સમાન નાગરિક સંહિતા: માત્ર તલાક પર જ નહિ આ 16 સવાલો પર પણ થવી જોઇએ ચર્ચા

Subscribe to Oneindia News

સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા અંગે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે, પરંતુ અત્યારે આ સમાન નાગરિક સંહિતા દ્બારા જે મુદ્દા પર સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે તે એ છે કે ઇસ્લામ ધર્મમાં તલાક આપવાની રીત શું હોવી જોઇએ ?

talak

પરંતુ સમાન નાગરિક સંહિતામાં માત્ર મુસ્લિમોમાં તલાકની રીતો પર જ સવાલો નથી ઉઠાવવામાં આવ્યા. પરંતુ, જુદા જુદા 16 મુદ્દાઓ પર લોકોનું મંતવ્ય માંગવામાં આવ્યુ છે. આપણા બંધારણના અનુચ્છેદ 44 કે જે રાજ્યોને એ અધિકાર આપે છે કે તેણે દેશમાં એક જેવી સમાન નાગરિક સંહિતાનિ લાગૂ કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

16 questions related to uniform civil code, do you know about them

સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ અને ભારતીય વિધિ આયોગના અધ્યક્ષ ડૉ. ન્યાયમૂર્તિ બલબીર સિંહ ચૌહાણે 7 ઑક્ટોબરે સમાન નાગરિક ધારા લાગૂ કરવા સંબંધિત 16 સવાલો પર દેશના નાગરિકોનું મંતવ્ય માંગ્યુ છે. આ 16 સવાલો પર તમે પણ પોતાનું મંતવ્ય 45 દિવસની અંદર વિધિ આયોગને મોકલી શકો છો.

વન ઇંડિયા તમને જણાવશે તે 16 સવાલો જે બધા પર તમારે ચર્ચા કરવી જોઇએ અને સાથે જ તમારુ મંતવ્ય પણ કાયદા વિભાગ સુધી પહોચાડવુ જોઇએ. આ રહ્યા તે 16 સવાલ :

16 questions related to uniform civil code, do you know about them

1. શું આપ અનુચ્છેદ 44 વિશે જાણો છો ?. અનુચ્છેદ 44 જ બંધારણ દ્વારા કેન્દ્ર સરકારને એ પાવર આપે છે કે તેણે સમગ્ર દેશમાં એક જેવી સમાન નાગરિક સંહિતા લાગૂ કરવી જોઇએ?

2. શું લગ્ન, તલાક, બાળક દત્તક લેવુ, બાળકોની કસ્ટ્ડી અને ગાર્ડિયનશીપ, ઉત્તરાધિકારી જેવા મુદ્દાઓ કે જે અલગ-અલ્ગ ધર્મોમાં ભિન્ન છે, તેને પણ સમાન નાગરિક સંહિતામા જોડવા જોઇએ ?

3. પહેલેથી ચાલ્યા આવતા કાયદાઓ અને પ્રથાઓને ફરીથી એકવાર નવેસરથી બનાવવાની જરુર છે ?

16 questions related to uniform civil code, do you know about them

4. શું પર્સનલ લૉ અને પહેલેથી ચાલી આવતી પ્રથાઓને સમાન નાગરિક સંહિતાના દાયરામાં લાવવાથી લૈંગિક સમાનતા સુનિશ્ચિત થશે ?

5. શું સમાન નાગરિક સંહિતા ઐચ્છિક રાખવી જોઇએ ?

6. શું બહુપત્નીત્વ, બહુપતિ અને મૈત્રી કરાર જેવી પ્રથાઓને પ્રતિબંધિત અને નિયંત્રિત કરવી જોઇએ ?

16 questions related to uniform civil code, do you know about them

7. શું ત્રણ તલાક જેવી પ્રથાઓને ખતમ કરી દેવી જોઇએ કે પછી તેવી જ રીતે રહેવા દેવી જોઇએ. કે પછી અમુક કાયદાકીય સંશોધન સાથે રહેવા દેવી જોઇએ ?

8. શું તમને લાગે છે કે હિંદુ મહિલાને સંપત્તિનો અધિકાર આપવા માટે અમુક કાયદાકીય પગલાં ઉઠાવવા જોઇએ ?

9. શું તમને નથી લાગતુ કે કોઇ ઇસાઇ મહિલાને તલાક લેવા માટે બે વર્ષ સુધી રાહ જોવી પડે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે ?

10. શું તમને લાગે છે કે સમગ્ર દેશમાં લગ્ન માટે બધા ધર્મોમાં એક જેવી જ ઉંમર હોવી જોઇએ ?

16 questions related to uniform civil code, do you know about them

11. શું બધા ધર્મોમાં તલાક લેવા માટે એક જેવી જ પરિસ્થિતિઓ હોવી જોઇએ ?

12. શું સમાન નાગરિક સંહિતા દ્વારા તલાક અંગે મહિલાઓની સ્થિતિ અને તેમની સમસ્યાઓ યોગ્ય રીતે ઉકેલી શકાશે?

13. લગ્ન રજિસ્ટ્રેશન વધુ સારી રીતે કેવી રીતે અનિવાર્ય કરી શકાય ?

14. આંતરગ્નાતીય અને આંતરધાર્મિક લગ્ન કરતા યુગલોને સુરક્ષા પ્રદાન કરવા માટે શું મહત્વના પગલાં લઇ શકાય?

16 questions related to uniform civil code, do you know about them

15. શું સમાન નાગરિક સંહિતા, વ્યક્તિગત રીતે કોઇ વ્યક્તિ કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરશે ?

16. એવી કઇ રીતો છે જેને અપનાવીને સમાજના લોકોને એક સમાન નાગરિક સંહિતા લાગૂ કરવા માટે પ્રેરિત કરી શકાય છે ?

English summary
16 questions related to uniform civil code, do you know about them
Please Wait while comments are loading...