For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર સામે 19 વિપક્ષી દળોનુ 11 દિવસીય વિરોધ પ્રદર્શન આજથી શરૂ, જાણો શું છે માંગો?

આજથી 19 વિપક્ષી દળો કેન્દ્ર સરકાર સામે આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજથી 19 વિપક્ષી દળો કેન્દ્ર સરકાર સામે આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરશે. આ પ્રદર્શન 11 દિવસનુ છે. આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આખુ વિપક્ષ એકજૂટ થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે ગયા શુક્રવારે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષી દળોની એક વર્ચ્યુઅલ બેઠક બોલાવી હતી જેમાં 19 પક્ષો શામેલ થયા હતા. એ બેઠકમાં જ દેશવ્યાપી વિરોધની વાત નક્કી થઈ હતી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં વિપક્ષી દળોએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એક થઈને આગળ વધવા પર જોર આપ્યુ.

sonia-mamta

આ પક્ષોના નેતાઓએ કેન્દ્ર સામે 11 સૂત્રીય માંગોનો ચાર્ટ પર પણ જાહેર કર્યો. આ મીટિંગ બાદ નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યુ, 'અમે સંયુક્ત રીતે 20થી 30 સપ્ટેમ્બર, 2021 સુધી આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરીશુ, અમે 19 વિપક્ષી દળોના નેતા, ભારતના લોકોને આહ્વાન કરીએ છીએ ક તે પોતાની પૂરી તાકાતથી પોતાના ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક, ગણતંત્રાત્મક વ્યવસ્થાની રક્ષા કરવા માટે આ અવસર પર ઉભા થાય. ભારતને આજે બચાવો જેથી આપણે તેને સારા ભવિષ્ય માટે બદલી શકીએ.'

શું છે માંગો?

  • ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવા.
  • પેગાસસ હેંકિંગ વિવાદની સુપ્રીમ કોર્ટમાં નિરીક્ષણ હેઠળ તપાસ.
  • જમ્મુ કાશ્મીરમાં વહેલી ચૂંટણી.
  • જમ્મુ કાશ્મીરમાં બધા રાજકીય બંદીઓની મુક્તિ.
  • રાફેલ સોદાની ઉચ્ચસ્તરીય તપાસ.

વિપક્ષે લગાવ્યા કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ

આ સાથે જ આ બધા નેતાઓએ સંસદના ચોમાસુ સત્રને અચાનક સમાપ્ત કરવા માટે પણ કેન્દ્રની આકરી ટીકા કરી. આ બધાનુ કહેવુ છે કે કેન્દ્ર પેગાસસ મુદ્દે, નવા કૃષિ કાયદા, મુદ્રાસ્ફીતિ, મૂલ્ય વૃદ્ધિ, બેરોજગારી અને કોરોના વાયરસ બિમારીના કથિત મેનેજમેન્ટ પર જાણીજોઈને વાતચીત કરવા માંગતુ નથી. એટલુ જ નહિ તેમણે ત્રીજી લહેરને રોકવા માટે કોવિડ-19 સામે રસીકરણ અભિયાનને તત્કાળ તેજ કરવાની પણ માંગ કરી છે.

પીએમ મોદીના ભાષણની ટીકા

વિરોધ પક્ષોએ 15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણની પણ ટીકા કરી. બધાએ કહ્યુ કે આ ભાષણ નહોતુ પરંતુ ખોખલી નિવેદનબાજી, નારા અને દુષ્પ્રચારોના લેખા-જોખા હતા. વર્ષ 2019 અને 2020માં આપેલા ભાષણોનુ એક રિપેકેજીંગ હતુ જેનાથી જનતાને ભ્રમિત કરવાની કોશિશ કરવામાં આવી છે.

English summary
19 opposition parties will hold protests across the country against the Modi government from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X