ભારે વરસાદ મુંબઇમાં મચાવ્યો હાહાકાર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદીએ રાહુલને હેપ્પી બર્થ ડે કહ્યું

મોદીએ રાહુલને હેપ્પી બર્થ ડે કહ્યું

આજે ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ દિવસ છે. જે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી હતી અને તેમની લાંબી આયુ અને સ્વસ્થ શરીરની કામના કરી હતી. નોંધનીય છે કે તેવું પહેલી વાર બન્યું છે જ્યારે રાહુલ ગાંધી તેમના બર્થ ડે પર ભારતમાં છે. સામાન્ય રીતે તે દરવર્ષે વિદેશમાં જ તેમનો બર્થ ડે ઉજવે છે.

રમજાન પર ભારત અને પાકિસ્તાને બતાવી સદ્દભાવના

રમજાન પર ભારત અને પાકિસ્તાને બતાવી સદ્દભાવના

ગુરુવારે, રમજાનના પાક મહિનામાં ભારતે પાકિસ્તાનના 88 માછીમારોને મુક્ત કર્યા. જે બાદ પાકિસ્તાને પણ ભારતના 150 માછીમારોને છોડી મૂક્યા. ભારત, પાક. વચ્ચે જ્યાં થોડા સમય પહેલા વાકયુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યાં જ હાલની આ મુક્તિએ ફરી બન્ને દેશો વચ્ચે સદ્દભાવના બનાવી છે.

શેરડીના ખેડૂતોને મળી મોદીએ કહ્યું

શેરડીના ખેડૂતોને મળી મોદીએ કહ્યું "હું ધન્ય થયો"

ગુરુવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શેરડીના લગભગ 150 ખેડૂતોનો મળવા ગયો. નોંધનીય છે કે સરકારે ખાંડ મિલોને 6000 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપી છે. જેનાથી શેરડીના ખેડૂતોને બહુ રાહત મળી હતી. જેના આભાર વ્યક્ત કરવા તે દિલ્હી આવ્યા હતા. ખેડૂતોને મળ્યા બાદ મોદીએ કહ્યું વડાપ્રધાનના રહેઠાણમાં અન્નદાતાઓના પગ પડ્યા તેથી હું ધન્ય થયો. વધુમાં ખેડૂતોએ પણ કહ્યું કે મોદીએ દરેકને આગ્રહ કરી જમાડ્યા અને તેમના પ્રશ્નો અને સરકારની નિતી જણાવી.

લલિત મોદી:પ્રવણે અદાવત રાખી મારા પર ઇડીની તપાસ બેસાડી

લલિત મોદી:પ્રવણે અદાવત રાખી મારા પર ઇડીની તપાસ બેસાડી

ગુરુવારે, લલિત મોદીએ ભૂતપૂર્વ નાણાં પ્રધાન પ્રણવ મુખર્જી પર આરોપ લગાવતા જણાવ્યું કે તેમણે શશી થરૂર મામલે મારી ભૂમિકાને કારણે અંગત અદાવત રાખી મારી વિરુદ્ઘ ઇડીની તપાસ બેસાડી. વધુમાં તેમણે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બંમ પર પણ આવા આરોપ લગાવ્યા છે. નોંધનીય છે મોદીનો દાવો છે કે કોચી આઇપીએલ ફ્રેન્ચાઇઝીમાં થરૂરની પત્ની સુનંદાની 25 ટકા ઇક્વિટી છે અને થરૂરે પણ આ માટે બોલી લગાવી હતી. લલિત મોદીના આ બયાન પછી થરૂરને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

ભારે વરસાદ મુંબઇમાં મચાવ્યો હાહાકાર

ભારે વરસાદ મુંબઇમાં મચાવ્યો હાહાકાર

છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદે મુંબઇને તરબોળ કરી દીધું છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો બીજી તરફ રેલ્વે, બસ સેવા ઠપ્પ થતા સામાન્ય જનજીવનની મુશ્કેલીઓ વધી ગઇ છે.

