For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે નિતીશ અને કેજરી બન્ને કહ્યું "નહીં પહેલા આપ!"

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જ્યારે નિતીશ અને કેજરી બન્ને કહ્યું

જ્યારે નિતીશ અને કેજરી બન્ને કહ્યું "નહીં પહેલા આપ!"

બિહારમાં કેજરીવાલ આપશે નિતીશનો સાથ. દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પ્રમુખ કેજરીવાલે બિહાર વિધાનસભા ચૂંટણીમાં નિતીશ કુમારનો હાથ પકડી લીધો છે. નોંધનીય છે કે આપ આ ચૂંટણીમાં તો નહીં ઉતરે પણ પરોક્ષ પ્રચાર જરૂરથી કરશે. જો કે તે રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવથી તેમની દૂરી બનાઇ રાખશે.

ગિલાની સિવાય તમામ અલગાવવાદી નેતાઓ થયા મુક્ત

ગિલાની સિવાય તમામ અલગાવવાદી નેતાઓ થયા મુક્ત

આજે સવારે એનએસએ સ્તરની વાર્તા પહેલા જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદી નેતા મીરવાઇજ અમર ફારુક, એસએએસ ગિલાની અને યાસિન મલિકની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવનાર આસિયા અંદ્રાબીના ઘરે પણ પોલિસે છાપામારી કરી છે. પણ તે બાદ ગિલાની સિવાય તમામ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે એનએસએની પ્રસ્તાવિત બેઠક 23 ઓગસ્ટે થવાની છે. જે પહેલા પાકિસ્તાને તમામ અલગાવવાદી નેતાઓને મળવા માટે આમંત્રણ મોકલાયું હતું.

રાજીવ ગાંધીની જયંતી પર મોદીએ આપી શ્રદ્ઘાજંલિ

રાજીવ ગાંધીની જયંતી પર મોદીએ આપી શ્રદ્ઘાજંલિ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 71મી જયંતી નિમિત્તે ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સમેજ ક્રોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓએ દિલ્હીના વીર ભૂમિ ખાતે જઇને તેમને શ્રદ્ઘાંજલિ અર્પી હતી. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર નોદી પણ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પી.

જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર જશે રાહુલ ગાંધી

જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર જશે રાહુલ ગાંધી

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી 26 અને 27 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરની મુલાકાતે જશે. આ દરમિયાન રાહુલ પાકિસ્તાન તરફથી થઇ રહેલા ફાયરિંગથી પીડિત લોકોની મુલાકાત કરશે અને લોકોની સમસ્યાઓને જાણવાનો પ્રયાસ કરશે.

ઉપહાર સિનેમા અગ્નિકાંડને આજે 18 વર્ષ થયા

ઉપહાર સિનેમા અગ્નિકાંડને આજે 18 વર્ષ થયા

દક્ષિણ દિલ્હીમાં આવેલ ઉપહાર સિનેમાંમાં વર્ષ 1997માં ફિલ્મ બોર્ડનના સ્ક્રીનિંગ વખતે આગ અને તેના પછીની ભાગદોડમાં કુલ 59 લોકોની મોત થઇ હતી. અને 100 વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ સુપ્રિમ કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો અને આ થિયેટરના માલિક અંસલ બંધુઓને કોર્ટે 30-30 કરોડ રૂપિયા જમા કરવાનું કહ્યું હતું. જો કે તેની સજાના આરોપ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે આજે આ દુર્ધટનાને 18મી વરસી પર તેનો એક ફાઇલ ફોટો.

સાયના નેહવાલે ફરી રચ્યો ઇતિહાસ, બની વિશ્વની નંબર 1 ખેલાડી

સાયના નેહવાલે ફરી રચ્યો ઇતિહાસ, બની વિશ્વની નંબર 1 ખેલાડી

ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલને વિશ્વ બેડમિન્ટન રેંકિગે અધિકૃત રીતે એક વાર ફરી વિશ્વની નંબર 1 ખેલાડી તરીકે ધોષિત કરી છે.

પેસિફિક આઇલેન્ડના દેશોથી ભારનો જૂનો સંબંધ છે- પ્રણવ મુખર્જી

પેસિફિક આઇલેન્ડના દેશોથી ભારનો જૂનો સંબંધ છે- પ્રણવ મુખર્જી

ગુરુવારે, ભારત અને પ્રશાંત દ્વિપ સમૂહ દેશના બીજા શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હાજરી આપી કહ્યું હતું કે પેસિફિક આઇલેન્ડ સાથે ભારતના સંબંધો ખૂબ જ જૂના છે. અને અમે તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.

ધોનીએ ફરી લગાવી પેરાશૂટથી બીજી છલાંગ

ધોનીએ ફરી લગાવી પેરાશૂટથી બીજી છલાંગ

ગુરુવારે,જાણીતા ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની બીજી છલાંગ લગાવી. નોંધનીય છે કે તેમની પહેલી છલાંગ માટે તેમણે 60 સેકન્ડનો સમય લીધો હતો જ્યારે બીજી છલાંગ વખતે તેમણે 55 સેકન્ડમાં છલાંગ પૂરી કરી હતી. જો કે હજી તેમને અન્ય ત્રણ વાર આ રીતે જ કુદવું પડશે.

