• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક વાર ફરીથી હાવી થઈ રહ્યો છે કોરોના, 24 કલાકમાં મળ્યા 18327 નવા દર્દી

|

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો એક વાર ફરીથી વધવા લાગ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસા કુલ 18327 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 108 દર્દીઓના મોત થયા છે અને 14234 લોકો રિકવર થયા. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 1,11,91,088 થઈ ગયા છે. વળી, અત્યાર સુધી કુલ 1,08,54,128 દર્દીએ રિકવર થયા બાદ દેશમાં હાલમાં સક્રિય કેસ 1,80,304 જ બચ્યા છે.

કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે

કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધી 1,94,97,704 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. બીજા તબક્કા હેઠળ એ લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી રહી છે જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે. આ ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમરના એ લોકોને પણ કોરોના વાયરસની રસી મૂકવામાં આવી રહી છે જે ગંભીર બિમારીઓથી પીડિત છે. બીજા તબક્કાના રસીકરણ અભિયાનમાં અત્યાર સુધી પીએમ મોદી, આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ, એલજી અનિલ બેજલ અને એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા સહિત ઘણા લોકો વેક્સીન લગાવી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કોરોના કેસ

મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે કોરોના કેસ

તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં કોરોના વાયસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. કોરોના વાયરસના વધતા કેસોને જોતા રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે નિયમો કડક કરી દીધા છે. ગયા મહિના જ ઉદ્ધવ ઠાકરેએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે જો લોકો નિયમોનુ પાલન નહિ કરે તો ફરીથી રાજ્યમાં લૉકડાઉન લગાવવાનો વારો આવી શકે છે. મુંબઈા સ્લમ એરિયા ધારાવીમાં પણ કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારબાદ બીએમસીના અધિકારીઓએ ત્યાં કડકાઈ વધારી દીધી છે.

ધારાવીમાં 7 ગણા વધ્યા કોરોના કેસ

ધારાવીમાં 7 ગણા વધ્યા કોરોના કેસ

આ દરમિયાન એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીમાં પણ કોરોના વાયરસના કેસ 7 ગણી ગતિએ વધ્યા છે. શુક્રવારે ધારાવીમાં કોરોના વાયરસના 73 નવા કેસ સામે આવ્યા જ્યારે આ પહેલા 22 જાન્યુઆરી 2021ના રોજ અહીં માત્ર 10 દર્દી મળ્યા હતા. બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ, 'ધારાવીમાં હવે અમે અમારા જૂના મૉડલ પર આવ્યાછે જેના દ્વારા અમે ગયા વર્ષે અહીં કોરોના વાયરસનુ સંક્રમણ કાબુ કર્યુ હતુ. ધારાવીમાં અમારી ટીમે ઝડપથી લોકોનુ સ્ક્રીનિંગ કરવાનુ શરૂ કરી દીધુ છે અને સતત ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 15થી 20 લોકોના ટેસ્ટ કર્યા બાદ અમને એક પૉઝિટીવ કેસ મળી રહ્યો છે.'

શિવજીને પ્રિય આ 11 વસ્તુઓ અર્પણ કરવાથી દરેક કામના થાય પૂરી

English summary
18327 New Coronavirus cases in India in last 24 Hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X