મુંબઇમાં ઝેરીલો દારૂએ 13 લોકોના જીવ લીધા

મુંબઇમાં ઝેરીલો દારૂએ 13 લોકોના જીવ લીધા

ગુરુવારે, મુંબઇમાં એક ઘરમાં બનાવેલી દારૂ પીને 13 લોકોની મોત થઇ છે. જ્યારે બીજા 10 લોકો હોસ્પિટલમાં છે. આ ઘટના બાદ પોલિસે તે જગ્યાની મુલાકાત લઇને વધુ તાજવીજ હાથ ધરી છે.

કોર્ટે AIPMIની પરીક્ષા માટે CBSEને બે મહિના આપ્યા

કોર્ટે AIPMIની પરીક્ષા માટે CBSEને બે મહિના આપ્યા

સુપ્રીમ કોર્ટે કેન્દ્રિય માધ્યમિક બોર્ડ (CBSE)ને ઓલ ઇન્ડિયા પ્રિ મેડિકલ ટેસ્ટની (AIPMI) પરીક્ષાને ફરી લેવા માટે બે મહિનાનો સમય આપ્યો. નોંધનીય છે કે આ પરીક્ષાના પેપર લીક થવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. જે બાદ કોર્ટેમાં સીબીએસઇની અપીલ બાદ કોર્ટ વધારાનો સમય આપ્યો છે.

અડવાણીએ કહ્યું મોદી માટે તે ટિપ્પણી નહતી

અડવાણીએ કહ્યું મોદી માટે તે ટિપ્પણી નહતી

ભારતમાં ભવિષ્યમાં ઇમરજન્સી આવી શકે છે તેવું નિવેદન ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એક ખાનગી છાપાના ઇન્ટરવ્યૂમાં કર્યું હતું. જે બાદ લાલકૃષ્ણ અડવાણીની મુશ્કેલીઓ વધતા તેમણે સ્પષ્ટતા આપી કે તેમનું આ નિવેદન નરેન્દ્ર મોદીની સરકારને લઇને ન હતું.

રસ્તાની વચ્ચે ખાબોચિડામાં મગર

રસ્તાની વચ્ચે ખાબોચિડામાં મગર

બેંગ્લોરમાં રસ્તે જતા લોકો માટે આ દ્રશ્ય ખરેખરમાં ખતરનાક હતું. જો કે આ મગર સાચો નથી. આ તો એક મગરનું પૂતળું છે. જેને કલાકાર બાદલ નાજૂન્દ્રાસ્વામીએ બનાવ્યું છે જેથી કરીને તે બ્રુહદ બેંગ્લોર મહાનગરપાલિકાનું ધ્યાન આકર્ષણ કરી શકે. જો કે રસ્તા વચ્ચે આમ મગરને બેઠેલો જોઇને ભલભલા ડરી જાય.

ભારતની પહેલી પ્રજ્ઞાચક્ષુ IFS અધિકારી

ભારતની પહેલી પ્રજ્ઞાચક્ષુ IFS અધિકારી

ગુરુવારે, રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે ભારતની પહેલી પ્રજ્ઞાચક્ષુ આઇએફએસ અધિકારી બેનો ઝેપ્લિનનું સ્વાગત કર્યું. બેનાને દિલ્હીમાં ભારતીય વિદેશ સેવામાં સામેલ કરવામાં આવી છે.

દિલ્હીમાં યોજાયો આર્મી હોસ્પિટલનો સત્કાર સમારંભ

દિલ્હીમાં યોજાયો આર્મી હોસ્પિટલનો સત્કાર સમારંભ

ગુરુવારે, નવી દિલ્હીમાં આવેલી આર્મી હોસ્પિટલમાં 56માં બેચ પ્રોબેશનર નર્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં લેફ્ટનન્ટ કરમજીત કૌરને શ્રેષ્ઠ ઓલ રાઉન્ડરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.

