• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આસારામના કુકર્મોમાં સાથ આપનાર 2 સહયોગીઓનું સમર્પણ

By Kumar Dushyant
|

જોધપુર, 20 સપ્ટેમ્બર: પોતાને ભગવાન ગણાવનાર આસારામ બાપુના બે સહયોગીઓએ રાજસ્થાનમાં જોધપુરની એક કોર્ટમાં શુક્રવારે સમર્પણ કરી દિધું છે. બંને સહયોગી પણ એક કિશોરના યૌન શોષણના મુદ્દે આસારામની સાથે આરોપી હતા. પીડિત કિશોરી મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં સ્થિત આસારામના જે આશ્રમની હોસ્ટેલમાં રહેતી હતી, તેના રસોઇયો પ્રકાશ અને હોસ્ટેલના પ્રભારી શરદ ચંદ્રએ સમર્પણ કર્યું છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે પ્રકાશ અને શરદ બંને જોધપુર સમીપ સ્થિત આસારામના આશ્રમમાં 15 ઓગષ્ટના રોજ કિશોરી સાથે થયેલા યૌન શોષણની ઘટનાના કાવતરામાં સામેલ હોવાના આરોપી છે. બંનેએ પોતાને નિર્દોષ ગણાવતાં આગોતરા જામીનની અરજી કરી હતી, પરંતુ ગુરૂવારે તેમને પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. અધિકારીએ કહ્યું હતું કે પ્રકાશ અને શરદ બંને શુક્રવારે જિલ્લા તથા સત્ર ન્યાયાધીશની કોર્ટમાં હાજર થયા અને સમર્પણ કર્યું.

asaram-bapu-605

અધિકારીએ જણાવ્યું હતું કે સમર્પણ બાદ તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. બંનેને પોલીસ પૂછપરછ કરવામાં આવશે. પીડિતા ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને તેનો પરિવાર આસારામના ભક્તોમાં રહ્યાં છે. આસારામ વિરૂદ્ધ બાળકો સાથે યૌન શોષણ કરવાના કાયદા અને ભારતીય દંડ સંહિતાની વિભિન્ન કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે. તેમને પોતાના વિરૂદ્ધ લાગેલા આરોપોથી મનાઇ કરી દિધી છે.

આસારામની મધ્યપ્રદેશના ઇન્દોરથી એક સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી રાજસ્થાન લાવવામાં આવ્યા હતા અત્યારે તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે. તેમના સહયોગી શિવાને પણ ગુનાનમાં સાથ આપવાના અઆરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વધુ એક આરોપી છિંદવાડા હોસ્ટેલની વોર્ડન શિલ્પીએ આગોતરા જામીન અરજી આપી છે જેને કોર્ટે નકારી કાઢી છે. પોલીસ અત્યાર સુધી શોધ કરી રહી છે.

lok-sabha-home

English summary
Controversial spiritual guru Asaram Bapu’s two aides – Prakash and Sarat surrendered before the sessions court in Jodhpur on Friday in connection with the sexual assault case of a 16-year-old girl.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more