For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલએ કહ્યું "મારાથી બદલો લેવાના ચક્કરમાં બિચારા ખેડૂતો ફસાય છે"

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલએ કહ્યું

રાહુલએ કહ્યું "મારાથી બદલો લેવાના ચક્કરમાં બિચારા ખેડૂતો ફસાય છે"

ત્રણ દિવસની અમેઠી યાત્રા હેઠળ અમેઠી પહોંચેલા ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ જગદીશપુરમાં જન સમુદાયને સંબોધતા કહ્યું કે "આ સરકાર આપણી નથી. આ સરકાર તો માત્ર બિઝનેસમેન છે." વધુમાં ફૂડ પાર્ક પર બોલતા રાહુલે કહ્યું કે "બીજેપી મારી જોડે બદલો લેવા માંગે છે માટે ફૂડ પાર્ક નથી બનાવતા પણ આ ચક્કરમાં બિચારા ખેડૂતો ફસાઇ રહ્યા છે."

કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ

કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યો આરોપ

રવિવારે ઓટો રિક્ષા યુનિયનને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર આમ આદમી પાર્ટીને દિલ્હીમાં કામ નથી કરવા દેવા ઇચ્છતી. વધુમાં તેમણે નવા નિમાયેલા મુખ્ય સચિવ શકુંતલા ગેમલિન પર પણ આરોપ લગાવતા કહ્યું કે "ખબર નહીં તે આ પદની આડમાં શું કરવા ઇચ્છે છે, તે જે પણ ઇચ્છે છે તે અમે થવા નહીં દઇએ. હું તેની દરેક ફાઇલ પર નજર રાખીને બેઠું છું. હું તેને કંઇક પણ ખોટું નહીં કરવા દઉં."

રાજનાથે કહ્યું અકબર

રાજનાથે કહ્યું અકબર "ગ્રેટ" છે તો મહારાણા પણ "ગ્રેટેસ્ટ" છે

રવિવારે, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે રાજસ્થાનના પ્રતાપગઢમાં મહારાણા પ્રતાપની 475 જયંતી પર જનરેલીને સંબોધિત કરતા કહ્યું કે જો અકબર ગ્રેટ છે તો મહારાણા પ્રતાપ ગ્રેટેસ્ટ ઓફ ગ્રેટ છે. વધુમાં તેમણે કહ્યું કે તેમણે અકબરના ગ્રેટ હોવાથી કોઇ આપત્તિ નથી પણ મહારાણાની વાત જ કંઇક નિરાળી છે. વધુમાં તેમણે કહ્યું કે મહારાણાની જયંતી ખાલી રાજસ્થાનમાં જ નહીં પણ પૂરા ભારતમાં ઉજવવામાં આવી જોઇએ.

બેંગ્લોરમાં વિરાય અને અનુષ્કાનું ઇલુ ઇલુ

બેંગ્લોરમાં વિરાય અને અનુષ્કાનું ઇલુ ઇલુ

રવિવારે, બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂર અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આઇપીએલ મેચ ખેલાઇ. જેમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની ઇશ્કિયા અને નિકટતા જોવા મળી. અને આ પ્રેમના સાક્ષી બન્યા દિલ્હી ડેરડેવિલના ખેલાડી અને અનુષ્કાને ખુલ્લેઆમ "ભાભી" કહેનાર યુવરાજ સિંહ.

કિરણ રિજીજૂ કહ્યું કેજરીવાલે પૂર્વોત્તર રાજ્યની મહિલાનું અપમાન કર્યું

કિરણ રિજીજૂ કહ્યું કેજરીવાલે પૂર્વોત્તર રાજ્યની મહિલાનું અપમાન કર્યું

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજીજૂએ કહ્યું કેજરીવાલના આરોપોનું ખંડન કરતા કહ્યું કે "કેજરીવાલના આરોપ પૂર્વોત્તરની મહિલા અધિકારીના ચારિત્ર્ય અને કાર્યશૈલીને ખરડાવી રહ્યા છે. જેનાથી પૂર્વોત્તરના લોકોને ખુબ જ દુખ પહોંચ્યું છે." વધુમાં તેમણે કહ્યું કે આ બંધારણનો પણ ભંગ છે. ઉપરાજ્યપાલે જે પણ કર્યું છે તે નિયમોના આધીન રહીને જ કર્યું છે.

42 વર્ષના સંધર્ષનો અંત: અરુણા શાનબાદની મૃત્યુ

42 વર્ષના સંધર્ષનો અંત: અરુણા શાનબાદની મૃત્યુ

KEM હોસ્પિટલમાં 1973માં હોસ્પિટલના સફાઇકર્મી દ્વારા બળાત્કાર બાદ છેલ્લા 42 વર્ષથી કોમામાં સરી પડેલી નર્સ અરુણા શાનબાગનું આજે સવારે મૃત્યુ થયું છે. નોંધનીય છે કે નિમોનિયાના કારણે પાછલા 5 દિવસથી વેટન્ટીલેટર પર હતા.

સૈન્ય દ્વારા કાશ્મીરમાં

સૈન્ય દ્વારા કાશ્મીરમાં "સુકૂન" ઉત્સવ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારતીય સેનાએ આયોજીત કર્યો સૂકૂન ઉત્સવ. આ ઉત્સવનો હેતુ વાદીના લોકોમાં સેના પ્રત્યે સદ્દભાવના વધે તે હતો. ત્યારે ચિનાર કોરના લેફ્ટિંન્ટ જનરલ સુબ્રત સાહા એક કાશ્મીરી વ્યક્તિને ગળે મળી રહ્યા છે.

