• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 Lakh Crore Package: કિસાન ક્રેડિટ કાર્ડ માટે બે લાખ કરોડનું પ્રાવધાન

|

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજનું નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત ત્રીજા દિવસે મીડિયા સમક્ષ વિવરણ આપ્યું. તેમણે પોતાની આજે આર્થિક પેકેજમાં ગ્રામીણ ભારત અને ખેડૂતો માટે આપવામા આવી રહેલી રાહતો વિશે વિસ્તૃત જાણકારી આપી છે. આજે કરાયેલી મુખ્ય ઘોષણાઓ વિશે વિસ્તૃત વિવરણ અહીં કરેલું છે.

નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ

નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ

 • કિસાન ક્રેડિટ કાર્ડ માટે બે લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન કરાયું છે.
 • કૃષિ ભંડારણમાં મદદ માટે સરકારી સમિતિઓ, સમૂહોના ફંડિંગ આપવામાં આવશે.
 • કૃષિ ઉદ્યમના બ્રાન્ડિંગ માટે 10 હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન.
 • માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈસિસના ઔપચારિકરણ માટે 10 હજાર કરોડ રૂપિયાની યોજના શરૂ કરવાનો ફેસલો.
 • કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યમો માટે 10 હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન
 • ખેડૂતોની આવક વધારવાની કોશિશ કરી રહી છે સરકાર
 • કૃષિ આધારભૂત તપાસ માટે 1 લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે.
કેટલીક ખાસ જાહેરાતો

કેટલીક ખાસ જાહેરાતો

 • 74300 કરોડની MSPની ચૂકવણી કરવામાં આવી, 6400 કરોડના પાક વિમાની ચૂકવણી કરવામા આવી છે.
 • પીએમ ફસલ વિમા યોજના અંતર્ગત 6400 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા.
 • પીએમ કિસાન ફંડ અંતર્ગત 18700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા.
 • બે કરોડ ખેડૂતોને પાચ હજાર કરોડનો લાભ આપવામાં આવ્યો.
 • બે કરોડ ખેડૂતોને વ્યાજમાં સબ્સિડી.
 • એમએસપી માટે 17300 કરોડ, પાક વીમા માટે 6400 કરોડ રૂપિયા.
 • કોરોના વાયરસ સંકટ દરમિયાન પાછલા બે મહિનામાં 74300 કરોડ રૂપિયાથી વધુના અનાજની ખરીદી ટેકાના ભાવે કરાણી.
 • બે મહિનામા ખેડૂતોના ખાતામા 18 હજાર 700 કરોડ નાખ્યા, બે મહિનામાં ખેડૂતોની મદદ માટે કેટલાય પગલા ભર્યાં. 74 હજાર 300 કરોડનો પાક ખરીદ્યો.
મત્સ્ય ઉદ્યોગ માટે જાહેરાતો

મત્સ્ય ઉદ્યોગ માટે જાહેરાતો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના માધ્યમથી માછીમારોને 20 હજાર કરોડ રૂપિયા વહેંચવાનો ફેસલો લીધો છે. જે સમુદ્રી અને આંર્દેશીય મત્સ્ય ક્ષેત્રના વિકાસમાં મદદ કરશે.

સ્થાનીક ઉત્પાદનો દુનિયાભરમાં પહોંચશે.

 • માછલી ઉત્પાદનમાં 55 લાખ રોજગાર પેદા થશે. એક લાખ કરોડ રૂપિયાનો માછલી નિકાસ થશે. માછીમારો અને ખલાસીઓનો વીમો થશે.
 • પશુપાલન બુનિયાદી માળખા વિકાસ ફંડ માટે 15000 કરોડ રૂપિયાનું પ્રાવધાન.
 • રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રમણ કાર્યક્રમ માટે 13343 કરોડ રૂપિયા વહેંચવાનો નિર્ણય કરાયો છે.
 • કેરી, કેસર, હળદર માટે ક્લસ્ટર, યુપીની કેરીનું ઈન્ટરનેશનલ બ્રાન્ડિંગ
 • હર્બલ કલ્ટીવેશન માટે 4000 કરોડ રૂપિયા, 10 લાખ હેક્ટરમાં હર્બલ ખેતી થશે, ખેડૂતોને 5000 કરોડ રૂપિયાની આવક થશે.
 • પશુઓના વેક્સીન માટે 13 હજાર 343 કરોડ રૂપિયા, 15 હજાર કરોડ પશુપાલન ઈન્ફ્રા માટે.
 • મધમાખી પાલનને ઉત્તેજન આપવા માટે 500 કરોડ રૂપિયાનું પ્રાવધાન
ખેડૂતો માટે આ જાહેરાતો

ખેડૂતો માટે આ જાહેરાતો

 • ટમેટા, ડુંગળી, બટેટા માટે બનાવેલ ઓપરેશન ગ્રીન્સ હજી પણ ફળ-સબ્જીઓ પર લાગૂ રહેશે. જેને ટૉપ ટુ ટોટલ યોજના કહેવાશે, જેના માટે 500 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરાયું છે.
 • 70 લાખ ટન માછલી ઉથ્પાદન વધારવાનો લક્ષ્ય.
 • શાકભાજીના ઉત્પાદનના ભંડારણ માટે 50 ટકાની સબ્સિડી.
 • કૃષિ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા અને રોકાણ વધારવા માટે 1995થી લાગૂ થયેલ એસેશિયલ કોમોડિટીઝ એક્ટમાં બદલાવ કરવામાં આવ્યો છે.
 • કેન્દ્રીય કાનૂન બનાવવામા આવશે, જેની મદદથી ખેડૂતો માટે બેરિયર-મુક્તિ આંતરરાજ્ વ્પાપાર શક્ય બનશે.
 • આવશ્યક સામાન સાથે જોડાયેલ કાનૂનમાં બદલાવ કરવામાં આવ્યો છે. બે લાખ સૂક્ષ્મ ખાદ્યો એકમોને મદદ.
 • જરૂરી સામાનની કોઈ સ્ટૉક લિમિટ નહિ રહે.

વડોદરાઃ 22 વર્ષીય મહિલા સિપાહીએ ગળા ફાંસો ખાઈ લીધો

English summary
highlights of nirmala sitharaman's press conference in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more