For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં વધુ બે કોવિડ વેક્સીન - કોવોવેક્સ અને કૉર્બીવેક્સ તેમજ એંટી વાયરલ ડ્રગ મૉલ્નૂપીરાવીરને મળી મંજૂરી

કેન્દ્ર સરકારે કોવિડ-19ની વધુ બે રસી અને એક એંટી વાયરલ દવાને ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે કોવિડ-19ની વધુ બે રસી અને એક એંટી વાયરલ દવાને ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે સવારે ટ્વિટ કરીને જણાવ્યુ કે કોરોના મહામારી વેક્સીન Corbevax અને Covovax અને એંટી વાયરલ દવા Molnupiravir નો ઉપયોગ ઈમરજન્સીમાં કરવામાં આવી શકે છે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટમાં લખ્યુ છે, 'CORBEVAX વેક્સીન ભારતની પહેલી સ્વદેશી RBD પ્રોટીન સબ-યુનિટ' વેક્સીન છે. તે ભારતમાં વિકસિત ત્રીજી રસી છે. તેને હૈદરાબાદ સ્થિત બાયોલૉજિકલ-ઈએ બનાવી છે.

covid vaccine

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક અન્ય ટ્વિટમાં લખ્યુ છે, 'Nanoparticle વેક્સીન, COVOVAનુ નિર્માણ પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે, એંટીવાયરલ દવા Molnupiravir હવે દેશમાં 13 કંપનીઓ દ્વારા બનાવવામાં આવશે. આનો ઉપયોગ કોવિડ-19ના વયસ્ક રોગીઓ દ્વારા જોખમવાળા દર્દીઓના ઈલાજ માટે ઈમરજન્સીની સ્થિતિમાં શરતો સાથે કરવામાં આવશે.' વળી, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે આ બધી મંજૂરીથી મહામારી સામે વૈશ્વિક લડાઈને વધુ મજબૂતી મળશે.

તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી ovisheeld, Covaxin, ZyCov-D, Sputnik V, Moderna, Johson and Johnson, Corbevax અને Covovaxને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે. કેન્દ્રીય ઔષધિ પ્રાધિકરણની એક વિશેષજ્ઞ સમિતિએ સોમવારે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાની કોવિડ રસી કોવે્કસ અને બાયોલૉજિકલ ઈ કંપનીની રસી કોર્બેવેક્સને અમુક શરતો સાથે ઈમરજન્સી ઉપયોગની અનુમતિ આપવાની ભલામણ કરી હતી. સાથે જ એસઈસીએ દેશમાં કોવિડની દવા મોલનુપીરાવિરની ઈમરજન્સી સ્થિતિમાં નિયંત્રિત ઉફયોગની ભલાણણ કરવામાં આવી હતી. એસઆઈઆઈમાં સરકાર અને નિયામક બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે આ અંગે પહેલા આવેદન ઓક્ટોબરમાં આપ્યુ હતુ.

ડીસીજીઆઈ કાર્યાલયે 17 મેના રોજ એસઆઈઆઈને કોવેક્સ કોરોના રસીના નિર્માણ અને ભંડારણની અનુમતિ આપી દીધી હતી. ડીસીજીઆઈની મંજૂરીના આધારે અત્યાર સુધી પૂણે સ્થિત કંપની રસીના ડોઝનુ નિર્માણ અને ભંડારણ કરી રહી છે. વળી, ઓગસ્ટ, 2020માં અમેરિકાની રસી બનાવતી કંપની નોવાવેક્સ ઈંકે એનવીએક્સ-સીઓવી2373(કોવિડ-વિરોધી સંભવિત રસી)ના વિકાસ અને વ્યવસાયીકરણ માટે એસઆઈઆઈ સાથે એક લાયસન્સ સમજૂતીની જાહેરાત કરી હતી. વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ 17 ડિસેમ્બરે કોવોવેક્સ કોરોના મહામારીની રસીના ઈમરજન્સી ઉપયોગની અનુમતિ આપી દીધી હતી.

English summary
2 More Covid Vaccine Corbevax, Covovax and anti viral medicine Molnupiravir approved by centre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X