For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક મહિલા સાથે ચાર પુરુષ રેપ કરી જ ના શકે: મુલાયમ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

એક મહિલા સાથે ચાર પુરુષ રેપ કરી જ ના શકે: મુલાયમ

એક મહિલા સાથે ચાર પુરુષ રેપ કરી જ ના શકે: મુલાયમ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે એક મહિલા સાથે ચાર પુરુષ રેપ કરી જ ના શકે. રેપ ખાલી એક વ્યક્તિ જ કરે છે પણ કેસ ત્રણની સામે થાય છે. નોંધનીય છે કે આવું નિવેદન મુલાયમે ઇ રિક્ષા વિતરણ સમારંભ દરમિયાન આપ્યું હતું. એટલું જ નહીં તેમણે કહ્યું કે ભાજપ શાસિત પ્રદેશો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઉત્તર પ્રદેશ કરતા વધુ રેપ થાય છે.

ડોડાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રગાન ગાવા માટે મારવામાં આવ્યા!

ડોડાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રગાન ગાવા માટે મારવામાં આવ્યા!

જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને શાળાની અસેમ્બલીમાં રાષ્ટ્રગાન ગાવાની ના પાડવામાં આવી. અને આ માટે તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી અને જીવથી મારવાની ધમકી પણ આપવામાં આવી. જે બાદ વિદ્યાર્થીઓએ ડિપ્યૂટી કમિશ્નરની ઓફિસ સુધી લગભગ પંદર કિલોમીટર લાંબી માર્ચ પણ નીકાળી. અને રાષ્ટ્રગાન ગાતા રોકવા માટે ભારત માતા કી જય ના નાદ સાથે વિરોધ પણ નોંધાવ્યો.

બહાદૂર બહેનો નીકળી જુઠ્ઠી, આરોપીઓને મળી ક્લિન ચીટ

બહાદૂર બહેનો નીકળી જુઠ્ઠી, આરોપીઓને મળી ક્લિન ચીટ

હરિયાણાના રોહતક રોડવેઝ બસમાં સવાર બે બહેનો પૂજા અને આરતી સાથે થયેલી છેડછાડની ધટનામાં હવે નવો વળાકં આવ્યો છે. પોલિસે આરોપીઓને ક્લિન ચીટ આપી છે. પોલિસ આ મામલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીને ખુલાસો કર્યો છે. પોલીગ્રાફી ટેસ્ટ મુજબ આ બન્ને બહેનાના જવાબ ભ્રમ પેદા કરે તેવા અને આરોપીઓના જવાબો સાચા મળ્યા છે. વળી આ વીડિયો બનાવનારી મહિલાએ પણ છેડછાડની વાત નકારી છે.

ધોનીએ લગાવી પેરાશૂટથી છલાંગ

ધોનીએ લગાવી પેરાશૂટથી છલાંગ

કેપ્ટન કૂલના નામે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ આજે પેરા જંપર તરીકે પહેલી છલાંગ લગાવી. આગરામાં પેરા ટ્રેનિંગ સ્કૂલમાં પ્રશિક્ષણ મેળવી રહેલા ધોની પાછલા 13 દિવસથી આની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે આજે તેમણે સફળ પેરાજંપિંગની છલાંગ લગાવી હતી.

જમીની હકીકતથી દૂર છે સોનાની ચમ્મસ સાથે પેદા થનાર

જમીની હકીકતથી દૂર છે સોનાની ચમ્મસ સાથે પેદા થનાર

રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે કેન્દ્રિય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે જે લોકો સોનાનો ચમચો લઇને પેદા થાય છે તેમને જમીની હકીકતની જાણકારી નથી હોતી. નોંધનીય છે કે મંગળવારે, બિહાર રેલીમાં બિહારને સવા લાખ કરોડનું વિશેષ પેકેજ જાહેર કરવા બદલ ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી પર આ મામલે સવાલ કર્યો હતો જેનો જવાબ આજે નકવીએ આપ્યો હતો.

રાષ્ટ્રપતિુની પત્નીનો અંતિમ સંસ્કાર થયો સંપન્ન

રાષ્ટ્રપતિુની પત્નીનો અંતિમ સંસ્કાર થયો સંપન્ન

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પત્ની શુભ્રા મુખર્જીનો અંતિમ સંસ્કાર આજે સંપન્ન થયો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બાંગ્લા દેશના વડાપ્રધાન શેખ હસીના, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સમેત રાજનાથ સિંહ, સોનિયા ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલે હાજરી આપી તેમને શ્રદ્ધાજંલિ અર્પી હતી.

