For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-અમેરિકા વચ્ચે કૉમકાસા પર હસ્તાક્ષર, મળશે મિલિટ્રી એડવાન્સ ટેકનોલોજી

ગુરુવારે ભારત અને અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત થઈ જેમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પોતાના અમેરિકી સમકક્ષો માઈક પોપેયો અને જિમ મેટીસ સાથે મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે ભારત અને અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત થઈ જેમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પોતાના અમેરિકી સમકક્ષો માઈક પોપેયો અને જિમ મેટીસ સાથે મુલાકાત કરી. આ વાતચીત દરમિયાન બંને દેશોએ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં એકબીજાના સહયોગને વધારવા અને ડિફેન્સ ટેકનોલોજી સાથે જોડાયેલ એક સોદાને અંતિમ રૂપ આપવા માટે ચર્ચા કરી.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોપેયોનું સ્વાગત કર્યુ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોપેયોનું સ્વાગત કર્યુ

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોપેયો અને સંરક્ષણ મંત્રી જિમ મેટીસ બુધવારની વાતચીત માટે ભારત પહોંચ્યા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જ્યાં પોપેયોનું સ્વાગત કર્યુ તો સીતારમણે જિમ મેટીસનું સ્વાગત કર્યુ. ગુરુવારે જવાહરલાલ નહેરુ ભવનમાં વાતચીતનું આયોજન થયુ અને વાતચીત બાદ મંત્રીઓ તરફથી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ જાહેર કરવામાં આવ્યુ. અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ જનરલ જોસેફ ડ્યુનફોર્ડ પણ આ ડેલીગેશનમાં શામેલ છે. આ વાતચીતથી અલગ સીતારમણે મેટીસ અને સુષ્મા સ્વરાજે પોપેયે સાથે અલગ મુલાકાત પણ કરી.

આ પણ વાંચોઃભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત, અમેરિકી મંત્રી પોપેયો-મેટીસ પહોંચ્યા દિલ્હીઆ પણ વાંચોઃભારત-અમેરિકા વચ્ચે પહેલી 2+2 વાતચીત, અમેરિકી મંત્રી પોપેયો-મેટીસ પહોંચ્યા દિલ્હી

એનએસજી પર થઈ વાતચીત

એનએસજી પર થઈ વાતચીત

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે વાતચીત બાદ જાણકારી આપી કે ભારત અને અમેરિકા બંને જ ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપ (એનએસજી) માં ભારતની એન્ટ્રી મમાટે સાથે મળીને કામ કરવા રાજી થયા છે. વળી, આ વાતચીત દરમિયાન કૉમકાસા એટલે કે કમ્યુનિકેશન્સ કોમ્પેટિબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ પણ સાઈન કર્યો છે. આ એગ્રીમેન્ટ સાઈન થતાં જ ભારત માટે અમેરિકા તરફથી સંવેદનશીલ મિલિટ્રી ટેકનોલોજી અને ઉપકરણોની ખરીદીનો રસ્તો સાફ થઈ ગયો છે. પોપેયોએ કૉસકાસાને બંને દેશોના સંબંધોમાં મિલના પત્થર સમાન ગણાવ્યુ. વળી સંરક્ષણ મંત્રી સીતારમણે કહ્યુ કે આ એગ્રીમેન્ટ બાદ ભારતની રક્ષા ક્ષમતાઓ અને તૈયારીઓમાં વધારો થશે. સીતારમણે જણાવ્યુ કે વાતચીતમાં રક્ષા મુદ્દો સૌથી મહત્વનો મુદ્દો બનીને ઉભર્યો.

ટ્રમ્પની અફઘાન નીતિનું સ્વાગત

ટ્રમ્પની અફઘાન નીતિનું સ્વાગત

સીતારમણના જણાવ્યા અનુસાર ભારત અને અમેરિકા બંને દેશો એકબીજાના લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશો શાંતિ અને નાગરિકોની સમાનતા માટે કામ કરવા પર રાજી થયા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યુ કે ભારત, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અફઘાનિસ્તાન નીતિનું સ્વાગત કરે છે. બંને દેશ સાથે મળીને આતંકવાદ સામે લડાઈ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. અમેરિકી રક્ષા મંત્રી જિમ મેટીસે વાતચીત બાદ કહ્યુ કે ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરતા રહેશે અને તેમણે ફરીથી એકવાર ભારતને અમેરિકાનું સૌથી મોટુ રક્ષા ભાગીદાર ગણાવ્યુ. દિલ્હી પહોંચતા પહેલા અમેરિકી વિદેશ મંત્રી પોપેયોએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે ભારત અને રશિયા વચ્ચે થયેલી ડિફેન્સ ડીલ અને ઈરાન સાથે ઉર્જા કરાર વાતચીતનો પ્રાથમિક મુદ્દો નહિ હોય.

આ પણ વાંચોઃસમલૈંગિક સંબંધ ગુનો નથી પરંતુ તેનું સમર્થન પણ નથી કરતાઃ RSSઆ પણ વાંચોઃસમલૈંગિક સંબંધ ગુનો નથી પરંતુ તેનું સમર્થન પણ નથી કરતાઃ RSS

English summary
2+2 dialogue: India and US sign important agreements.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X