For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિખ વિરોધી રમખાણઃ બે સભ્યોની SIT કરશે 186 કેસની તપાસ

સિખ વિરોધી રમખાણઃ બે સભ્યોની SIT કરશે 186 કેસની તપાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્ષ 1984માં સિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલ દિલ્હીમાં બંધ પડેલા 186 મામલાની તપાસ હવે 2 સભ્યોવાળી SIT કરશે. જણાવી દઈએ કે આ વર્ષે 11મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ હાઈકોર્ટના જજ જસ્ટિસ એસએન ઢીંગરા, અભિષેક દુલાર (IPS) અને રિટાયર્ડ IPS રાજદીપ વાળી ત્રણ સભ્યોની SIT દ્વારા તપાસના આદેશમાં સંશોધન કર્યું અને 2 સભ્યોવાળી એસઆઈટીને 186 મામલાની તપાસ માટે મંજૂરી આપી દીધી છે.

sikh riots

અગાઉ રાજપીપ સિંહે વ્યક્તિગત કારણોથી તપાસ ટીમનો હિસ્સો બનવામાં અસમર્થતા જતાવી હતી. અરજદારના વકીલે કહ્યું હતું કે હવે કોઈ નવા સભ્યને સામેલ કરવાના બદલે બે સભ્યોની કમિટી જ આ મામલાની તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે કેમ કે ત્રીજું નામ સામેલ થવાની પ્રક્રિયાને કારણે વિલંબ થઈ શકે છે.

કેન્દ્ર સરકાર તરફથીASG પિંકી આનંદે કહ્યું કે ત્રીજા સભ્યને સામેલ કરવો જરૂરી નથી. એમણે કહ્યું કે જો 2 સભ્યો પોતાનું કામ ચાલુ રાખે છે તો તેમને કંઈ વાંધો નથી. પિંકી આનંદે એમ પણ કહ્યું હતું કે અરજદારના વકીલના આ સૂચન પર કંઈ વાંધો નથી.

આ પણ વાંચો- સોહરાબુદ્દીન એનકાઉન્ટર ફેક હતું, CBIએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યું

English summary
1984 anti sikh riots: supreme court gives two member's SIT to probe 186 cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X