For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 લાખ કરોડનું આર્થિક પેકેજઃ ખેડૂતો, મજૂરો માટે નાણામંત્રીએ કરી ખાસ જાહેરાત

20 લાખ કરોડનું આર્થિક પેકેજઃ ખેડૂતો, મજૂરો માટે નાણામંત્રીએ કરી ખાસ જાહેરાત

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસને પગલે ભારત આખામાં લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન 4.0 શરૂ થાય તે પહેલા નાણામંત્રીએ આત્મનિર્ભર ભારત પર ભાર આપી લૉકલ ખરીદો વૉકલ બનોનું સૂત્ર આપ્યું હતું. આની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. 13 મે 2015ને બુધવારના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે SMSEs, લઘુ ઉદ્યોગો, કૂટિર ઉદ્યોગો અને પીએફ ખાતાધારકો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. આજે 14 મે 2020ને ગુરુવારે નાણામંત્રીએ વધુ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં નાના ખેડૂતો, પ્રવાસી શ્રમિકો અને શહેરી ગરીબો માટે એલાન કરવામાં આવ્યાં છે.

nirmala sitharaman

નાણા મંત્રીએ આજે કરેલી કેટલીક ખાસ જાહેરાતો

  • ખેડૂતોએ 4 લાખ કરોડની લોન લીધી, ખેડૂતોને લોન પર 3 મહિનાની છૂટ આપવામાં આવી.
  • ઈન્ટ્રેસ્ટ સબવેંશન સ્કીમને વધારી 31મે સુધી કરવામાં આવી.
  • 25 લાખ નવા કિસાન ક્રેડિટકાર્ડ આપવામાં આવ્યાં.
  • નાબાર્ડે ગ્રામીણ બેંકોને 29500 કરોડની મદદ આપી છે.
  • બધા વર્કર્સને ન્યૂનતમ વેતનના અધિકાર આપવાની તૈયારી. આવી રીતે ન્યૂનતમ વેતનમાં ક્ષેત્રીય અસમાનતા ખતમ કરવાની યોજના.
  • તમામ કર્મચારીઓ માટે વાર્ષિક હેલ્થ ચેકઅપણ પણ ફરજીયાત કરવાની યોજના. સંસમદાં આના પર વિચાર થઈ રહ્યો છે. મહિલાઓ માટે નાઈટ શિફ્ટમાં કામ કરવાને લઈ ગાઈડલાઈન લાવવામા આવશે.
  • ઘર તરફ વાપસી કરી રહેલા મજૂરોને સહાયતા આપવામાં આવી રહી છે. મનરેગા અંતર્ગત તેમને રોજગાર આપવામાં આવશે. 2.33 કરોડ લોકોને ફાયદો. ન્યૂનતમ મજૂરી પહેલા જ 182થી વધારી 202 રૂપિયા કરી દેવામાં આવી છે.

શહેરી ગરીબોને 11000 કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી છે. શહેરી ગરીબો માટે રાજ્ય સરકારોને આપદા ફંડનો ઉપયોગ કરવાની મંજૂરી છે જેથી તેમને ભોજન અને આવાસ ઉપલબ્ધ કરાવી શકે. આના માટે કેન્દ્રથી પૈસા મોકલવામા આવે છે. શહેરી વિસ્તારોમાં રહેતા બેઘર લોકોને શેલ્ટર હોમમાં ત્રણ ટાણાનુ ભોજન સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના પૈસાથી થઈ રહ્યું છે.

વન નેશન વન રાશન કાર્ડ

1 જૂનથી રાશનકાર્ડ નેશનલ પોર્ટેબિલિટી એટલે કે વન નેશન વન રાશન કાર્ડ લાગૂ કરવામાં આવશે. ઓગસ્ટ 2020 સુધી 23 રાજ્યોના 67 કરોડ લાભાર્થીઓને કવર કરવામાં આવશે. માર્ચ 2021 સુધી તમામ રાશન કાર્ડ કવર થશે. જણાવી દઈએ કે આ સ્કીમમાં એક રાશન કાર્ડ પર રાશનકાર્ડ ધારક દેશના કોઈપણ ખુણે પોતાના ભાગનું રાશન લઈ શકે છે. દેશમાં 80 કરોડથી વધુ રાશનકાર્ડધારક છે.

  • બધા જ પ્રવાસી મજૂરોને 2 મહિના સુધી મફત અનાજ મળશે.
  • આના માટે એક દેશ એક રાશન કાર્ડ લાગૂ થશે, દરેક શહેરમાં રાશનકાર્ડ ચાલશે.
  • જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને પણ 5 કિલો અનાજ મળશે.
  • આગલા 2 મહિના માટે 9 કરોડ મજૂરોને લાભ મળશે.

શહેરી ગરીબોને છત મળશે

  • પ્રવાસી મજૂરો અને શહેરી મજૂરોને છત મળી રહે તે માટે મોદી સરકાર યોજના બનાવી રહી છે.
  • આગામી સમયમાં ઓછા ભાડાવાળા ઘર મળશે, અને તેને પ્રધાનમંત્રી આવાસયોજના અંતર્ગત લાવવામાં આવશે.

મુદ્રા સ્કીમ અંતર્ગત 3 પ્રકારની લૉન

  • શિશુ લૉનઃ 50,000 રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે.
  • કિશોર લૉનઃ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે.
  • રુણ લૉનઃ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મુદ્રા સ્કીમ અંતર્ગત 50,000 રૂપિયા કે તેનાથી ઓછી મુદ્રા (શિશુ) લૉન ચૂકવનારા પર ત્રણ મહિનાની છૂટ મળી છે. જે બાદ 2 ટકા સબવેંશન સ્કીમ એટલે કે વ્યાજમાં છૂટનો ફાયદો આગલા 12 મહિના સુધી આપવામાં આવશે. જેનાથી 3 કરોડ લોકોને કુલ 1500 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

અન્ય કેટલીક મહત્વની જાહેરાતો

  • 50 લાખ સ્ટ્રીટ ટ્રેડરને 10 હજારની વિશેષ લોન આપવામાં આવશે, આના માટે સરકાર 5 હજાર કરોડ ખર્ચ કરશે.
  • મિડલ ઈનકમ ગ્રુપ જેની વાર્ષિક આવક 6થી 18 લાખ છે, તેમને મળતી હાઉસિગ લોન પર ક્રેડિંટ લિંક્ડ સબ્સિડી સ્કીમની ડેડલાઈન માર્ચ 2021 સુધી વધી. તેની શરૂઆત મે 2017માં થઈ હતી.
  • ખેડૂતો માટે 30 હજાર કરોડની વધારાનું ઈમરજન્સી કેપિટલ ફંડ નાબાર્ડને આપવામાં આવશે. આ નાબાર્ડને મળેલ 90 હજાર કરોડના પહેલા ફડનું એડિશનલ હશે અને તાત્કાલિક જાહેર કરવામાં આવશે.

MSME સેક્ટરની કંપનીઓને સરકારે આપી મોટી રાહત, વિદેશી કંપનીઓને નહી મળે ટેન્ડરMSME સેક્ટરની કંપનીઓને સરકારે આપી મોટી રાહત, વિદેશી કંપનીઓને નહી મળે ટેન્ડર

English summary
20 lakh crore package: highlights of finance minister's press conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X