એનએસએ વાર્તા પહેલા પાક. ઉચ્ચાયુક્તે મોકલ્યું હુર્રિયત નેતાઓને નિમંત્રણ

એનએસએ વાર્તા પહેલા પાક. ઉચ્ચાયુક્તે મોકલ્યું હુર્રિયત નેતાઓને નિમંત્રણ

દિલ્હીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર (એનએસએ) સ્તરની વાતચીત 23મી ઓગસ્ટે થવાની છે. જે પહેલા પાકિસ્તાની ઉચ્ચઆયોગે બુધવારે હુર્રિયત નેતાઓને આમંત્રણ મોકલ્યું છે. નોંધનીય છે કે પાછલી વાર જ્યારે વાતચીત થવાની હતી ત્યારે અલગાવવાદીઓ જોડે વાતચીત કરવા મામલે ભારતે આ વાર્તાને રદ્દ કરી દીધી હતી.

રાધે માં ફરી આવી કાંદવલિ પોલિસ સ્ટેશનમાં હાજરી

રાધે માં ફરી આવી કાંદવલિ પોલિસ સ્ટેશનમાં હાજરી

દહેજ ઉત્પીડનના આરોપ હેઠળ વિવાદોમાં ફસાયેલી કથિત રાધે માં આજે સવારે કાંદીવલિ પોલિસ સ્ટેશન પહોંચી. નોંધનીય છે કે હાઇ કોર્ટે રાધેમાંની ધરપકડ પર 26 ઓગસ્ટ સુધી રોક લગાવી છે પણ તે પહેલા તેમણે પોલિસ જ્યારે બોલાવે ત્યારે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

દિલ્હીમાં નિમણૂક અને બદલીના અધિકારી મામલે આજે સુનવણી

દિલ્હીમાં નિમણૂક અને બદલીના અધિકારી મામલે આજે સુનવણી

દિલ્હી હાઇકોર્ટમાં આજે દિલ્હી સરકારની તે અરજી પર સુનવણી થશે જેમાં દિલ્હીમાં નિમણૂક અને બદલીના અધિકારો પર કોનો અધિકાર રહેશે તે નક્કી કરવામાં આવશે.

એફટીઆઇઆઇ વિવાદ: 5 વિદ્યાર્થીઓની થઇ ધરપકડ

એફટીઆઇઆઇ વિવાદ: 5 વિદ્યાર્થીઓની થઇ ધરપકડ

એફટીઆઇઆઇ વિવાદમાં મંગળવારે મોડી રાતે પોલિસે પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી. આ વિદ્યાર્થીઓ સામે એફટીઆઇઆઇના નિર્દેશક પ્રશાંત પથરાબે ફરિયાદ નોંધાવી હતી. પથરાબેની ફરિયાદ હતી કે વિકાસ ઉર્સ, અજયન અડાટ સમેત લગભગ 30 વિદ્યાર્થીઓએ તેમનો ધેરાવ કર્યો હતો ત્યારે મામલો બિચકતા પોલિસને બોલાવવી પડી હતી.

રાહુલે ડીએમ અને એસપીને કાનૂન વ્યવસ્થા સુધરવા આપી સલાહ

રાહુલે ડીએમ અને એસપીને કાનૂન વ્યવસ્થા સુધરવા આપી સલાહ

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી હાલ તેમના સંસદીય ક્ષેત્ર અમેઠીની બે દિવસીય મુલાકાત પર છે. ત્યારે પોતાના પ્રવાસના બીજા દિવસે તેમણે અહીંના ડીએમ અને એસપીને બોલાવાની કાનૂન વ્યવસ્થા સુધારવાની સલાહ આપી. નોંધનીય છે કે તેમના આ પ્રવાસ દરમિયાન તેમણે હારીપુર, ભાદર જેવા ગામોનો જનસંપર્ક કર્યો હતો. અને આજે તે દિલ્હી રવાના થશે.

નક્સલી અથડામણમાં એક જવાન શહીદ, એસએસપી-એએસપી ઇજાગ્રસ્ત

નક્સલી અથડામણમાં એક જવાન શહીદ, એસએસપી-એએસપી ઇજાગ્રસ્ત

ઝારખંડના ખૂંટી જિલ્લાના દુલમીમાં નક્સલીઓએ એસએસપી પ્રભાત કુમારના વાહન પર તાબડતોડ ફાયરિંગ કરતા એસએસપી, એએસપી ઇજાગ્રસ્ત થયા છે. અને ગાડીના ડ્રાઇવરના માથામાં ગોળી લાગતા તે શહિદ થયો છે.

મણિકર્ણ ગુરુદ્વારા પર પહાડનો મોટો પથ્થર પડતા સાતનાં મોત

મણિકર્ણ ગુરુદ્વારા પર પહાડનો મોટો પથ્થર પડતા સાતનાં મોત

મંગળવારે, હિમાચલ પ્રદેશમાં આવેલ ધાર્મિક પર્યટન નગરી મણિકર્ણમાં ગુરુદ્વારામાં પહાડ પરથી મોટો પથ્થર પડતા 7 લોકોની મોત થઇ ગઇ અને 11 લોકો ઇજાગ્રસ્ત થયા. વળી ભાગદોડના કારણે પણ કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ અહીં બચાવ કામગિરી શરૂ કરવામાં આવી હતી.