નરેન્દ્ર મોદીએ UID અને DBT પર બેઠક બોલાવી

નરેન્દ્ર મોદીએ UID અને DBT પર બેઠક બોલાવી

ગુરુવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધાર કાર્ડ અને ડીબીટીની પ્રગતિ સમીક્ષાની બેઠક કરી.

જાણીતા આર્કિટેક ચાર્લ્સ કોરિયાનું નિધન

જાણીતા આર્કિટેક ચાર્લ્સ કોરિયાનું નિધન

ગુરુવારે, મુંબઇના એક ચર્ચમાં જાણીતા આર્ટિટેક ચાર્લ્સ કોરિયાનો અંતિમ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો. નોંધનીય છે કે ચાર્લ્સ કોરિયાએ અમદાવાદમાં ગાંધી સ્મારક સંગ્રહાલયને ડિઝાઇન કર્યું હતું.

કરીના કહ્યું મને નાઇટ ડ્રેસમાં ખાલી સલમાને જ જોઇ છે!

કરીના કહ્યું મને નાઇટ ડ્રેસમાં ખાલી સલમાને જ જોઇ છે!

ગુરુવારે, મુંબઇમાં ફિલ્મ બજરંગ ભાઇજાનનું પ્રમોશન કરવા આવેલા જાણીતા બોલીવૂડ સ્ટાર સલમાન ખાન અને કરિના કપૂર.

ચેન્નઇમાં કમલ હસને પાપનાશમનું પ્રમોશન કર્યું

ચેન્નઇમાં કમલ હસને પાપનાશમનું પ્રમોશન કર્યું

ગુરુવારે ચેન્નઇમાં જાણીતા સ્ટાર કમલ હસને અને સાથી કલાકારો સાથે તેમની આવનારી ફિલ્મ પાપનાશમનું પ્રમોશન કર્યું.

ચોમાસાની રાહ જોતું બેઠું છે રાજસ્થાન

ચોમાસાની રાહ જોતું બેઠું છે રાજસ્થાન

એક બાજુમાં ભારતભરમાં ચોમાસાને લીધે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યાં જ અજમેરમાં લોકોને હજી પણ પાણી માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે.

36 વર્ષ પછી લાંબી અવધિનો રોઝા આવ્યો

36 વર્ષ પછી લાંબી અવધિનો રોઝા આવ્યો

આ વખતે વહેલી વાર રોઝા સૌથી લાંબા સમય એટલે કે 15 કલાક અને 30 મિનિટનો રહેશે. નોંધનીય છે કે આવું છેલ્લે 1979ના જૂન મહિનામાં થયું હતું જે બાદ 36 વર્ષે ફરી આવું થઇ રહ્યું છે.

ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં સાધુઓની ભીડ

ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં સાધુઓની ભીડ

ગુવાહાટીના પ્રસિદ્ધ કામાખ્યા મંદિરમાં અમ્બુબુચીના મેળામાં હાજરી આપવા પહોંચ્યા ભારતભરના સાધુઓ.

અમદાવાદમાં એન્ટી ગ્રેવિટી યોગા

અમદાવાદમાં એન્ટી ગ્રેવિટી યોગા

અમદાવાદમાં મહિલાઓએ કર્યો એન્ટી ગ્રેવિટી યોગા. જેમાં તેમણે કપડાથી કંઇક આમ લટકીને કરી યોગાની કસરત.

જોધપુરમાં થયું રસ્તા પર યોગા

જોધપુરમાં થયું રસ્તા પર યોગા

રાજસ્થાનના જોધપુરમાં આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે લોકોએ રસ્તા પર યોગની પ્રેક્ટિસ કરી.

"આવને મારી નજીક, એક સેલ્ફી તો લેવા દે"

મુંબઇમાં કાળા વાદળોની વચ્ચે મોસમની મઝા માણી રહેલો એક પરિવાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X