘર્ષ માટે બાંગ્લાદેશમાં હથિયારબંધ મુક્તિવાહિની સેનાનુ નિર્માણ થઈ ગયુ અને પાકિસ્તાની સેના સાથે તેની લડાઈ શરૂ થઈ ગઈ. ભારતે મુક્તિવાહિની સેનાનુ સમર્થન કર્યુ અને આ રીતે તેર દિવસની લડાઈ બાદ પાકિસ્તાનથી બાંગ્લાદેશ અલગ થયુ.

3 ડિસેમ્બર, 1971થી ભારતીય સૈનિકોએ શરૂ કર્યુ અભિયાન

3 ડિસેમ્બર, 1971થી ભારતીય સૈનિકોએ શરૂ કર્યુ અભિયાન

ભારત પૂર્વમાં સૈન્ય રીતે પૂર્વી પાકિસ્તાનમાં ચાલી રહેલ પ્રદર્શન અને લડાઈથી અલગ હતા. જો કે તેમનો સાથ જરૂર મુક્તિવાહિનીને હતો પરંતુ 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાન તરફથી ભારતીય છાવણીઓ પર હુમલા બાદ ભારતીય સૈનિક ખુલીને આ અભિયાનમા કૂદી પડ્યા. ભારત પૂરી તાકાતથી પાકિસ્તાન સાથે ભિડાઈ ગયુ. પાકિસ્તાન માટે મુશ્કેલી એ હતી કે તેને બે મોરચે લડાઈ કરવી પડતી હતી. એક મોરચો પશ્ચિમી પાકિસ્તાનનો હતો જ્યારે બીજો મોરચો આજના બાંગ્લાદેશનો હતો. મુક્તિવાહિનીએ પૂર્વી પાકિસ્તાનમાં ઘણી જગ્યાઓએ પાકિસ્તાની સૈનિકો પર ઘાત લગાવીને હુમલો કર્યો અને પકડીને ભારતીય સૈનિકોના હવાલે કરતા ગયા. કુલ મળઈને પાકિસ્તાની સેનાનુ મનોબળ તૂટી ગયુ અને છેવટે 16 ડિસેમ્બરે તેમણે સમર્પણ માટે મજબૂર થવુ પડ્યુ.

આ પણ વાંચોઃ ફ્લેશબેક 2019: એરસ્ટ્રાઈકથી લઈને મિશન શક્તિથી સુધીની ઘટનાઓ જેણે વિશ્વમાં ભારતની ધાક વધારીઆ પણ વાંચોઃ ફ્લેશબેક 2019: એરસ્ટ્રાઈકથી લઈને મિશન શક્તિથી સુધીની ઘટનાઓ જેણે વિશ્વમાં ભારતની ધાક વધારી

ઈન્દિરા ગાંધી માર્ચ 1971માં જ કરવા ઈચ્છતા હતા પાકિસ્તાન પર ચડાઈ

ઈન્દિરા ગાંધી માર્ચ 1971માં જ કરવા ઈચ્છતા હતા પાકિસ્તાન પર ચડાઈ

એ સમયે ભારતીય પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે 1971માં સેના પાકિસ્તાન પર ચડાઈ કરી દે. જો કે ત્યારે ભારતીય સેનાના અધ્યક્ષ સેમ માનેકશાએ આમ કરવાની મનાઈ કરી દીધી. માનેકશાએ કહ્યુ કે ભારતીય સેના અત્યારે હુમલા માટે તૈયાર નથી. કહેવાય છે કે ઈન્દિરા ગાંધી આનાથી નારાજ પણ થયા પરંતુ માનેકશાએ તેમને પૂછ્યુ કે તમે યુદ્ધ જીતવા ઈચ્છો કે નહિ. ઈન્દિરાએ કહ્યુ હા. આના પર માનેકશાએ કહ્યુ મને 6 મહિનાનો સમય આપો. હું ગેરેન્ટી આપુ છુ કે જીત તમારી થશે.

English summary
16 december vijay divas: formation of bangladesh, india-pakistan war
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X