જમ્મુ કાશ્મીર એન્કાઉન્ટરમાં 8 આતંકી ઢેર, 2 જવાન પણ શહીદ

Posted By:
Subscribe to Oneindia News

આજે જમ્મુ કાશ્મીરમાં ત્રણ અલગ અલગ જગ્યા પર એન્કાઉન્ટર થયા છે. જેમાં સુરક્ષાબળ જવાનો ઘ્વારા 8 આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. આ ઘટનામાં સેનાના 2 જવાનો પણ શહીદ થયા છે. મારી નાખવામાં આવેલા આતંકીઓમાં હિઝબુલનો એક કમાન્ડર પણ શામિલ છે. એટલું જ નહીં પરંતુ સેનાએ એક જીવતા આતંકીને પણ પકડી પાડ્યો છે.

થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીર ડીજીપી એસપી વૈદ્ય ઘ્વારા પ્રેસ કરીને મીડિયાને તેના વિશે જાણકારી આપવામાં આવી છે. તેમને જણાવ્યું કે શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન સેનાના 2 જવાન શહીદ થઇ ગયા છે. એટલું જ નહીં પરંતુ સુરક્ષાબળ સાથે ઝડપમાં બે સ્થાનીય નાગરિકની પણ મરવાની ખબર આવી છે. આપણે જણાવી દઈએ કે આજે સવારથી અનંતનાગ, ક્ચદુરા અને શોપિયાંમાં સુરક્ષાબળ સામે આતંકીઓની લડાઈ ચાલી રહી છે.

અનંતનાગ ડાયલગામ માં એક આતંકી મારવામાં આવ્યો

એસપી વૈદ્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે અનંતનાગ ડાયલગામ માં એક આતંકી મારવામાં આવ્યો છે. જયારે બીજો કે જીવતો પકડી લેવામાં આવ્યો છે. મારવામાં આવેલા આતંકીઓ પાસે ભારે માત્રામાં હથિયાર મળી આવ્યા હતા.

સુરક્ષાબળ જવાનો ઘ્વારા વિસ્તારમાં જાંચ અભિયાન

મળતી માહિતી અનુસાર પોલીસ ને આજે સવારે અનંતનાગ પેઠ ડાયલગામ માં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી. ત્યારપછી સુરક્ષાબળ ઘ્વારા તે વિસ્તારની ઘેરાબંધી કરી જાંચ કરવાનું ચાલુ કર્યું. આ દરમિયાન આતંવાદીઓ ઘ્વારા સુરક્ષાબળ જવાનો પર ગોળીઓ ચલાવવાનું ચાલુ કરવામાં આવ્યું.

અત્યારસુધી નું સૌથી મોટું એન્કાઉન્ટર

આપણે જણાવી દઈએ કે આ કાશ્મીરમાં આ દશક નું સૌથી મોટું એન્કાઉન્ટર છે. શોપિયાંમાં એન્કાઉન્ટર થયા પછી હાલત ગંભીર છે. વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ ઘટના પછી અલગાવવાદી નેતાઓ ઘ્વારા બંધ રાખવામાં આવ્યો છે.

English summary
Two Army jawans were killed on Sunday in separate encounters in south Kashmir in which eight terrorists, including top commanders, were also gunned down.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.