For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમોસમી વરસાદના કારણે ભારતભરમાં અનેક ખેડૂતોના પાકને ભારે નુક્શાન

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નવી દિલ્હી

નવી દિલ્હી

વિવાદાસ્પદ જમીન સંપાદન બિલ સામે મંગળવારે રાષ્ટ્રપતિ ભવનથી સંસદ તરફ મોર્ચો નીકાળી ટીમેસી, ક્રોંગ્રેસ જેવા વિરોધી પક્ષોએ પોતાનો વિરોધ દર્શાવ્યા હતો.

નવી દિલ્હી

નવી દિલ્હી

ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને અન્ય વિરોધી પાર્ટીના મોટા નેતાઓ ત્યારબાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખર્જીને મળ્યા હતા.

કોલકત્તા

કોલકત્તા

નાદિયામાં નન પર થયેલા ગેંગરેપના વિરોધમાં આનંદ માર્ગ સંગઠનના સભ્યોએ રેલી કાઢી મહિલાઓ સામે થતા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

જયપુર

જયપુર

કમોસમી વરસાદના કારણે ભારતભરમાં અનેક ખેડૂતોના પાકને ભારે નુક્શાન થયું છે ત્યારે જયપુરની કિસાન મહિલાઓ વરસાદે તેમના ખેતરને કેટલું નુક્શાન કર્યું છે તેની ભાળ મેળવી રહ્યા છે.

બેંગ્લોર

બેંગ્લોર

IAS અધિકારી ડી.કે.રવિની શંકાસ્પદ મુત્યુ બાદ બેંગ્લોરભરમાં લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવી ન્યાનની માંગ કરી હતી.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે જ્યારે વિન્ટર વેકેશન બાદ શાળાઓ ફરી શરૂ થઇ ત્યારે અનેક વિદ્યાર્થીઓ સ્વાઇન ફ્લૂથી બચાવા માસ્ક પહેરેલા જોવા મળ્યા.

પુલવામા

પુલવામા

જમ્મુ કાશ્મીરમાં હાલ ભારે હિમવર્ષો થઇ રહી છે ત્યારે પૂર અસરગ્રસ્ત પરિવાર આ ઠુંઠવાતી ઠંડીમાં બરફથી બચવા પોતાના નાનકડા તંબુના સહારે બેઠું છે.

હૈદરાબાદ

હૈદરાબાદ

જાણીતા શટલ પ્લેયર કીદમ્બી શ્રીકાંતે 2015 ગોલ્ડ સ્વિસ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડથી મંગળવારે ભારત પરત ફરતા તેમના પરિવારજનો તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

ગંન્જમ

ગંન્જમ

હજારોની સંખ્યામાં નાશપ્રાય એવા ઓલિવ રિડલી દરિયાઇ કાચબાઓ ગંન્જલ જિલ્લાની રુશિકુલ્યા નદીના કિનારે ઇંડા મૂકવા આવ્યા.

English summary
18 March: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X