For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી દેશમા ચાલશે 200 ટ્રેન, અહીં જુઓ ટ્રેનોની આખી યાદી

આજથી દેશમા ચાલશે 200 ટ્રેન, અહીં જુઓ ટ્રેનોની આખી યાદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ સામે લડી રહેલ ભારતમાં આજે 68 દિવસ બાદ અનલૉકનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે, આજથી રેલવેના પાટા પર બસો ટ્રેનનું પરિચાલન શરૂ થઈરહ્યું છે. પહેલા દિવસે આ ટ્રેનથી સફર કરવા માટે મોટી સંખ્યામાં લોકોએ આરક્ષિત ટિકિટ લીધી છે, પ્રાપ્ત જાણકારી મુજબ 1.45 લાખથી વધુ યાત્રીઓ આજે રેલવેની યાત્રા કરશે, આજથી જે ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે તેમાં જનશતાબ્દી, પૂર્વા એક્સપ્રેસ, દુરંતો જેવી ટ્રેન સામેલ છે.

અહીં જુઓ ટ્રેનની આખી યાદી

અહીં જુઓ ટ્રેનની આખી યાદી

જણાવી દઈએ કે આ વિશેષ ટ્રેનો માટે ટિકિટ બુકિંગ પાછલા 22 માર્ચથી જ થઈ રહ્યું છે અને શરૂઆતમાં માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં યાત્રીઓની સુવિધાને જોતા અમુક રેલવે સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર, પોસ્ટ ઑફિસ અને લાખો કોમન સર્વિસ સેન્ટર પર પણ ટિકિટ ખરીદવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

યાત્રા પહેલા ખાસ નિયમોનું પાલન કરવું પડશે

  • હવે યાત્રીઓ ટ્રેન પકડતા પહેલા 90 મિનિટ અગાઉ સ્ટેશન પહોંચવું પડશે. જેથી, યાત્રીઓની પણ સ્ક્રીનિંગ કરી શકાય.
  • સ્ટેશનની અંદર એવા યાત્રીઓને જ એન્ટ્રી મળશે જેમની ટિકિટ કંફર્મ છે અથવા આરએસી છે.
  • ટ્રેનમાં ચઢતા પહેલા યાત્રીઓનું ચેકિંગ કરવામાં આવશે, અને જે લોકો સ્વસ્થ હશે તેમને જ સફર કરવા દેવામાં આવશે.

આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી

  • 1 જૂનથી ચાલતી ટ્રેનમાં કોઈપણ પેસેન્જર વેટંગ ટિકિટ પર યાત્રા નહિ કરી શકે.
  • ટ્રેનમાં સફર કરનાર તમામ યાત્રીઓએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો ફરજીયાત રહેશે અને રેલવે કર્મચારીઓના ફોનમાં પણ આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે.
સીટિંગ ટિકિટ બુક કરાવવી જરૂરી

સીટિંગ ટિકિટ બુક કરાવવી જરૂરી

આજથી ચાલતી ટ્રેન એસી- 1, 2 અને 3 કોચની સાથે જ સ્લીપર કોચ પણ ટ્રેનમાં જોડાયેલી હશે. અનારક્ષિત કોચ તો ટ્રેનમાં જોડાયેલ રહેશે, પરંતુ આ કોચમાં યાત્રી અનારક્ષિત ટિકિટ પર યાત્રા નહિ કરી શકે. આના માટે સીટિંગ ટિકિટ બુક કરાવવી પડશે.

કોરોનાને લઈ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી 'મન કી બાત', જાણો ખાસ વાતોકોરોનાને લઈ પીએમ મોદીએ દેશવાસીઓ સાથે કરી 'મન કી બાત', જાણો ખાસ વાતો

English summary
200 trains including jan shatabdi, sampark kranti durontos starting from today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X