રાજસ્થાનની લોકલ ચૂંટણી ભાજપ આગળ પણ વસુંધરા પાછળ

રાજસ્થાનની લોકલ ચૂંટણી ભાજપ આગળ પણ વસુંધરા પાછળ

મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં થયેલ સ્થાનિક ચૂંટણીમાં ભાજપાએ ભારે મતદાન સાથે ક્રોંગ્રેસને પાછળ પછાડી દીધું છે. પરિણામો મુજબ ભાજપ 129 સીટોમાંથી 62 પર જીતની મહોર લગાવી ચૂક્યું છે. જોકે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેને તેમના વિસ્તાર ઝાલાવારમાં કારમી હાર જોવી પડી છે.

લાલુએ કહ્યું માયાજાળથી નમો કરી રહ્યા છે ભ્રમિત

લાલુએ કહ્યું માયાજાળથી નમો કરી રહ્યા છે ભ્રમિત

રાજદ સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિહાર રેલી દરમિયાનના ભાષણને નમોનું હિપ્નોટિક ભાષણ જણાવીને કહ્યું છે કે વૈશ્ય સમાજ આનાથી સાવધાન રહેવું જોઇએ. વધુમાં લાલુ પ્રસાદ યાદવે બિહારને આપવામાં આવેલ વિશેષ પેકેજને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો હતો.

હરિદ્વારમાં રાષ્ટ્રપતિની પત્નીનું થયું અસ્થિ વિસર્જન

હરિદ્વારમાં રાષ્ટ્રપતિની પત્નીનું થયું અસ્થિ વિસર્જન

બુધવારે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પત્ની શુભ્રા મુર્ખજીના અવસાન બાદ તેમના પુત્ર અભિજિત મુખર્જી હરિદ્વારમાં તેમની માતાના અસ્થિ વિસર્જનની પૂજા કરી રહ્યા છે.

ઓરિસ્સાને સ્પેશ્યલ પેકેજ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન

ઓરિસ્સાને સ્પેશ્યલ પેકેજ આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન

બુધવારે, ભુવનેશ્વરમાં બીજુ જનતા દળના સાંસદોએ ઓડિસ્સાને સ્પેશ્યલ રાજ્યનો દરજ્જો આપવા અને ખાસ પેકેજ જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

મેરઠમાં મહિલાઓ લીધું હાથમાં ઝાડૂં

મેરઠમાં મહિલાઓ લીધું હાથમાં ઝાડૂં

બુધવારે, મેરઠમાં ખરાબ રસ્તાઓથી ત્રસ્ત થઇને સ્થાનિક મહિલાઓએ હાથમાં લાઠી અને ઝાડૂ લઇને કર્યું વિરોધ પ્રદર્શન.

આની ભરપાઇ કોણ કરશે?

આની ભરપાઇ કોણ કરશે?

છેલ્લા કેટલાય દિવસથી પાકિસ્તાન આંતરાષ્ટ્રિય સીમા કરારોનું ઉલ્લધન કરીને સતત ફાયરિંગ કરી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારના 7 લોકો અત્યાર સુધીમાં પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યા છે. અધુરામાં પુરું જાનમાલને પણ મોટા પાયે નુક્શાન થઇ રહ્યું છે. ત્યારે પુંછ વિસ્તારમાં એક મહિલા તેના ઘરની ભીતને દર્શાવી રહી છે.

કેરળમાં નવ વર્ષની ઉજવણીની ધૂમ

કેરળમાં નવ વર્ષની ઉજવણીની ધૂમ

કોચીમાં મહાબલિનો પોશક ધારણ કરેલ એક વ્યક્તિ કેરળના ગવર્નર જસ્ટિસ (નિવૃત) પી સતશિવમનું સ્વાગત કરી રહ્યો છે. નોંધનીય છે કે ગવર્નરે અહીં અથમ ઉજવણીનું ઉદ્ધાટન કરવા માટે આવ્યા હતા.

જમ્મુમાં સરકારી પરીક્ષામાં ઉર્દ ફરજિયાત બનાવતા થયો વિરોધ

જમ્મુમાં સરકારી પરીક્ષામાં ઉર્દ ફરજિયાત બનાવતા થયો વિરોધ

બુધવારે, જમ્મુમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જમ્મુ નાયબ તહસીલદારની પરીક્ષા માટે ઉર્દૂ ફરજિયાત બનાવવાના જમ્મુ-કાશ્મીર સરકારના નિયમનો વિરોધ કરવા જમ્મુ યુનિવર્સિટી પાસે રસ્તા રોકો અભિયાન ચલાવ્યું.

બાબાસાહેબ પુરાંદરેને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા

બાબાસાહેબ પુરાંદરેને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા

બુધવારે, મુંબઇમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા જાણીતા લેખક અને થિયેટર એક્ટિવિસ્ટ બાબાસાહેબ પુરાંદરને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા.

 મેરી કોમે સ્પેશ્લ ઓલિમ્પિક્સ 2015ના વિજેતાને સન્માનિત કર્યા

મેરી કોમે સ્પેશ્લ ઓલિમ્પિક્સ 2015ના વિજેતાને સન્માનિત કર્યા

બુધવારે, નવી દિલ્હીમાં બોક્સર એમ સી મેરી કોમે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ 2015ના વિજેતા બાળકોને સન્માનિત કર્યા.

સિંગ ઇઝ બ્લિંગના પ્રમોશન માટે મુંબઇના રસ્તા પર ઉતર્યો અક્ષય!

સિંગ ઇઝ બ્લિંગના પ્રમોશન માટે મુંબઇના રસ્તા પર ઉતર્યો અક્ષય!

બુધવારે, મુંબઇમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને એમી જેક્શને તેમની ફિલ્મ સિંગ ઇઝ બ્લિંગનું ટેલર કંઇક આ રીતે લોન્ચ કર્યું.

English summary
20 August: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X