કર્ણાટક સરકારને ઝાટકો, 2 અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું લીધું
કર્ણાટકમાં ચાલી રહેલી રાજનૈતિક ધમાસાણ વચ્ચે એક મોટી ખબર આવી રહી છે. 2 અપક્ષ ધારાસભ્યોએ સરકારનું સમર્થન પાછું લઇ લીધું છે. તેની સાથે પ્રદેશમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર મુસીબતમાં ફસાતી જોવા મળી રહી છે. બે અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછુ લીધું છે તેમને નામ એચ નાગેશ અને આર શંકર છે. બીજી બાજુ અપક્ષ ધારાસભ્યના રાજીનામાં પર કર્ણાટક ડેપ્યુટી સીએમ સી પરમેશ્વરાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. પરંતુ તેની સાથે તેમને એવું પણ કહ્યું છે કે કોંગ્રેસ-જેડીએસ સરકાર સ્થિર છે.
કર્ણાટકનો રાજકીય સંગ્રામઃ ભાજપના 104 ધારાસભ્યોએ ગુરુગ્રામના રિસોર્ટમાં ડેરો જમાવ્યો, 5 કોંગ્રેસી MLA
|
નિર્દલીય વિધાયક આર શંકરે સમર્થન પાછું લીધું
કર્ણાટક નિર્દલીય વિધાયક આર શંકરે કુમારસ્વામી સરકાર પાસેથી સમર્થન પાછું લઇને કહ્યું કે આજે મકરસંક્રાંતિ છે. આજના દિવસે અમે સરકારમાં બદલાવ જોવા માંગીયે છે. તેમને કહ્યું કે સરકાર કુશળ હોવી જોઈએ એટલા માટે હું મારુ સમર્થન પાછું લવ છું.
|
નિર્દલીય વિધાયક એચ નાગેશે ભાજપ સાથે જવાનો નિર્ણય કર્યો
બીજા નિર્દલીય વિધાયક એચ નાગેશે કહ્યું કે પ્રદેશની ગઠબંધન સરકારને મેં સમર્થન એટલા માટે આપ્યું કે કર્ણાટકમાં એક એક સારી અને સ્થિર સરકાર બને. પરંતુ હાલની સરકાર તેમાં બિલકુલ વિફળ રહી છે. આ સરકારમાં કોઈ તાલમેલ નથી. એટલા માટે મેં ભાજપ સાથે જવાનો નિર્ણય કર્યો છે.
|
અમારી સરકાર સ્થિર છે: ડેપ્યુટી સીએમ સી પરમેશ્વરા
આ આખા મામલે કર્ણાટક ડેપ્યુટી સીએમ સી પરમેશ્વરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે બે નિર્દલીય વિધાયકોએ સરકાર પાસેથી સમર્થન પાછું લઇ લીધું છે. તેમને કહ્યું કે ભાજપ પૈસાના જોર પર લોકોને આકર્ષિત કરવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ અમારી સરકાર સ્થિર છે.