કોરોના વાયરસના વધતા કેસોની ગતિ નથી અટકી રહી, છેલ્લા 24 કલાકમાં મળ્યા 17921 નવા દર્દી

દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ હાલમાં અટકતુ નથી દેખાઈ રહ્યુ.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ હાલમાં અટકતુ નથી દેખાઈ રહ્યુ. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 17921 નવા દર્દી મળ્યા છે. સાથે જ આ દરમિયાન 133 દર્દીના મોત કોરોના વાયરસના કારણે થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 1,12,62,707 અને મૃતકોની સંખ્યા 1,58,063 થઈ ગઈ છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20652 દર્દી રિકવર થયા છે અને રિકવર દર્દીઓની સંખ્યા વધીને 1,09,20,046 થઈ ગઈ છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે રીકવર થયેલા દર્દીઓ બાદ દેશમાં સક્રિય કેસ હાલમાં 1,84,598 જ બચ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સામે હાલમાં દેશભરમાં રસીકરણ અભિયાનનો બીજો તબક્કો પણ ચાલી રહ્યો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને 45 વર્ષથી વધુ ઉંમરના એ લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી રહ્યો છે જે ગંભીર બિમારીઓથી પીડિત છે. કોરોના રસીકરણના બીજા તબક્કામાં અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ, વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સહિત ઘણા મંત્રીઓ વેક્સીનનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્રે વધારી સરકારની ચિંતા

તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધ્યા છે. એશિયાની સૌથી મોટી સ્લમ ધારાવી સહિત મુંબઈમાં કોરોના વાયરસ સંક્રમણના નવા કેસ માત્ર રાજ્ય સરકાર જ નહિ પરંતુ કેન્દ્ર સરકારની પણ ચિંતા વધારી રહ્યા છે. કોરોના વાયરસના વધતા કેસોને જોતા કેન્દ્ર સરકારે હાલમાં જ આરોગ્ય વિશેષજ્ઞોની એક ટીમ મહારાષ્ટ્ર મોકલી છે જે સ્થાનિક પ્રશાસન સાથે મળીને સંક્રમણ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X