For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલવિદા 2018: ભારતના નક્શામાં કેટલો ઘટ્યો ભગવો રંગ, કેવુ રહ્યું કૉંગ્રેસનું પર્ફોમન્સ

અલવિદા 2018: ભારતના નક્શામાં કેટલો ઘટ્યો ભગવો રંગ

|
Google Oneindia Gujarati News

2014ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની વ્યૂહરચનાના દમ પર ભાજપ એક બાદ એક ચૂંટણી જીતતું હતું. જોત જોતમાં મહારાષ્ટ્ર્, હરિયાણા, ઝારખંડ, યુપી, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા, આસામ, અરૂણાચલ પ્રદેશમાં પણ ભગવો લહેરાયો. બિહારમાં જેડીયુ અને નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સાથે ગઠબંધન કરીને ભાજપ સત્તામાં આવ્યું. મેઘાલયમાં માત્ર બે ધારાસભ્યો હોવા છતાંય ભાજપે ગઠબંધન કરીને સરકાર બનાવી. 2017ના અંતમાં ગુજરાતમાં કાંટાની ટક્કર છતાંય ભાજપે સરકાર બનાવી. જો કે 2018માં ભાજપને પહેલો ઝટકો કર્ણાટકમાં લાગ્યો. અહીં ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાંય સત્તામાં ન ટકી શક્યો. આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો. ચાલો જાણીએ 2018ના વર્ષમાં કોંગ્રેસ અને ભાજપ માટે સત્તાનો નક્શો કેટલો બદલાયો.

2018માં ત્રિપુરામાં પહેલી વખત ખીલ્યું કમળ

2018માં ત્રિપુરામાં પહેલી વખત ખીલ્યું કમળ

2013ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપુરામાં ભાજપને એક પણ બેઠક નહોતી મળી. પાંચ વર્ષ બાદ 2018માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 60 વિધાનસભા બેઠકમાંથી 36 પર જીત મેળવી. અને પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી. સીપીએમના નેતા માણિક સરકાર સતત 16 વર્ષ ત્રિપુરાના સીએમ હતા, જો કે 2018માં તેમણે પણ હારનો સામનો કરવો પડ્યો. ભાજપે ચૂંટણી જીત્યા બાદ બિપ્લબ દેબને સીએમ બનાવ્યા.

મેઘાલયમાં જીતીને પણ હારી કૉંગ્રેસ

મેઘાલયમાં જીતીને પણ હારી કૉંગ્રેસ

મેઘાલયમાં કૉંગ્રેસે 21 બેઠક પર જીત મેળવ્યા છતાંય સરકાર ન બનાવી શકી. સામે ફક્ત 2 બેઠક જીતનાર ભાજપ ગઠબંધન કરીને સરકારમાં સામેલ થઈ ગયું.

નાગાલેન્ડમાં પણ ભાજપે બનાવી સરકાર

નાગાલેન્ડમાં પણ ભાજપે બનાવી સરકાર

નાગાલેન્ડમાં કુલ 60 બેઠકો છે, જેમાંથી 2018માં કુલ 59 બેઠક પર ચૂંટણી થઈ. ભાજપને તેમાંથી 12 બેઠક પર જીત મળી, તો નેશનલ પીપલ્સ ફ્રંટે (NPF) 26 બેઠકો પર જીત મેળવી. સામે નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને 18 બેઠકો પર જીત મળી. ભાજપે પોતાના ગઠબંધનના સાથી NPFને છોડીને NDPP સાથે મળી સરકાર બનાવી.

2018માં કર્ણાટકમાં મળ્યો પહેલો ઝટકો

2018માં કર્ણાટકમાં મળ્યો પહેલો ઝટકો

ભાજપને વર્ષ 2018માં સૌથી પહેલો આંચકો કર્ણાટકમાં લાગ્યો. અહીં 224 બેઠકો પર ચૂંટણી થઈ, જેમાંથી ભાજપે 104 બેઠકો પર જીત મેળવી. સામે કોંગ્રેસને ફક્ત 78 બેઠકો જ મળી હતી. યેદિયુરપ્પાના નેતૃત્ત્વમાં ભાજપ સૌથી મોટો પક્ષ તો બન્યો, પરંતુ સરકાર ન બનાવી શક્યો. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપને 113 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયા હતી, પરંતુ કોંગ્રેસ અને જેડીએસે એવી વ્યૂહરચના નાવી કે યેદિયુરપ્પા બુમતી સાબિત ન કરી શક્યા. બાદમાં કોંગ્રેસે જેડીએસ સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી અને કુમારસ્વામી કર્ણાટકના સીએમ બન્યા.

