For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

56 ઇંચની છાતી 5.6 ઇંચની કરી દઇશ: રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

56 ઇંચની છાતી 5.6 ઇંચની કરી દઇશ: રાહુલ ગાંધી

56 ઇંચની છાતી 5.6 ઇંચની કરી દઇશ: રાહુલ ગાંધી

રાજસ્થાનમાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતા કહ્યું છે કે મોદીમાં દમ હોય તો જમીન સંપાદન બિલ પાસ કરીને બતાવે. વધુમાં તેમણે કહ્યું કે તે એક ઇંચ પણ જમીન નહીં જવા દે. અને તેમની 56 ઇંચની છાતીને 5.6 ઇંચની કરી દેશે. રાહુલે કૌભાંડો પર બોલતા કહ્યું કે રાજસ્થાનમાં લલિત મોદી, મધ્યપ્રદેશમાં વ્યાપંમ અને મહારાષ્ટ્રમાં એક પછી એક કૌભાંડ, 6 મહિનામાં જ મોદી સરકારે પોતાના અસલી સ્વરૂપમાં આવી ગઇ છે.

જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા 4ની મોત, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન

જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા 4ની મોત, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન

જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા 4 લોકોની મૃત્યુ થઇ છે. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં આ ધટના બની છે. તો વળી અમરનાથ યાત્રાના શેષનાગ પડાવમાં પર વાદળ ફાટવાથી પાંચ હજાર યાત્રીઓ ફસાયા છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં જમીન ધોવાણના કારણે ચાર ધામની યાત્રા અને રોકવામાં આવી છે. ઉપરથી ઉત્તર ભારતમાં આવનારા 72 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.

પીએમ મોદીએ આજે જમ્મુની મુલાકાત પર

પીએમ મોદીએ આજે જમ્મુની મુલાકાત પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુની મુલાકાત પર છે. જ્યાં તેમણે ગિરધારી લાલ ડોગરાની જન્મજયંતી કાર્યક્રમમાં ભાગ લીધો. વળી આશા સેવાઇ રહી છે કે મોદી આજે જમ્મુને 70 કરોડ રૂપિયાનું પેકેજ પણ આપશે. જો કે જમ્મુની આ મુલાકાતમાં વડાપ્રધાનની સુરક્ષાને લઇને પણ મોટો બંદોવસ્ત કરવામાં આવ્યો છે.

જેટલીએ કહ્યું જાતિગત જનગણનાના આંકડા જાહેર થશે

જેટલીએ કહ્યું જાતિગત જનગણનાના આંકડા જાહેર થશે

વિપક્ષી દળો દ્વારા દબાણ વધતા આજે કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ જાતિગત જનગણનાના આંકડા સાર્વજનિક કરવાની જાહેરાત કરતા કહ્યું કે હાલમાં આ જનગણનાની ગણતરીનું કામકાજ ચાલુ છે જે પૂરું થતા જ તેને સાર્વજનિક કરવામાં આવશે.

ભષ્ટ્રાચાર પર કેમ ચૂપ રહે છે મોદી?

ભષ્ટ્રાચાર પર કેમ ચૂપ રહે છે મોદી?

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બે દિવસીય રાજસ્થાન પ્રવાસ પર છે. ગુરુવારે ખેડૂતોને મળ્યા બાદ અને નવ કિલોમીટરની પદયાત્રા કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી એક વર્ષ પહેલા કહેતા હતા કે ના ખાઇશ ના ખાવા દઇશ પણ લાગે છે કે તે તેમનો વાયદો ભૂલી ગયા છે. લલિત મોદી પ્રકરણ પર મોદીની ચુપ્પી પર સવાલ કરતા રાહુલે કહ્યું કે ક્રોંગ્રેસ ભાજપ સરકારના તમામ ખોટો કામોનો બદલો લેશે.

મનમોહનને લઇ જતા વિમાનમાં આવી ખરાબી

મનમોહનને લઇ જતા વિમાનમાં આવી ખરાબી

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને અન્ય યાત્રીઓને લઇ જતા એર ઇન્ડિયાના વિમાનમાં ક્ષતિ આવતા તમામ લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. એર ઇન્ડિયાના વિમાનમાં ઉતરતી વખતે જે પૈડા હોય છે તેના લેન્ડિંગ ગેર ક્ષતિ સર્જાઇ હતી. બોઇંગ 787-800 ડ્રીમલાઇનર વિમાન અમૃતસરથી દિલ્હી જઇ રહ્યું હતું, જો કે તે બાદ પણ પાયલોટ પ્લેનને સુરક્ષિત લેન્ડ કરાવવામાં સફળ રહ્યા હતા.

મુંબઇ: સાંતાક્રૂઝમાં સિલિન્ડર ફૂટવાથી 4ની મોત

મુંબઇ: સાંતાક્રૂઝમાં સિલિન્ડર ફૂટવાથી 4ની મોત

ગુરુવારે, મુંબઇના સાંતાક્રૂઝના ગોલીબાર વિસ્તારમાં એક ઘરમાં સિલિન્ડર ફાટતા ચાર લોકોની મોત થઇ છે અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમની પણ સ્થિતિ ગંભીર છે. જો કે આ ધટના બાદ ફાયરબ્રિગ્રેડ આગને કાબુમાં લીધી હતી.

