For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2015માં રજાઓ પર લાગશે નહી ગ્રહણ, હરો-ફરો અને જલસા કરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 3 જાન્યુઆરી: નવું વર્ષ નવું આશાઓ લઇને દરવાજા પર આવી ચૂક્યું છે. નોકરિયાત લોકો માટે સૌથી મનપસંદ વસ્તુ જો કોઇ હોય તો તે છે રજા. પરંતુ આ વખતે નવું વર્ષ તમારા માટે સારું સાબિત થવાનું છે. આ વખતે તમારી રજાઓ રવિવારને બલી નહી ચઢે. 2015માં ફક્ત બે રવિવાર જ તમારી રજાઓ પર ગ્રહણ લગાવશે.

newyear.

ખૂબ ફરો આ વર્ષે
5 માર્ચ (ગુરૂવાર)ના રોજ હોળી તથા 6 માર્ચ શુક્રવારે ધૂળેટીની રજા આવે છે, જેમાં શનિવારની રજા લઇને તમે રવિવાર સુધી તમારા પરિવાર સાથે રહીને તહેવાર ઉજવવાની તક મળી રહી છે. ત્યારબાદ 14 એપ્રિલ (મંગળવાર)ના રોજ આંબેડકર જયંતિ આવે છે, જેની વચ્ચે સોમવારે રજા લઇને તમે ટૂરનો પ્રોગામ બનાવી શકો છો. તો બીજી તરફ 17 જુલાઇ (શુક્રવાર)ને અલવિદા તથા 18 જુલાઇ (શનિવર)ના રોજ ઇદ આવે છે, જેના લીધે લોકો પોતાના પરિવાર સાથે ઇદ ઉજવી શકશે.

15 ઓગષ્ટ (શનિવાર)ના રોજ સ્વતંત્રતા દિવસ તથા 29 ઓગષ્ટ (શનિવાર)ના રોજ રક્ષાબંધન આવે છે, જેમાં સોમવારની રજા લઇને ટૂરનો પ્રોગામ બનાવી શકાય. આ ઉપરાંત 2 ઓક્ટોબર (શુક્રવાર)ના રોજ ગાંધી જયંતિ, 24 ઓક્ટોબર (શનિવાર)ના રોજ તાજિયા, 17 નવેમ્બર (મંગળવાર) ડાળા છઠ્ઠ તથા 25 ડિસેમ્બર (શુક્રવાર)ના ક્રિસમસ ડે જેવી રજાઓ વચ્ચેમાં આગળ-પાછળ રજા લઇને ટૂરનો પોગ્રામ બનાવી શકાય છે.

લોકોમાં છે ખુશી
હુસૈનગંજ લખનઉ નિવાસી કાર્યરત શિક્ષિકા રેણું કહે છે કે રવિવારે સાર્વજનિક રજા આવવી ખૂબ કષ્ટદાયક લાગે છે. તે રવિવારની આસપાસ રજા ઇચ્છે છે, જેથી તેમને પોતાના ઘરમાં રોકાવવાની વધુ તક મળી શકે.

તે કહે છે 'મહેરબાની છે કે આ વખતે ફક્ત બે રવિવારે જ સાર્વજનિક રજાની બલી ચઢી રહ્યાં છે. આ ઉપરાંત ખુશી એ વાતની છે કે નવા વર્ષમાં ટૂર પોગ્રામ માટે આગળ-પાછળ રજા આવે છે, જેથી ઘર-પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવવાની તક મળશે.''

એક પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર જૂહી સિંહ રજાઓની યાદી જોઇને ખુશ છે. તેમનું કહેવું છે કે આ વખતે ટૂર પોગ્રામ નક્કી કરવામાં માથાકૂટ કરવી નહી પડે. તે જણાવે છે કે હોળી, રક્ષાબંધન તથા દિવાળી જેવા ખાસ તહેવારની સાથે અન્ય રજાઓ પર ટૂર પ્રોગામ બનાવવામાં રવિવારની આગળ-પાછળ અથવા વચ્ચે આવતાં મદદ થઇ રહી છે.

હજરતગંજ નિવાસી દીપાંશુ ખોસલા એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેમણે કહ્યું કે આ વખતે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ સોમવારે આવે છે. એટલા માટે મંગળવાર અથવા શનિવારે રજા લઇને ત્રણ દિવસનો ટૂર પોગ્રામ બનાવી શકાય. ત્રણ ફેબ્રુઆરી (મંગળવાર)ના રોજ રવિદાસ જયંતિ અને 17 ફેબ્રુઆરી (મંગળવાર)ના રોજ મહાશિવરાત્રિ આવે છે, જેથી સોમવારની રજા લઇને ટૂર પોગ્રામ બનાવી શકાય છે.

English summary
2015 year calender is giving you opportunity to go on tours, Only two Sunday are clashing with public holiday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X