For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા બેંગ્લોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા બેંગ્લોર

ભાજપની રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકમાં હાજર થવા મોદી પહોંચ્યા બેંગ્લોર. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇવાળાએ એરપોર્ટ પર કર્યું નરેન્દ્ર મોદીનું સ્વાગત.

મુંબઇ

મુંબઇ

યમનમાં ફસાયેલા ભારતીયોમાંથી 190 લોકો આજે ઇન્ડિયન એર ફોર્સના વિમાન દ્વારા મુંબઇ આવી પહોંચ્યા છે. નોંધનીય છે કે યમનમાં ફસાયેલા 349 લોકોને સુમિત્રા યુદ્ધ જહાજથી જીબુટી લઇ જવામાં આવ્યા હતા ત્યાંથી ભારત માટે, 190 પેસેન્જરોને મુંબઇ અને 169 પેસેન્જરોને કોચી, ઇન્ડિયન એર ફોર્સના વિમાન દ્વારા લઇ જવામાં આવ્યા.

ચેન્નઇ

ચેન્નઇ

ચેન્નઇમાં મરિના ખાતે ખેડૂત એસોસિયેશનના સભ્યોએ કંઇક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. આ ખેડૂતો કર્ણાટક દ્વારા કાવેરી નદી પર મેકેદાતૂ જળાશય બાંધવાની યોજનાનો વિરોધ કરી રહ્યા હતા.

અલ્હાબાદ

અલ્હાબાદ

અલ્હાબાદમાં પીસીએસ (પ્રિ)નું પ્રશ્નપત્ર લિક થઇ જવાના વિરોધમાં વિદ્યાર્થીઓએ એક બસને આગ ચાંપી નાંખી.

અલ્હાબાદ

અલ્હાબાદ

અલ્હાબાદમાં પીસીએસ (પ્રિ)નું પ્રશ્નપત્ર લિક થઇ જવાના વિરોધમાં વિદ્યાર્થીઓના વિરોધનો અક્રોશ વધતા પોલિસે ટોળાને દૂર કરવા ઓપન ફાયર કરી હતી.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આજે બેંગ્લોરમાં થવાની છે બીજેપીની કાર્યકારણી બેઠક. જેમાં બીજેપીના પ્રમુખ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપીના વરિષ્ઠ નેતા એલ.કે અડવાણી સહિત અનેક મોટો નેતાઓ હાજર રહેશે. ભાજપની રાષ્ટ્રિય કાર્યકારણીની બે દિવસીય બેઠક શુક્રવારથી બેંગ્લોરમાં શરૂ થશે. આ બેઠકની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. બેઠકમાં શું શું એજન્ડા હશે તે માટે આજે મીટીંગ રાખવામાં આવી છે. જેમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજ સુધીમાં બેંગ્લોર પહોંચશે. પાર્ટીને જમીની સ્તરે વધુ મજબૂત બનાવા અને આવનારી રાજ્યની ચૂંટણીમાં ભાજપના એજન્ડા પર આ બેઠકમાં ચર્ચા થશે.

ગિરીરાજ સિંહ

ગિરીરાજ સિંહ

મધ્યપ્રદેશના ક્રોંગ્રેસી કાર્યકર્તાઓ કેન્દ્રિય રાજ્ય મંત્રી ગિરીરાજ સિંહના ફોટો બાળી રહ્યા છે. નોંધનીય છે કે ગિરીરાજે ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી "ગોરા છે માટે આટલી મોટી પોસ્ટ પર છે" તેવી રેસિસ્ટ કમેન્ટ કરી હતી. જો પર ક્રોંગ્રેસે પોતાનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

ગૃહમંત્રી રાજનાથ સિંહ હાલ પશ્ચિમ બંગાળની મુલાકાત પર છે. જે અંતર્ગત તેમણે દક્ષિણ 24 પરગણા જિલ્લાના સુંદરવનમાં આવેલી ફ્લોટિંગ ચોકી પર બીએસએફના જવાનોની મુલાકાત લીધી હતી.

જોધપુર

જોધપુર

સીબીઆઇએ બુધવારે આવકવેરાના ચીફ કમિશ્નર પવનકુમાર શર્મા અને આઇટી અધિકારી શૈલેન્દ્ર ભંડારીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. નોંધનીય છે કે સીબીઆઇએ આ બન્નેની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી હતી.

