For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

84ની એ રાત, જ્યારે સજ્જનકુમાર આવ્યા અને જીવતા સળગાવી દીધા સિખઃ સાક્ષી

જગશેર સિંહે જ કોર્ટમાં સજ્જન કુમારની ઓળખ કરતા કહ્યુ હતુ, ‘આ જ છે એ વ્યક્તિ જે એ રાતે ભીડને ભડકાવી રહ્યો હતો.’...

|
Google Oneindia Gujarati News

1984 સિખ વિરોધી રમખાણો મામલે 34 વર્ષ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમારને હુલ્લડો ભડકાવવા અને ષડયંત્ર રચવાના દોષિત ગણવામાં આવ્યા છે. દિલ્લી હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો પલટાવીને સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી છે. તેમણમે 31 ડિસેમ્બરે સરેન્ડર કરવાનું છે. હાઈકોર્ટે સજા સંભળાવવા ઉપરાંત સજ્જન કુમાર પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. સજ્જન કુમાર ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આ દરમિયાન સજ્જન કુમાર સામે મહત્વના સાક્ષી જગશેરની પ્રતિક્રિયા આવી છે જેમણે આજીવન સજાને ઓછી ગણાવી છે પરંતુ એ વાતનો સંતોષ જરૂર વ્યક્ત કર્યો છે કે લોકોને ખબર તો પડી કે સજ્જન કુમારે રમખાણો કરાવ્યા હતા. જગશેર સિંહની કહાની દર્દભરી છે. તેમણે 84ના રમખાણોમાં ત્રણ ભાઈઓને ખોઈ દીધા. એકને દંગાખોરોએ જીવતા સળગાવી દીધા હતા. જગશેર સિંહ પણ રમખાણોમાં માર્યા જતા પરંતુ તે એક કારણસર બચી ગયા.

આ પણ વાંચોઃ 'જો કમલનાથ દોષિત છે તો મોદી પણ, પીએમ મોદી પર પણ એવા જ આરોપ'આ પણ વાંચોઃ 'જો કમલનાથ દોષિત છે તો મોદી પણ, પીએમ મોદી પર પણ એવા જ આરોપ'

જગશેર સિંહના વાળ કપાવેલા હતા એટલા માટે જીવતા છોડી દીધા

જગશેર સિંહના વાળ કપાવેલા હતા એટલા માટે જીવતા છોડી દીધા

જગશેર સિંહે જ કોર્ટમાં સજ્જન કુમારની ઓળખ કરતા કહ્યુ હતુ, ‘આ જ છે એ વ્યક્તિ જે એ રાતે ભીડને ભડકાવી રહ્યો હતો.' જગશેર સિંહે જણાવ્યુ કે દંગાકોરોએ એમને એટલા માટે ન માર્યા કારણખે તેમના વાળ કપાયેલા હતા. તે એમને હિંદુ સમજીને છોડીને જતા રહ્યા. જગશેર સિંહ મુજબ સજ્જન કુમાર 1 નવેમ્બર, 1984ની રાતે ભીડને ઉકસાવી રહ્યા હતા. સજ્જન કુમારના ભડકાઉ ભાષણના કારણે તેમનો આખો પરિવાર મૃત્યુ પામ્યો.

ચામ કૌરના પતિને તેની આંખો સામે જીવતા સળગાવ્યા

ચામ કૌરના પતિને તેની આંખો સામે જીવતા સળગાવ્યા

1984 સિખ વિરોધી રમખાણો મામલે સજ્જન કુમાર સામે એક અન્ય સાક્ષી રહી ચામ કૌર. ચામ કૌરે જણાવ્યુ કે તેમના પતિને તેમની જ આંખો સામે જીવતા સળગાવી દીધા હતા. 2 નવેમ્બર 1984ના ભડકાઉ ભાષણનો ઉલ્લેખ કરતા ચામ કૌરે કહ્યુ કે તે વખતે સજ્જન કુમાર લોકોને ભડકાવી રહ્યા હતા. તે કહી રહ્યા હતા, ‘એક પણ સિખ જીવતો બચવો ન જોઈએ જેમણે ઈન્દિરાને માર્યા.' ચામ કૌરે એ પણ દાવો કર્યો કે સજ્જન કુમાર પોલિસની જીપમાં આવ્યા હતા.

