For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના સમાચાર તસવીરોના માધ્યમથી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સોનિયા ગાંધીના ગાર્ડે ખેડૂતોને ધક્કે ચઢાવ્યા

સોનિયા ગાંધીના ગાર્ડે ખેડૂતોને ધક્કે ચઢાવ્યા

સોમવારે દિલ્હીમાં ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી આવ્યા. ત્યારે સોનિયાના સુરક્ષા કર્મીઓએ બેરીકેડ તોડી અંદર આવતા ખેડૂતોને ધક્કા ચઢાવી જમીન દોસ્ત કર્યા. નોંધનીય છે કે ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ એક તરફ તો ખેડૂતોના સાથની વાત કરે છે ત્યાં જ બીજી તરફ તેમના ગાર્ડ આ જ ખેડૂતોને દૂર ભગાવે છે.

બર્ડ ફ્લૂનો ખતરો મંડાયો

બર્ડ ફ્લૂનો ખતરો મંડાયો

હૈદરાબાદ બાદ મણીપુરના ઇમ્ફાલમાં પણ સોમવારે એવિયન ઇન્ફલ્યુએન્ઝા રોગચાળો ફાટી નીકળતા વેટનરી અધિકારીઓએ ICAR ખાતે મોટી સંખ્યામાં અસરગ્રસ મરધાંને મોતના ધાટ ઉતાર્યા.

રાહુલે કહ્યું

રાહુલે કહ્યું "બીજેપી છે શૂટ બૂટની સરકાર"

સોમવારે દિલ્હીની સંસદમાં બીજા સત્રની શરૂઆત થતા જ ક્રોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઝપેટામાં લીધી. 56 દિવસના અજ્ઞાતવાસ બાદ રાહુલ ગાંધીનું આ કમબેક જોરદાર રહ્યું. તેણે મોદી સરકારને કિસાન વિરોધી અને બિઝનેસમેનની સરકાર કહી.

મોદીએ કર્યું આંતરાષ્ટ્રિય આંબેડકર સેન્ટનું ઉદ્ધાટન

મોદીએ કર્યું આંતરાષ્ટ્રિય આંબેડકર સેન્ટનું ઉદ્ધાટન

સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ.આંબેડકર ઇન્ટનેશનલ સેન્ટનું શિલાન્યાસ કર્યું.

કોલકત્તા

કોલકત્તા

ડાબેરી પક્ષના ચેરમેન બિમાન બોઝ અને અન્ય ડાબેરી નેતાઓએ સોમવારે કોલકત્તામાં લાલબઝાર સુધી માર્ચ કરી. કોલકત્તા પોલિસની બિનસક્રિયતાનો વિરોધ કરવા હેતું તેમને લાલબઝારના પોલિસ હેડક્વાટરનો ધેરો લીધો.

કોલકત્તામાં એક ક્રિકેટરની મોત

કોલકત્તામાં એક ક્રિકેટરની મોત

કોલકત્તામાં અંડર 19 ટીમ માટે રમતા અંકિત કેસરીની સોમવારે મોત થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો. 17 એપ્રિલે એક મેચ દરમિયાન માથા પર ઇજાના કારણે અંકિતની મોત થઇ ગઇ. જે બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બીસીસીઆઇના અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ અંકિતના ઘરે જઇને તેને શ્રદ્ધાજંલિ અર્પી. નોંધનીય છે કે આ ઘટનાથી સમગ્ર ક્રિકેટ જગત શોકગ્રસ્ત બન્યું છે. વધુમાં બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાને પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે.

અસમના ગવર્નર જે.બી. પટનાયકનું નિધન

અસમના ગવર્નર જે.બી. પટનાયકનું નિધન

ઓડિસાના પૂર્વ મુખ્યમંત્રી અને અસમના રાજ્યપાલ એવા જે.બી. પટનાયકનું આજે સવારે આંધ્રપ્રદેશના તિરુપતિમાં નિધન થયું છે. 89 વર્ષના પટનાયક તિરુપતિ, એક વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે ગયા હતા જ્યાં હાર્ટએટકના કારણે તેમની મોત થઇ. નોંધનીય છે કે પટનાયક ત્રણ વાર ઓડિસ્સાના મુખ્યમંત્રી બન્યા હતા.