મધ્યપ્રદેશઃ કાંટાની ટક્કરમાં 15 વર્ષ બાદ કોંગ્રેસ જીતી

મધ્યપ્રદેશઃ કાંટાની ટક્કરમાં 15 વર્ષ બાદ કોંગ્રેસ જીતી

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઈ. 230 બેઠક ધરાવતા આ રાજ્યમાં બહુમત માટે 116 બેઠકોની જરૂરિયાત હતી, પરતુ ભાજપ અને કોંગ્રેસ કોઈ પણ બહુમતી સુધી ન પહોંચી શક્યું. કોંગ્રેસને 114 બેઠક મળી તો ભાજપની ગાડી 109 પર અટકી ગઈ. કોંગ્રેસને બસપાના 2 અને સપાના 1 ધારાસભ્યનું સમર્થન મળ્યું. કમલનાથ સીએમ બન્યા અને કોંગ્રેસ સરકાર બનાવી.

વસુંધરાને હરાવી ત્રીજીવાર સીએમ બન્યા અશોક ગેહલોત

વસુંધરાને હરાવી ત્રીજીવાર સીએમ બન્યા અશોક ગેહલોત

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018માં કુલ 200માંથી 199 બેઠકો પર ચૂંટણી થઈ. બહુમતી માટે 101 બેઠકની જરૂર હતી. અહીં પણ કોંગ્રેસ પૂર્ણ બહુમતીથી દૂર રહી ગઈ. જો કે 99 બેઠક સાથે સૌથી મોટો પક્ષ જરૂર બની. ભાજપ ફક્ત 73 બેઠકો જ જીતી શકી, એટલે કોંગ્રેસે રાજસ્થાનમાં પણ સહેલાઈથી સરકાર બનાવી લીધી. અશોક ગેહલોતના નેતૃત્તવમા રાજસ્થાનમાં કોંગ્રેસે સરકાર રચી.

છત્તીસગઢના કોંગ્રેસે ભાજપના સૂપડા સાફ કર્યા

છત્તીસગઢના કોંગ્રેસે ભાજપના સૂપડા સાફ કર્યા

2018માં કુલ 9 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થઈ, જેમાં ભાજપની સૌથી ખસ્તા હાલત છત્તીસગઢમાં થઈ. અહીં કોંગ્રેસે પૂર્ણ બહુમતી તો મેળવી સાથે જ ભાજપને કારમો પરાજય આપ્યો. છત્તીસગઢમાં કોંગ્રેસે 68 બેઠકો પર જીત મેળવી, તો ભાજપ 15 બેઠક પર જ સમેટાઈ ગયું. અન્યને 7 બેઠકો પર જીત મળી હતી. છત્તીસગડ રાજ્ય બન્યા બાદ 2018થી પહેલા ત્રણ ચૂંટણી થઈ ચૂકી છે. આ ત્રણેય ચૂંટણી ભાજપ જીત્યું હતું, પરંતુ આટલી પ્રચંડ બહુમતી ભાજપને ક્યારેય નહોતી મળી. કોંગ્રેસે ભૂપેશ બઘેલના નેતૃત્તવમા છત્તીસગઢમાં સરકાર બનાવી.

તેલંગાણાં ન તો ભાજપ, ન તો કોંગ્રેસ, જીત્યું TRS

તેલંગાણાં ન તો ભાજપ, ન તો કોંગ્રેસ, જીત્યું TRS

119 વિધાનસભા બેઠકો ધરાવતા તેલંગાણામાં ભાજપની ખાસ ઉપસ્થિતિ નથી. કોંગ્રેસ આંધ્રપ્રદેશમાં મજબૂત રહી છે પરંતુ તેલંગાણા અલગ રાજ્ય નબ્યા બાદ કોંગ્રેસની સ્થિત કથલી છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પણ ન તો ભાજપને ખાસ ઉપલબ્ધિ મળી, ન તો કોંગ્રેસને. અહીં TRSએ જીતની બાજી મારી લીધી.

મિઝોરમમાં કોંગ્રેસે ગુમાવી સત્તા

મિઝોરમમાં કોંગ્રેસે ગુમાવી સત્તા

મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018માં પરિણામ એક્ઝિટ પોલથી વિરુદ્ધના આવ્યા. અહીં મિજો નેશનલ ફ્રંટ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર દર્શાવાઈ રહી હતી, પરંતુ જ્યારે પરિણામ આવ્યા તો MNF પૂર્ણ બહુમતી સાથે જીતી ગઈ.

Year Ender 2018: તાલિબાન અને ISએ હજારોની કરી હત્યા, જાણો આ વર્ષના સૌથી મોટા આતંકી હુમલા Year Ender 2018: તાલિબાન અને ISએ હજારોની કરી હત્યા, જાણો આ વર્ષના સૌથી મોટા આતંકી હુમલા

English summary
2018 ELECTION MADE ROLLER COSTER RIDE
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X