નવી દિલ્હીમાં ક્રોંગ્રેસ કર્યો આપ સરકારનો વિરોધ

નવી દિલ્હીમાં ક્રોંગ્રેસ કર્યો આપ સરકારનો વિરોધ

ગુરુવારે, આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હી વીજળી દરો પર વેટ વધાર્યા બાદ યુવા ક્રોંગ્રેસના કાર્યકર્તાઓએ આ વાતનો વિરોધ કર્યો હતો.

ઇદ પહેલા CST સ્ટેશનની જાગજમાળ

ઇદ પહેલા CST સ્ટેશનની જાગજમાળ

ગુરુવારે, ઇદ પહેલા મુંબઇના જાણીતા સીએસટી સ્ટેશનને લીલી રોશનીથી જગમગવામાં આવ્યું હતું.

હરિદ્વારમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

હરિદ્વારમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

ગુરુવારે, હરિદ્વારમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાતા રસ્તાઓએ નાની નદીઓનું સ્વરૂપ લઇ લીધું હતું.

પાક. તેની નાપાક આદત બદલશે નહીં તો ઊંધા મોઢાની ખાશે

પાક. તેની નાપાક આદત બદલશે નહીં તો ઊંધા મોઢાની ખાશે

ગુરુવારે, ભારતના વિદેશ સચિવ જયશંકરે એક પ્રેસકોન્ફર્ન્સ યોજી પાકિસ્તાન દ્વારા કથિત ભારતીય ડ્રોનને પકડી પાડ્યાની ખબરને તદ્દન પોકળ કહેતા કહ્યું છે આ ડ્રોનની બનાવટ ચીની છે. જે મામલે જમ્મુ કાશ્મીર સ્થિત ભારતીય સેના પણ સ્પષ્ટતા આપી છે કે આ ડ્રોન ભારત દ્વારા નથી મોકલવામાં આવ્યું. તો બીજી તરફ પાક દ્વારા સતત થતી ફાયરિંગ બાબતે પણ પાકિસ્તાન ભારત દ્વારા ચેતવવામાં આવ્યું.

પાક.ની સીઝફાયરથી એક મહિલાની મોત, બે ઇજાગ્રસ્ત

પાક.ની સીઝફાયરથી એક મહિલાની મોત, બે ઇજાગ્રસ્ત

ગુરુવારે, પાકિસ્તાન દ્વારા સીઝફાયર કરી આંતરાષ્ટ્રિય સીમા નિયમોનું ઉલ્લંધન કરતા જમ્મુમાં એક મહિલાની મોત થઇ ગઇ અને બે લોકો ઇજાગ્રસ્ત. ત્યારે ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા.

મિર્ઝાપુરમાં બાળકોએ ઉજવી ઇદે-ઉલ-ફિત્ર

મિર્ઝાપુરમાં બાળકોએ ઉજવી ઇદે-ઉલ-ફિત્ર

ગુરુવારે, મિર્ઝાપુરની એક શાળાના નાના નાના ભૂલકાઓએ ઇદે-ઉલ-ફિત્રના ઉત્સવની ઉજવણી કંઇક આ રીતે કરી.

કેન્સર પીડિત બાળકોએ માણી મેટ્રો ટ્રેનની મઝા

કેન્સર પીડિત બાળકોએ માણી મેટ્રો ટ્રેનની મઝા

ગુરુવારે દિલ્હીમાં DMRC દ્વારા આયોજીત એક ખાસ ઇવેન્ટમાં કેન્સર જેવા રોગોથી પીડિત બાળકોએ મેટ્રો ટ્રેનની ખાસ સફર માણી. ત્યારે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે DMRCનો આ પ્રયાસ ખરેખરમાં સરાહનીય હતો.

શિમલા ભારે વરસાદે રસ્તાને ઝરણું બનાવી દીધું!

શિમલા ભારે વરસાદે રસ્તાને ઝરણું બનાવી દીધું!

ગુરુવારે, શિમલામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતા અનેક રસ્તાઓ તૂટી પડ્યા હતા.

એક ચમચી દૂધ માટે દંપતીએ માં ને બાળકની કરી ધુલાઇ

એક ચમચી દૂધ માટે દંપતીએ માં ને બાળકની કરી ધુલાઇ

આગ્રામાં એક દંપતીએ તેના ઘરે કામ કરતી વિકંલાગ નોકરાણી અને તેના બાળકને ઢોર માર એટલા માટે માર્યો કારણ કે વિકંલાગ નોકરાણીના દિકરાએ મિલ્ક પાવડરના ડબ્બામાંથી એક ચમચી પાવડર નીકાળીને ખાઇ લીધો. એટલું જ નહીં ચોરીના આરોપમાં બન્ને કલાકો સુધી રૂમમાં પૂરી રાખી પટાઇ કરી. જે બાદ આજુબાજુવાળા વચ્ચે પડતા પોલિસને બોલવવામાં આવી.

બિહારમાં અમિત શાહે આપી 160 પરિવર્તન રથોને લીલી ઝંડી

બિહારમાં અમિત શાહે આપી 160 પરિવર્તન રથોને લીલી ઝંડી

ગુરુવારે, ભાજપાના પ્રમુખ અમિત શાહે ચૂંટણી પ્રચારનો શંખનાદ 160 પરિવર્તન રથોને લીલી ઝંડી આપીને કર્યો. આ વાહનો બિહારભરમાં ફરીને ભાજપનો પ્રચાર પ્રસાર કરશે.

English summary
17 July: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X