બિહારમાં ગુસ્સે ભરાયેલી ભીડે હોસ્પિટલ ફૂંકી

બિહારમાં ગુસ્સે ભરાયેલી ભીડે હોસ્પિટલ ફૂંકી

બિહારના સિવાસ વિસ્તારમાં એક રોડ અકસ્માત પાંચ વિદ્યાર્થીઓની મોત થઇ ગઇ જે બાદ આ દુર્ધટના ઇજાગ્રસ્ત થયેલા કેટલાક અન્ય વિદ્યાર્થીઓને સદર હોસ્પિટલ લાવવામાં આવ્યાં જ્યાં સ્ટાફેની બેજવાબદારી અને અવ્યવસ્થા જોઇને ક્રોધે ભરાયેલી ભીડે એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો સાથે હોસ્પિટલમાં આગ લગાડી દીધી.

જયપુરના એટીએમમાં લાગી આગ

જયપુરના એટીએમમાં લાગી આગ

સોમવારે જયપુરમાં પંજાબ નેશનલ બેંકના એક ATMમાં શાર્ટ સર્કટના કારણે આગ લાગતા આખુ એટીએમ આગની ઝપેટમાં આવી ગયું.

ગુવાહાટીમાં ધરણા

ગુવાહાટીમાં ધરણા

સોમવારે ગુવાહાટીના શ્રમ આયોગ કાર્યલય સામે કૃષક મુક્તિ સંગ્રામ સમિતિના કાર્યકર્તાઓ પોતાની વિવિધ માંગો સાથે ધરણા પર બેસતા પોલિસ દ્વારા તેમને ખદેડવામાં આવ્યા હતા.

છેલ્લા 9 દિવસોથી પાણી ઉભા છે આ ખેડૂતો

છેલ્લા 9 દિવસોથી પાણી ઉભા છે આ ખેડૂતો

જળ સત્યાગ્રહ હેઠળ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા બચાવ આંદોલનના કાર્યકર્તાઓ છેલ્લા 9 દિવસથી પાણીમાં ઉભા રહી ન્યાયની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ લોકોને નર્મદા પર ડેમ બન્યા બાદ નિર્વાસન અને યોગ્ય વળતર ના મળતા તે આ જળ સત્યાગ્રહ કરી રહ્યા છે.

ઝારખંડમાં માઓવાદી કમાન્ડર પકડાયો

ઝારખંડમાં માઓવાદી કમાન્ડર પકડાયો

ઝારખંડના હજારીબાગમાં પોલિસે માઓવાદી ગ્રુપ ટીપીસીના કામાન્ડર સમીર ગંજહુ અને સુરેશ ગંજહુને બે પિસ્તોલ, એક દેશી કાર્બાઇન અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપવામાં સફળતા મેળવી.

મંત્રીજીની સાયકલ સવારી

મંત્રીજીની સાયકલ સવારી

દિલ્હીમાં બીજા બજેટ સત્રની શરૂઆતના પ્રથમ દિવસે ભાજપ સાંસદ અર્જૂનરામ મેધવાલા સંસદમાં સાયકલ ચલાવીને આવી પહોંચતા લોકોમાં ભારે અચરજ ઉભું થયું.

બિલ ગેટ્સની પત્ની મોદીને મળી

બિલ ગેટ્સની પત્ની મોદીને મળી

સોમવારે દિલ્હીમાં બિલ ગેટ્સના પત્ની અને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સ્થાપક મલિન્ડા ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત લીધી હતી.

ગરમીએ આ લોકોને લાજ કાઢવી

ગરમીએ આ લોકોને લાજ કાઢવી

ભોપાલમાં ગરમીનો પારો વધતા એક બાઇક ચાલકની પાછળ બેઠલી મહિલાઓ લાજ કાઢીને ગરમીથી પોતાની જાતને બચાવી.

નાબાકાલેબર ઉત્સવની ઉજવણી

નાબાકાલેબર ઉત્સવની ઉજવણી

પુરીમાં જગવિખ્યાત રેત કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરીના બીચ પર નાબાકાલેબર ઉત્સવની ઉજવણીના ભાગરૂપે એક સુંદર રેતનું શિલ્પ બનાવ્યું.

બિકાનેરમાં ભૂલકાંઓએ કહ્યું

બિકાનેરમાં ભૂલકાંઓએ કહ્યું "બચપન બચાવો"

અખાતીજના પાવન અવસર પર બિકાનેરની શાળા બાળકોએ
બાળલગ્ન રોકવાના માટે લોકોને અપીલ કરી.

English summary
21 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X