જ્યારે આકાશમાંથી ટ્રક પડ્યો ત્યારે!

જ્યારે આકાશમાંથી ટ્રક પડ્યો ત્યારે!

મંગળવારે, થાણેના મુબ્રા બાયપાસ પાસે ફ્લાયઓવર પરથી એક મોટો કન્ટેનર નીચે આવેલી ઝૂંડપટ્ટી પર પડતા અહીં રહેતા સ્થાનિકાને ભર દિવસે તારા દેખાઇ ગયા હતા.

સવા કરોડના પેકેજ બાદ બિહારમાં મોદી મોદી

સવા કરોડના પેકેજ બાદ બિહારમાં મોદી મોદી

મંગળવારે, પટનામાં બીજેપી કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બિહારને સવા કરોડનું પેકેજ ફાળવવામાં આવ્યું તે માટે ખુશી વ્યક્ત કરી હતી.

બંગાળ બંધે લોકોની મુશ્કેલી વધારી

બંગાળ બંધે લોકોની મુશ્કેલી વધારી

મંગળવારે ક્રોંગ્રેસ દ્વારા જાહેર કરેલા બંગાળ બંધના એલાનથી કોલકત્તામાં અનેક નોકરીયાત અને જન સામાન્ય લોકોને આ બંધના કારણે હાલાકી ભોગવી પડી હતી.

આકાશ પડે કે ભૂકંપ આવે હું તો છાપું વાંચીશ!

આકાશ પડે કે ભૂકંપ આવે હું તો છાપું વાંચીશ!

ધણીવાર કહેવાય છે કે પુરુષોના હાથમાં છાપુ આવ્યું એટલે બસ પતી ગયું. પછી તેમને દુનિયામાં શું થાય છે તેનું કોઇ ભાન નથી રહેતું. ત્યારે અલ્હાબાદમાં ચોતરફ પૂરના પાણી વચ્ચે બેસીને છાપું વાંચનાર આ યુવકને જોઇને પણ તેવું જ લાગે છે.

ટ્વિંકલ ખન્ના મની લેખક, આમિર બહાર પાડી તેની બુક

ટ્વિંકલ ખન્ના મની લેખક, આમિર બહાર પાડી તેની બુક

મંગળવારે, મુંબઇમાં બોલીવૂડ સ્ટાર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ તેના પહેલા પુસ્તક મીસ ફનીબોન્સનું વિમોચન બોલીવૂડના જાણીતા અભિનેતા આમીર ખાનને હસ્તે કર્યું.

શેખ હસીના તેમની બહેનપણીને કહ્યું અલવિદા!

શેખ હસીના તેમની બહેનપણીને કહ્યું અલવિદા!

બુધવારે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પત્ની શુભ્રા મુખર્જીની અંતિમ વિધિ પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ હાજરી આપી હતી. નોંધનીય છે કે શુભ્રા અને હસીના સારા મિત્રો હતા. ત્યારે તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સાથે પણ મુલાકાત કરીને તેમને દિલાસો આપ્યો હતો.

 પટિયાલામાં ખેડૂતો નીકાળી સરકાર વિરુદ્ધ રેલી

પટિયાલામાં ખેડૂતો નીકાળી સરકાર વિરુદ્ધ રેલી

મંગળવારે, પંજાબના પટિયાલામાં ખેડૂતોએ બાદલ સરકાર વિરુદ્ધ પોતાની વિવિધ માંગણીઓ સાથે એક વિશાળ રેલી નીકાળી હતી.

ખેપલાંગ ગ્રુપના સભ્યને પકડવામાં પોલિસને મળી સફળતા

ખેપલાંગ ગ્રુપના સભ્યને પકડવામાં પોલિસને મળી સફળતા

મંગળવારે, દિલ્હીમાં પોલિસની સ્પેશિયલ સેલે એનએસસીએન (NSCN ખેપલાંગ) જૂથના એક ટોચના સભ્યની ધરપકડ કરી હતી.

દિનેશ કાર્તિક કહ્યું તું મેરી મેં તેરા, દુનિયા સે ક્યાં લેના!

દિનેશ કાર્તિક કહ્યું તું મેરી મેં તેરા, દુનિયા સે ક્યાં લેના!

મંગળવારે, ખ્રિસ્તી પરંપરા મુજબ જાણીતા ક્રિકેટર દિનેશ કાર્તિક તેની મંગેતર દિપીકા પલ્લિકલ જોડે લગ્નગ્રંથિએ જોડાયા.

કેલેન્ડર ગર્લ કર્યું તેમની ફિલ્મનું પ્રમોશન

કેલેન્ડર ગર્લ કર્યું તેમની ફિલ્મનું પ્રમોશન

મંગળવારે, મુંબઇમાં જાણીતા ડાયરેક્ટર મધુર ભંડારકરની આવનારી ફિલ્મ કલેન્ડર ગર્લનું પ્રમોશન આ ફિલ્મની લીડ અભિનેત્રીઓએ કર્યું.

English summary
19 August: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X