For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયલલિતા ફરી બનશે તમિલનાડુના મુખ્યમંત્રી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જયલલિતા ફરી બનશે તમિલનાડુના મુખ્યમંત્રી

જયલલિતા ફરી બનશે તમિલનાડુના મુખ્યમંત્રી

AIADMKના પ્રવક્તા સી. આર. સરસ્વતીએ આજે જાહેરાત કરી કે જયલલિતા 23 મેના રોજ ફરીથી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અને 22 મે તમિલનાડુના હાલના મુખ્યમંત્રી ઓ પન્નેરસેલ્વમ રાજીનામું આપશે.

વર્ષગાંઠની તૈયારી માટે મોદીએ બોલાવી બેઠક

વર્ષગાંઠની તૈયારી માટે મોદીએ બોલાવી બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ આવાસ પર વરિષ્ઠ પ્રધાનોની એક બેઠક બોલાવી છે. જેમાં સરકારની એક વર્ષની ઉપલબ્ધિ અને કાર્યક્રમ પર ચર્ચા થશે. નોંધનીય છે કે 24 મેના રોજ એક મેગા પ્રેસ કોન્ફરન્સમાં સરકાર અને તેના તમામ પ્રધાન તેમના કાર્યકાળનું વિવરણ જનતા સમક્ષ મૂકશે.

વડાપ્રધાન ભારત પર ફર્યા

વડાપ્રધાન ભારત પર ફર્યા

મંગળવાર રાતે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દેશોની વિદેશ યાત્રા પૂરી કરી સ્વદેશ પરત ફર્યા. અહીં બીજેપી નેતા અને કાર્યકર્તાઓએ ઉષ્માભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યું.

કાટજૂએ મોદીને ખૂની અને સોનિયાને ઠગ કહ્યા

કાટજૂએ મોદીને ખૂની અને સોનિયાને ઠગ કહ્યા

પોતાના વિવાદાસ્પદ નિવેદનોના લીધે જાણીતા સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કળ્ડેય કાયજૂએ એક વાર ફરી ટ્વિટર અને ફેસબુક પર સોનિયા-મનમોહનને ઠગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન સંહાર કરનાર ખૂની કહ્યો છે.

કેજરી-જંગ મળ્યા રાષ્ટ્રપતિને

કેજરી-જંગ મળ્યા રાષ્ટ્રપતિને

મંગળવારે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને ઉપરાજ્યપાલ નજીબ જંગનો પોત પોતાનો મુદ્દો લઇને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસે પહોંચ્યા. જ્યાં તેમણે પોત પોતાની આપવિતી કહી. જો કે રાષ્ટ્રપતિએ બન્નેનો પક્ષ સાંભળીને આ મુદ્દો જલ્દી જ પગલા લેવાનું આશ્વાસન બન્નેને આપ્યું છે.

હાઇકોર્ટ:

હાઇકોર્ટ: "દિલ્હી સરકાર કામ કરવા બદલે તાળા લગાવે"

દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલી જંગ પર દિલ્હી હાઇકોર્ટ પણ નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું અલગ અલગ ત્રણ મામલાની સુનવણીમાં નિવેદેન કહ્યું કે આખરે શું થઇ રહ્યું છે દિલ્હીમાં લોકો એક સારી સરકાર ઇચ્છતા હતા પણ આ સરકાર કામ કરવાના બદલે અધિકારીઓના કાર્યાલય પર તાળા લગાવી રહી છે.

"આપ"ના વધુ એક નેતા પર નકલી ડિગ્રીનો આરોપ

દિલ્હી સરકારના કાનૂન પ્રધાન જિતેન્દ્ર સિંહ તોમર પર તો નકલી ડિગ્રીનો આરોપ લાગ્યો જ હતો હવે તેમાં દિલ્હીના કેન્ટ વિસ ક્ષેત્રના સાંસદ કમાન્ડો સુરેન્દ્ર સિંહનું પણ નામ જોડાયું છે. તેમની પર પણ નકલી ડિગ્રીનો આરોપ છે જો કે તેમણે આ આરોપો પર કહ્યું કે આ બીજેપીની ચાલ છે અને તે કોર્ટમાં સત્ય સામે લાવશે.

કાળિયાર હરણ મામલે સલમાનની મુશ્કેલી વધી

કાળિયાર હરણ મામલે સલમાનની મુશ્કેલી વધી

કાળિયાર હરણ શિકારથી જોડાયેલી આર્મ્સ એક્ટ પ્રકરણમાં સલમાન ખાનની અરજીને ફરી એક વાર રાજસ્થાન હાઇ કોર્ટે ફગાવી. નોંધનીય છે કે આ પહેલા સલમાન ખાને પોતે નિર્દોષ છે તેવી ગવાહી આપતા પાંચ ગવાહોને બોલાવાની અરજી જિલ્લા અદાલતમાં કરી હતી જેને પણ કોર્ટે ફગાવી હતી.

