For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 માર્ચ: આજના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

જમ્મુ : બે આતંકીની મોત

જમ્મુ : બે આતંકીની મોત

જમ્મુમાં કઠુઆ પોલિસ સ્ટેશન બાદ ત્યાંના સાંબા સેક્ટરમાં આર્મી કેપ પર આજે આતંકવાદીઓએ ગ્રેનેટ ફેંકી આતંકી હુમલો કર્યો છે. સવારે 5:50 પર કરવામાં આવેલા આ આક્રમણમાં હાલ બે આતંકીની મોત થઇ છે. આ હુમલા બાદ સાંમ્બાની તમામ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુ

જમ્મુ

જમ્મુ કાશ્મીરના ડેપ્યૂટી સીએમ નિર્મલ કુમાર સિંહ અને ડીજીપી કે રાજેન્દ્રએ રાજબર્ગ પોલિસ સ્ટેશનમાં થયેલા આતંકી હુમલાના શહીદોની અર્થીને કાંધો આપ્યો હતો.

નવી દિલ્હી

નવી દિલ્હી

કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ શુક્રવારે નવી દિલ્હીમાં રાજ્યના નાણાં પ્રધાનો સાથે બેઠક યોજી.

લખનઉ

લખનઉ

જનતા એક્સપ્રેસમાં ધાયલ થયેલા પેસેન્જરોને શુક્રવારે લખનઉના ટ્રોમ સેન્ટરમાં સારવાર અર્થે લાવામાં આવ્યા. નોંધનીય છે કે કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રેલ્વેના રાજ્ય મંત્રી મનોજ સિન્હા ધાયલોની મુલાકાત લઇ તેમના ખબર અંતર પૂછ્યા હતા.

હૈદરાબાદ

હૈદરાબાદ

પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરી સામે તેલંગાના જિલ્લાં ટિકટ આપવાની બદલે રિશ્વત લેવા મામલે કેસ નોંધાયો છે. પાછલી વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક નેતા ટિકટ આપવા માટે 1.10 કરોડ રૂપિયા લેવાનો આરોપ ચૌધરી પર છે. જે પર હાઇકોર્ટને દખલ બાદ કેસ નોંધવામાં આવ્યો છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

ભૂમિ સંપાદન બિલના વિરોધમાં સંસદ માર્ગમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે સતત ત્રીજા દિવસે પણ ખેડૂતોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો.

કોઇમ્બતુર

કોઇમ્બતુર

ADMKના નેતા જયલલિતા પર ચાલતા આયથી વધુ સંપત્તિ રાખવાના કેસ, તેમને જલ્દીથી મુક્તિ મળે તે માટે ગ્રામીણ વિકાસ મંત્રી એસ.પી. વેલુમણિ અને ADMK ના સભ્યોએ 108 ગાયોની કોઇમ્બતુરના પેરુલમ મંદિરમાં વિશેષ પૂજા કરી.

અગરતલા

અગરતલા

સૂર્યાસ્ત દરમિયાન એક ખેડૂત પરિવાર આખા દિવસની કાળી મજૂરી કરી પોતાના ધરે પરત ફરી રહ્યું છે.

મથુરા

મથુરા

શુક્રવારે મથુરામાં નવરાત્રિ ઉત્સવની પૂર્વ સંધ્યાએ કળશ યાત્રા નીકાળી ભક્તોએ નવલી નવરાત્રિના વધામણાં કર્યા.

જયપુર

જયપુર

જયપુરના સિટી પેલેસમાં રાજસ્થાની મહિલાઓને ગણગૌર ઉત્સવની ઉજવણી કરી. જે દરમિયાન એક વિદેશી મહિલાએ તેના હાથ પર સુકનની મહેંદી લગાવી.

English summary
21 March: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X