For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9/11ને થયાં 17 વર્ષ, હુમલામાં હતું ભારતનું કનેક્શન

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલામાં હતું ભારતનું કનેક્શન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 17 વર્ષ પહેલા આજના જ દિવસે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો થયો હતો. 9/11 હુમલો ઈતિહાસનો સૌથી ખતરનાક આતંકી હુમલો હતો, હાઈજેક કરાયેલ પ્લેનથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કરાયેલા હુમલાના અત્યાર સુધીમાં 1100 જેટલા પીડિતોની ઓળખ થઈ ચૂકી છે. તપાસ દરમિયાન હુમલામાં ભારતનું કનેક્શન પણ હોવાનું ખુલ્યું છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ મુખ્ય લિંક ફંડ એકઠું કરવા સાથે જોડાયેલ હતી.

હુમલા માટે ફંડ એકઠું કર્યું

હુમલા માટે ફંડ એકઠું કર્યું

કોલકાતામાં અમેરિકન સેન્ટર પર હુમલો અને બિઝનેસમેનમાં સંડોવણી હોવાથી હર્કત-ઉલ-મુઝાહીદ્દીનના અફ્તાબ અંસારીને ભારત પરત લાવવામાં આવ્યો ત્યારે 9/11માં ભારતની લિંક હોવાનું સામે આવ્યું હતુ. તપાસ એજન્સીઓએ જણાવ્યા મુજબ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાના પ્લાનથી અંસારી વાકેફ હતો અને બિઝનેસમેનના અપહરણ કરી મેળવેલ 4 કરોડની ખંડણીમાંથી તેણે હુમલા માટેનું ફંડ પણ ફાળવ્યું હતું.

IBના હાથમાં લાગી કોલ ડિટેલ

IBના હાથમાં લાગી કોલ ડિટેલ

અલિપોર જેલમાંથી કરાચીમાં થયેલ એક ફોન કૉલની ડિટેલ ઈન્ટેલિજન્સ બ્યુરોએ હાંસલ કરી લીધી હતી. કરાચીના જાવેદ બલુચી અને અંસારી વચ્ચે આ વાતચીત થઈ હતી જેને એજન્સીએ રેકોર્ડ કરી લીધી હતી. જેમાં તે ભારતમાં એક પ્લોટ પડાવવા માંગતો હતો પણ પોલીસે તેનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હોવાની વાત કરી રહ્યો હતો.

હુમલામાં ભારતનું કનેક્શન

હુમલામાં ભારતનું કનેક્શન

અફતાબ અંસારીની ગેંગના 5 સભ્યોએ ખાદીમ શૂના વાઈસ ચેરમેન રોય બર્મનનું અપહરણ કર્યું હતું. અંસારીએ 9/11ના હુમલાને સફળ બનાવવા માટે બિઝનેસમેન પાસેથી મળેલી ખંડણીમાંથી 3.65 કરોડ રૂપિયાને ન્યૂ યોર્ક મોકલવામાં આવ્યા હતા. અંસારીની લિંક સામે આવ્યા બાદ અમેરિકાના કહેવા પર યુએઈએ તેનો દેશ નિકાલો કર્યો હતો અને તેને પરત ભારત લાવવામાં આવ્યો. અપહરણ બાદ એક વર્ષ સુધી અંસારી ભારતમાં જ રહ્યો હતો, 2002માં કોલકાતા ખાતે અમેરિકન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ કર્યા બાદ અંસારીએ ભારત છોડી દીધું હતું અને તે યુએઈ ચાલ્યો ગયો હતો.

દિલ્હી પર હુમલો કરવાનો પ્લાન

દિલ્હી પર હુમલો કરવાનો પ્લાન

જો કે લિંક બહાર આવતાં અંસારીની ધરપકડ કરી લેવામાં આવી હતી, જેલમાં હોવા છતાં અંસારીએ પોતાની આતંકી પ્રક્રિયા શરૂ રાખી અને 2014માં અપહરણ અને દિલ્હી પર હુમલો કરવાનો પ્લાન પણ બનાવી રહ્યો હતો. ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીએ જણાવ્યા મુજબ ફરી કોઈનું અપહરણ 4 કરોડ રૂપિયાની ખંડણી માગવાનો પ્લાન બનાવી રહ્યો હતો અને જેમાથી અડધુ ફંડ દિલ્હી પર થનાર હુમલામાં વાપરનાર હતો અને બાકીના રૂપિયા તે પાકિસ્તાન મોકલવાનો હતો.

2019 માં મોટી જીતની તૈયારીમાં ભાજપ, વડોદરાથી લોકસભા ચૂંટણી લડી શકે છે પીએમ મોદી 2019 માં મોટી જીતની તૈયારીમાં ભાજપ, વડોદરાથી લોકસભા ચૂંટણી લડી શકે છે પીએમ મોદી

English summary
17 years on: The 9/11 attacks and the Indian connection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X