શિવસેનાનો મોદી પર કટાક્ષ કહ્યું

શિવસેનાનો મોદી પર કટાક્ષ કહ્યું "ઉદાર વડાપ્રધાન"

શિવસેનાના મુખ્યપત્ર "સામના"માં શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઠેકડી ઉડાવતા કહ્યું કે "ગજવામાં ફૂટી કોડી નથી અને મોદી,બાજીરાવ બની ફરી રહ્યા છે" મોદી સરકાર દ્વારા મંગોલિયાને 100 કરોડ ડોલરનો દેવું આપવા બદલ શિવસેનાએ મોદી પર આ પ્રહાર કર્યો હતો.

યુદ્ધ વિમાન સુખોઇ-30 પડ્યું ખેતરમાં

યુદ્ધ વિમાન સુખોઇ-30 પડ્યું ખેતરમાં

મંગળવારે, આસામના નૌગાંવ જિલ્લાના કાલાડૂબા ગામમાં બપોરે ભારતીય વાયુ સેનાનું એક અત્યાધુનિક યુદ્ધ જહાર સુખોઇ-30 ખેતરમાં પડ્યું. જો કે આ ધટનામાં એક તરફ જ્યાં પાઇલોટ સુરક્ષિત છે ત્યાં જ બે ગ્રામજનો ઇજાગ્રસ્ત થયા છે અને કેટલાક ઘરોને નુક્શાન થયું છે.

એન્ટી સબમરીન યુદ્ધ જહાજનું જલાવરણ

એન્ટી સબમરીન યુદ્ધ જહાજનું જલાવરણ

મંગળવારે,કોલકત્તામાં કાલે સ્વદેશી ટેકનોલોજીથી બનેલ ચોથા એન્ટી સબમરીન યુદ્ધ જહાજ કવરત્તીનું કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી રાવ ઇન્દ્રજીત સિંહ દ્વારા જલાવરણ કરાવામાં આવ્યું.

દાદાએ દાદીના હોઠો પર લગાવી લિપ્સટિક

દાદાએ દાદીના હોઠો પર લગાવી લિપ્સટિક

મંગળવારે, ગુવાહાટીમાં જોરોન સમારંભ દરમિયાન 73 વર્ષના શાંતનુ કુમારે 63 વર્ષના મંજૂ સિંહા સાથે લગ્ન કર્યા. ઓલ્ડ એજ હોમ ખાતે યોજાયેલા આ સમારંભમાં શાંતનુ કુમારે તેમની પત્ની મંજૂના હોઠો પર લાલી લગાવી રહ્યા છે.

મુંબઇના આઝાદ મેદાન પર CPI(M)ની રેલી

મુંબઇના આઝાદ મેદાન પર CPI(M)ની રેલી

મંગળવારે, મુંબઇના આઝાદ મેદાનમાં CPI(M) દ્વારા આદિવાસી રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા.

ધર્મશાલામાં વિદ્યાર્થીનીઓએ એસપી ઓફિસને ઘેરી

ધર્મશાલામાં વિદ્યાર્થીનીઓએ એસપી ઓફિસને ઘેરી

ધર્મશાળાની કોલેજમાં એક વિદ્યાર્થીની જોડે થયેલ કથિત બાળાત્કાર મામલે ઝડપી તપાસ કરવાની માંગ સાથે કોલેજની વિદ્યાર્થીનીઓએ એસપી ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું.

જયપુરમાં આવ્યું રેતીલું આંધુ

જયપુરમાં આવ્યું રેતીલું આંધુ

મંગળવારે, જયપુરમાં રેતીલું આધું આવતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ત્યારે રસ્તા પર એક ઝાડ પડતા લોકો અને પોલિસ મળીને આ ઝાડને રસ્તા પરથી ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પારણું ઝૂલાવીને ફેલાવી જાગૃતિ

પારણું ઝૂલાવીને ફેલાવી જાગૃતિ

કોજીકોડીને અનેક માતાઓએ પારણું ઝૂલાવીને સ્ત્રીઓ અને બાળકો પર થતા અત્યાચાર સામે રક્ષણની માંગ કરી અને આ અંગે જાગૃતિ ફેલાવી.

બીગ બીએ માણી આઇપીએલ મેચ

બીગ બીએ માણી આઇપીએલ મેચ

મંગળવારે, મુંબઇમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને મુંબઇ ઇન્ડિયન્સ ટીમને કર્યું ચીયર્સ. ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી આઇપીએલ મેચને બન્ને બાપ-દીકરાએ ભરપૂર પણે માણી.

English summary
20 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X