જંતર મંતર પર આપે કર્યો પેટ્રોલ વધારાનો વિરોધ

જંતર મંતર પર આપે કર્યો પેટ્રોલ વધારાનો વિરોધ

આપના કાર્યકર્તાઓએ રવિવારે નવી દિલ્હીના જંતર મંતર પર કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવ વધારો વિરુદ્ધ કર્યું એક વિરોધ પ્રદર્શન.

શ્રીનગરમાં ઉજવાયો

શ્રીનગરમાં ઉજવાયો "શબ-એ-મેહરાજ"

રવિવારે શ્રીનગરમાં સજદા નસીને શબ-એ-મેહરાજના ઉત્સવ પર પેગમ્બર મુહમ્મદ સાહેબના પવિત્ર અવશેષને લોકો સમક્ષ રજૂ કર્યો.

ટોલીવૂડ સેલેબ્રિટી લીધી

ટોલીવૂડ સેલેબ્રિટી લીધી "સ્વચ્છ હૈદરાબાદ"ની શપથ

રવિવારે, હૈદરાબાદમાં જાણીતા ટોલીવુડ હસ્તીઓએ હૈદરાબાદના પ્રધાન તલસની શ્રીનિવાસ યાદવની હાજરીમાં "સ્વચ્છ હૈદરાબાદ" નામના કાર્યક્રમમાં હૈદરાબાદને સ્વચ્છ રાખવાની શપથ લીધી.

વડ સાવિત્રીની પૂજા

વડ સાવિત્રીની પૂજા

રવિવારે, ભોપાલમાં એક સ્ત્રી વડ સાવિત્રીની પૂજા નિમિત્તે વડની વિધવત પૂજા કરી રહી છે.

મનોજ એન્કાઉન્ટ: રાજનાથ સિંહે સીબીઆઇ તપાસનો કર્યો સંકેત

મનોજ એન્કાઉન્ટ: રાજનાથ સિંહે સીબીઆઇ તપાસનો કર્યો સંકેત

દિલ્હીના રાજેન્દ્ર નગરમાં આવેલ રત્ના રેસ્ટોરન્ટમાં પોલિસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વેપારી મનોજ વશિષ્ઠનો પરિવાર, દિલ્હીમાં રાજનાથને મળ્યો હતો. જ્યાં ગૃહપ્રધાને તેમને યોગ્ય તપાસનો કરવાનો વિશ્વાસ આપ્યો છે.

બેંગ્લોરમાં વર્લ્ડ 10કે મેરેથોન

બેંગ્લોરમાં વર્લ્ડ 10કે મેરેથોન

રવિવારે, બેંગ્લોરમાં વર્લ્ડ 10 કિલોમીટર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો. ત્યારે આ સ્પર્ધામાં એક વયોવૃદ્ધ વ્યક્તિએ પણ ભાગ લઇને સાબિત કરી દીધું છે. ઉંમરને ઇચ્છાશક્તિ જોડે કોઇ લેવાદેવા નથી.

બીજેપીએ કહ્યું કેજરીવાલ મહિલા અધિકારીને બદનામ કરે છે

ભાજપા પ્રવક્તા સામબીત પાત્રએ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ એક મહિલા અધિકારીને બદનામ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ રીતે આરોપો કરીને તે કદી પણ દિલ્હીની જનતાને આપેલા વાયદા પૂરા નહીં કરી શકે.

દિલ્હીમાં દેખાયો

દિલ્હીમાં દેખાયો "મિરાઝ"

રવિવારે, દિલ્હીમાં તાપમાન વધતા રાજપથના નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની વચ્ચે મિરાઝ બનતો જોવા મળ્યો.

હરસિમરત કૌર:10 મહિના રાહુલને ખબર પડી પાર્ક નહીં બને

હરસિમરત કૌર:10 મહિના રાહુલને ખબર પડી પાર્ક નહીં બને

કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે આજે રાહુલ ગાંધીને ઠેકડી ઉડાડતા કહ્યું કે રાહુલ ગાંધીને કદાચ તે પણ નહીં ખબર હોય કે ફૂડ પાર્ક ક્યાં બનવાનો છે. વધુમાં તેણે કહ્યું કે આટલા સમય સુધી રાહુલ ગાંધી શું કરતા હતા. તેમને 10 મહિના લાગ્યા તે જાણતા કે હવે આ ફૂડ પાર્ક નહીં બને.

કોલકત્તાની નવી માર્કેટમાં આગ

કોલકત્તાની નવી માર્કેટમાં આગ

કોલકત્તામાં આજે બપોરે નવી માર્કેટમાં આવેલ આલુ બજારમાં આગ લાગતા 20 ફાયર બ્રિગ્રેડના બંબાએ આગ બુજાવાની કામગિરી શરૂ કરી હતી. ત્યારે હવે આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

10 અને 12ના ICSE અને ISCનું પરિણામ આજે

10 અને 12ના ICSE અને ISCનું પરિણામ આજે

ગુડગાંવમાં એક છાત્રા તેની સફળતાની મીઠાઇ લોકોને ખવડાવી રહી છે. નોંધનીય છે કે આજે ધો 10 અને 12ના ICSE અને ISCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ઝારખંડની પહેલી મહિલા રાજ્યપાલ

ઝારખંડની પહેલી મહિલા રાજ્યપાલ

દ્રૌપદી મુર્મૂએ આજે ઝારખંડમાં પહેલી મહિલા રાજ્યપાલ તરીકે શપથ લીધી. ત્યારે ઝારખંડના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ વિરેન્દ્ર સિંહ તેમને આ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

English summary
18 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X