રોઉરકેલા

રોઉરકેલા

બુધવારે રોઉરકેલા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SAIL ચેરમેન અને એમ.ડી., સી.એસ.વર્મા સાથે અત્યાધુનિક રોઉરકેલા સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લઇ રહ્યા છે.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરમાં શ્રમિકો બેમિના પૂર-હિટ વિસ્તારમાં રેતીની બોરી લઇને જઇ રહ્યા છે. અહીં રાહત બચાવ કામ હેઠળ પાણીને રોકવા માટે રેતીની બોરીઓથી બોર્ડર બનાવામાં આવી રહી છે.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરના પૂરગ્રસ્ત રવિવારી વિસ્તારમાં એક મહિલા હજી સુધી કોઇ મદદ ન મળવાના કારણે વ્યથિત છે. શ્રીનગરમાં પૂરના કારણે ઘરે ઘરે પાણી ભરાઇ ગયા છે અને જીવનજરૂરી વસ્તુઓની ભારે અછત ઉભી થઇ છે.

ભૂંકપ

ભૂંકપ

ઉત્તરાખંડના કેટલાક વિસ્તાર વહેલી સવારે ભૂંકપના આંચકા અનુભવાતા લોકોમાં હોહાપો મચી ગયો તો. 5.1 રેક્ટર સ્કેલની તીવ્રતાવાળા આ ભૂંકપનું કેન્દ્ર ચમોલીની પાસે છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

ગાઝિયાબાદ

ગાઝિયાબાદ

બુધવારે, ગાઝિયાબાદના રાજનગર ખાતે ક્રિકેટર સુરેશ રેનાની સગાઇ થઇ. નજીકના સંબંધીઓ અને પરિવારજનોની હાજરીમાં સુરેશ રેના અને પ્રિયંકા ચૌધરીએ એક બીજાને શગાઇની અંગૂઠી પહેરાવી.

મૈસૂર

મૈસૂર

મૈસૂર નજીક નંન્જનગુડ વિસ્તારમાં ઉજવાયો "પંચ મહા રથોતસ્વ". આ રથ ઉજવણી ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાયુઓ હાજર રહ્યા.આ ઉત્સવમાં ભગવાન શ્રીકાન્તેશ્વરાને રથમાં બેસાડી ગામમાં ફેરવામાં આવે છે. દક્ષિણનું કાશી ગણાતા નંન્જનગુડમાં આ તહેવારનું ભારે મહત્વ છે.

જયપુર

જયપુર

મહાવીર જયંતી નિમિત્તે જયપુરમાં મહાવીર સ્વામીનું સરધસ નીકાળવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થી અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

બેંગ્લોર

બેંગ્લોર

બેંગ્લોરમાં બીજેપી પ્રમુખ અમિત શાહ, વાઇસ પ્રેસિડન્ટ બી.એસ. યેદ્દુરૂપ્પા અને અન્ય નેતાઓએ રાષ્ટ્રિય કાર્યકારણી બેઠકની માટે આવી પહોંચ્યા છે. અહીં તેમને રાષ્ટ્રિય ઓફિસ પદાધિકારી બેઠકનું ઉદ્ધાટન કર્યું .

શ્રીનગર

શ્રીનગર

જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના તંગમર્ગ વિસ્તારમાં સીમા પારથી ધૂસી આવેલા આંતકીઓ અને સેના વચ્ચે થઇ ઝડપ. આ હુમલામાં બે જવાનો શહિદ થયા છે અને અન્ય બે લોકો ધાયલ થયા છે.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર કેન્દ્રીય રાજ્યપ્રધાન ગિરિરાજ સિંહને ટીપ્પણી કરવી પડી ભારે. સોનિયાએ આ મામલે કહ્યું કે નીચી માનસિકતા ધરાવતા લોકોની ટિપ્પણી પર જવાબ આપવો હું જરૂરી નથી સમજતી. નોંધનીય છે કે ગિરીરાજે આ અંગે ખેદ પ્રગટ કર્યો છે.

English summary
2 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X