સજ્જન કુમાર સામે સાક્ષી ચામ કૌર પર ટાડા પણ લગાવી દેવામાં આવ્યો

સજ્જન કુમાર સામે સાક્ષી ચામ કૌર પર ટાડા પણ લગાવી દેવામાં આવ્યો

સજ્જન કુમારને મળેલી આજીવન કેદ પર પ્રતિક્રિયા આપતા ચામકૌરે જણાવ્યુ કે કેવી રીતે આ કેસના કારણે તેનુ જીવન નર્ક જેવુ બની ગયુ. ચામ કૌર મુજબ ઘણી વાર તેના પર કેસમાંથી હટવા માટેનું દબાણ કરવામાં આવ્યુ. તેમને અને તેમની માને ટાડા સુધીના કેસમાં ફસાવવામાં આવ્યા. આ કેસ લડતા લડતા જીવન નર્ક જેવુ બની ગયુ. ચામ કૌરે કહ્યુ કે બધાએ સિખોને બસ મતબેંક તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરી.

નિચલી અદાલતે શંકાનો લાભ આપીને છોડી દીધા હતા સજ્જન કુમારને

નિચલી અદાલતે શંકાનો લાભ આપીને છોડી દીધા હતા સજ્જન કુમારને

2013માં દિલ્લી કેંટમાં થયેલા સિખ વિરોધી રમખાણો મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન કુમારને શંકાનો લાભ મળી ગયો હતો અને કડકડડૂમાં કોર્ટે તેમને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા. અદાલતે કહ્યુ કે મામલાના મુખ્ય સાક્ષી જગદીશ કૌરે જસ્ટીસ રંગનાથ મિશ્રા કમિશન સમક્ષ સજ્જન કુમારનું નામ લીધુ નહોતુ. અદાલતે કહ્યુ કે વર્ષ 1985માં સિખ વિરોધી રમખાણ કેસની તપાસ માટે રચેલી જસ્ટીસ રંગનાથ મિશ્રા કમિશન સમક્ષ મુખ્ય સાક્ષી જગદીશ કૌરે નિવેદન આપ્યુ હતુ. એમાં તેમણે સજ્જન કુમારા નામ લીધુ નહોતુ જ્યારે અન્ય આરોપીઓના નામ લીધા હતા. બાદમાં સજ્જન કુમારનું નામ જોડવામાં આવ્યુ. અદાલતે કહ્યુ કે જગદીશ કૌરનો પુરાવો કે તેણે સજ્જન કુમારને ભીડને ભડકાવતા જોયા તે વિશ્વસનીય નથી. વકીલે પણ સજ્જન કુમાર પર માત્ર ષડયંત્ર રચવા અને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ વકીલ પૂરતા પુરાવા રજૂ કરી શક્યા નહોતા. આ કારણે તે બચી ગયા હતા પરંતુ હવે હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને પલટાવતા સજ્જન કારને દોષિત ગણાવ્યા અને આજીવન કેદની સજા સંભળાવી.

સિખોની સૌથી વધુ કત્લેઆમ દિલ્લીમાં થઈ

સિખોની સૌથી વધુ કત્લેઆમ દિલ્લીમાં થઈ

તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની 31 ઓક્ટોબર, 1984ના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ રાજીવ ગાંધીએ કહ્યુ હતુ કે મોટુ વૃક્ષ પડે તો ધરતી હલે છે. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્લી અને દેશના અલગ અલગ ભાગોમાં 1-4 નવેમ્બર વચ્ચે સીખો સામે કત્લેઆમ થયા હતા જેમાં લગભગ 3000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમાં 2700 લોકોની હત્યા એકલા દિલ્લીમાં કરી દેવામાં હતી.

English summary
1984 anti sikh riots witness narrates ordeal says saw-sajjan kumar ordering killing of sikh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X