IIT છાત્રાએ ખરીદી ફિલ્મ પ્રમોશનમાં વિદ્યા બાલને પહેરેલી સંબલપુરી સાડી, જાણો કિંમત
નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન સાડીઓ સાથેના લગાવ માટે જાણીતી છે. તે સાર્વજનિક સ્થળોએ ઘણી વાર સાડી પહેરેલી જ જોવા મળે છે. હાલમાં જ તેની ફિલ્મ શકુંતલા દેવી રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોસન દરમિયાન પણ વિદ્યા સાડી પહેરેલી દેખાઈ હતી. આ દરમિયાન તેણે એક સંબલપુરી સાડી પહેરી હતી. જે ઓરિસ્સાની એક છોકરીને એટલી ગમી ગઈ કે તેણે 55 હજાર રૂપિયાનો ખર્ચ કરીને હરાજીમાં આ સાડી ખરીદી છે. આ છોકરીની ઉંમર 20 વર્ષની છે.

IIT સ્ટુડન્ટ છે સાડી ખરીદનાર છોકરી
સંબલપુરી 'મેથેમેટિકલ ઈક્વેશન'વાળી આ સાડીની 55 હજાર રૂપિયામાં ઑનલાઈન હરાજી થઈ છે. 20 વર્ષની દિબાંશી મિશ્રાએ આ સાડી ખરીદી છે. દિબાંશી આઈઆઈટી ગુવાહાટીની સ્ટુડન્ટ છે. જણાવવામાં આવ્યુ છે કે હરાજીમાં મળેલા આ રૂપિયા સાડીના વણકરોને આપવામાં આવશે જેમણે વર્ષ 2015-16માં પહેલી વાર આ સાડીને બનાવી હતી.

આટલા માટે ખાસ છે આ સાડી
વિદ્યા બાલને ફિલ્મ શકુંતલા દેવીમાં જાણીતી ગણિતજ્ઞની ભૂમિકા નિભાવી છે. ફિલ્મના પ્રમોશન સમયે વિદ્યાએ આ મેથ્સના ફૉર્મ્યુલાથી ભરેલી સાડી પહેરી હતી. એવામાં આઈઆઈટીની આ છાત્રાને આ સાડી એટલી ગમી ગઈ કે તેણે આને ખરીદવા માટે 55 હજાર રૂપિયા ખર્ચી દીધા.અનુ મેનનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ શકુંતલા દેવીમાં વિદ્યાએ શકુંતલા દેવીની ભૂમિકા નિભાવી. જેમને ગણિતના ક્ષેત્રમાં પોતાની અદભૂત પ્રતિભા માટે 'હ્યુમન કમ્પ્યુટર' કહેવામાં આવતા હતા.

એક વાર ફરીથી બાયોપિકમાં દેખાશે વિદ્યા!
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિદ્યા બાલન ગણિતજ્ઞ શકુંતલા દેવીની બાયોપિક બાદ વધુ એક બાયોપિકમાં જોવા મળશે. વિદ્યા બાલન વેઈટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીની બાયોપિકમાં જોવા મળી શકે છે. જેમણે ઑલિમ્પિકમાં જગ્યા બનાવીને નામ કમાયુ હતુ. સંજના રેડ્ડીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના નિર્માતા વિદ્યા બાલના સંપર્કમાં છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે પરિણીતા, ડર્ટી પિક્ચર, કહાની, ઈશ્કિયા જેવી ફિલ્મો કરી ચૂકેલી વિદ્યાનુ નામ આ ફિલ્મ માટે લગભગ નક્કી થઈ ચૂક્યુ છે.
પેટાચૂંટણીઓ માટે ચૂંટણી પંચે જાહેર કરી ગાઈડલાઈન, જુઓ ફેરફાર