For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના ભારત બંધને મળ્યુ 18 પક્ષોનું સમર્થન, મોદી સરકાર સામે મોટા આંદોલનની તૈયારી

પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ આસમાન સ્પર્શી રહ્યા છે અને આ કારણે લોકોના ખીસ્સા ખાલી થઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર વિપક્ષી દળો એક સ્વરમાં મોદી સરકાર પર હુમલો કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ આસમાન સ્પર્શી રહ્યા છે અને આ કારણે લોકોના ખીસ્સા ખાલી થઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર વિપક્ષી દળો એક સ્વરમાં મોદી સરકાર પર હુમલો કરી રહ્યા છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે આની સામે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન પણ કર્યુ છે. કોંગ્રેસના ભારત બંધને ઘણા વિપક્ષી દળોનું સમર્થન મળતુ દેખાઈ રહ્યુ છે.

કોંગ્રેસે આપ્યુ છે ભારત બંધ

કોંગ્રેસે આપ્યુ છે ભારત બંધ

સૂત્રો અનુસાર કોંગ્રેસના ભારત બંધને 18 રાજકીય પક્ષોનું સમર્થન મળી રહ્યુ છે. સમાજવાદી પક્ષોનું સમર્થન મળી રહ્યુ છે. સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પાર્ટી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, રાજદ ઉપરાંત માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (ભાકપા) જેવા પક્ષોનું સમર્થન મળતુ દેખાઈ રહ્યુ છે. જ્યારે એમડીએમકે, જેડીએસ, રાલોદ, ઝારખંડ મુક્તિ મોરચા ઉપરાંત પણ ઘણા પક્ષો ભારત બંધનું સમર્થન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃશિકાગોમાં મોહન ભાગવતઃ ‘દુનિયાભરના હિંદુઓએ એકજૂટ થવાની જરૂર'આ પણ વાંચોઃશિકાગોમાં મોહન ભાગવતઃ ‘દુનિયાભરના હિંદુઓએ એકજૂટ થવાની જરૂર'

તેજસ્વીએ પણ બંધને સફળ બનાવવાની કરી અપીલ

બિહારીના નેતા તેજસ્વી યાદવે પણ ભારતનુ સમર્થન કરતા ટ્વિટ કર્યુ, '10 સપ્ટેમ્બરે યોજાનારા મહાગઠબંધન સમર્થિત ‘ભારત બંધ' માં અમે ઉત્સાહપૂર્વક ભાગ લઈને બધા રાજકીય પક્ષો સાથે મળીને બંધને પૂર્ણ સફળ બનાવીશુ. અમે બિહારવાસીઓને અપીલ કરીએ છીએ કે ગરીબ વિરોધી પૂંજીપતીઓની સરકારને ઉખાડી ફેંકવા માટે બંધને પૂરજોશમાં સમર્થન કરો.'

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર વિરોધ યથાવત

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર વિરોધ યથાવત

ટીએમસીએ બંધનું સમર્થન કર્યુ છે પરંતુ તે આમાં ભાગ નહિ લે. ટીએમસીનું કહેવુ છે કે તે સામાન્ય જનજીવન ઠપ્પ કરવાના પક્ષમાં નથી. વળી, કોંગ્રેસ નેતાઓનો દાવો છે કે આ બંધ સફળ થશે. પક્ષના એક નેતાનું કહેવુ છે કે ઈંધણના ભાવો વધતા સામાન્ય જનતાને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે અને સરકાર વધતા ભાવો પર લગામ લગાવવામાં નિષ્ફળ થઈ રહી છે. તેમણે કહ્યુ છે કે આ બંધ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી રહેશે જેથી લોકોને મુશ્કેલી ન થાય.

English summary
18 political parties supporting congress on bharat bandh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X