For Quick Alerts
For Daily Alerts
ઉજ્જૈનમાં 2000 મુસ્લિમો ભાજપમાં જોડાયા
ઉજ્જૈન, 26 એપ્રિલ : ઉજ્જૈનમાં ગુરુવાર 25 એપ્રિલ, 2013ના રોજ નીકળેલી એક વિશાળ રેલીમાં મુસ્લિમ સમુદાયના અંદાજે 2000 લોકે ભાજપમાં જોડાયા અને સભ્ય બન્યા હતા. આ પ્રસંગે યોજાયેલી રેલીમાં ભાજપ તરફી નારાઓ ગૂંજ્યા હતા.
ઉજ્જૈનના મુસ્લિમ સામાજિક કાર્યકર સયીદ તારિક અલીએ જણાવ્યું હતું કે ભાજપની કાર્યશૈલી અને વિચારધારાથી પ્રેરાઇને અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા અંદાજે 2000 મુસ્લિમ કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મુસ્લિમ કાર્યકરોએ ભાજપના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર તોમર અને ઉપ પ્રમુખ રઘુનંદન શર્મા તથા ડિવિઝનલ ઓર્ગેનાઇઝિંગ સેક્રેરેટરી રાકેશ ડાગોરની હાજરીમાં સભ્ય ફોર્મ ભર્યા હતા.
આ પ્રક્રિયા પૂરી થયા બાદ નાગઝિરીથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જે કોઠી રોડ ખાતે આવેલા અભિનંદન પરિસર ખાતે સમાપ્ત થઇ હતી. આ રેલી સમાપ્ત થયા બાદ કાર્યકરોએ 1 વાગે સભ્યપદની કામગીરી પૂર્ણ કરી હતી.
Comments
English summary
2000 Muslims joined BJP in Ujjain.
Story first published: Friday, April 26, 2013, 10:29 [IST]