For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવું ચૂકવવા માટે બાપે 2 હજારમાં બે દીકરાઓ વેચ્યા, 6 વર્ષ પછી..

6 વર્ષ પહેલા એક પિતાએ પોતાના સામાન્ય ખર્ચા માટે પોતાના બે દીકરાઓને 2000 રૂપિયામાં વેચી દીધા હતા.

|
Google Oneindia Gujarati News

6 વર્ષ પહેલા એક પિતાએ પોતાના સામાન્ય ખર્ચા માટે પોતાના બે દીકરાઓને 2000 રૂપિયામાં વેચી દીધા હતા. પાંચ વર્ષથી ઓછી ઉંમરના આ બાળકો એક એનજીઓ મદદ ઘ્વારા 6 વર્ષ પછી ફરી એકવાર પોતાની માતાને મળી શક્યા. આ બાળકોને તેમની માતા સાથે મેળવવામાં રેવન્યુ ડિવિઝનલ ઓફિસર (આરડીઓ) અને નેશનલ આદિવાસી સોલીડેટરી કાઉન્સિલ (એનએએસસી) ઘ્વારા અગત્યની ભૂમિકા ભજવવામાં આવી. 6 વર્ષ પછી જયારે એસ અરુણ કુમાર પોતાની માતા એસ વલ્લીને ગળે મળ્યા ત્યારે બધા જ તેમના પ્રેમને જોઈને ભાવુક થઇ ગયા.

ઘણા પ્રયાસ પછી બાળકના ઘરની જાણકારી મળી

ઘણા પ્રયાસ પછી બાળકના ઘરની જાણકારી મળી

ટાઈમ્સમાં છપાયેલી ખબર અનુસાર બે દિવસ પહેલા નેશનલ આદિવાસી સોલીડેટરી કાઉન્સિલને એક 11 વર્ષની બાળક સુલાગીરી તળાવ પાસે બેઠેલો જોવા મળ્યો. આ બાળક ત્યાં તરતી બતકોને જોઈ રહ્યો હતો. એનએએસસી વર્કરો તે બાળકને રેસ્ક્યુ કરીને પોતાની ઓફિસે લઇ આવ્યા. અહીં બાળકની કાઉન્સિલિંગ કરવામાં આવી. ઘણા પ્રત્યનો પછી બાળકના ઘરની માહિતી મળી.

ઉધાર ચૂકવવા માટે બંને બાળકોને વેચી દીધા

ઉધાર ચૂકવવા માટે બંને બાળકોને વેચી દીધા

નેશનલ આદિવાસી સોલીડેટરી કાઉન્સિલ મહાસચિવ કે કૃષ્ણન ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકની માતા એસ વલ્લી અનુસાર અરુણનાં પિતા સરવાને એક ખેડૂત પાસેથી 2000 રૂપિયા ઉધાર લીધા હતા. દેવું નહીં ચૂકવી શક્વાને કારણે સરવાને પોતાના દીકરા અરુણને બાબુ નામના વ્યક્તિને 2000 રૂપિયામાં વેચી દીધો. કૃષ્ણન ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકના પિતાની ત્રણ વર્ષ પહેલા જ મૌત થઇ ચુકી છે.

મહિલાના બીજા દીકરીને પણ શોધી લીધો

મહિલાના બીજા દીકરીને પણ શોધી લીધો

પોતાના એક દીકરાને મળ્યા પછી મહિલાએ નેશનલ આદિવાસી સોલીડેટરી કાઉન્સિલ અધિકારીઓને જણાવ્યું કે તેના પતિએ તેનો બીજો દીકરો પણ વેચી દીધો છે. વલ્લી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના પતિએ બીજો દીકરો સેલ્વા, વેલ્લુરમાં એક વ્યક્તિને વેચ્યો છે. ત્યારપછી અધિકારીઓ ઘ્વારા શોધ ચાલુ કરી દેવામાં આવી. ટીમે તિરૂપતૂંરમાં આરડીઓ પ્રિયંકા સાથે સંપર્ક કર્યો. મહિલાના બીજા દીકરા સેલ્વાને પણ છોડાવી લેવામાં આવ્યો. વલ્લી ખુબ જ જલ્દી પોતાના બીજા દીકરાને મળશે, જેને તેને 6 વર્ષથી નથી જોયો. વલ્લીને કુલ 5 સંતાન છે.

English summary
2 Child sold by father, rescued by mother in Krishnagiri tamilnadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X